________________
७६
मुक्तिवादः
बुद्धौ मोक्षहेतुतत्तत्कर्मसु प्रवृत्यनुपपत्तेः, मथुराकाशीमरणादीनां सम्वलनासम्भवात् । साहित्यविनिर्मोकेण श्रुत्याऽनेकेषां कारणता यत्र प्रत्याय्यते तत्र विकल्प एव व्रीहियवादिवदित्युपायकारोक्तसिद्धान्तभङ्गश्चैवमापद्येत, तदनादरे व्रीहियवस्थलेऽपि समुच्चयप्रसङ्गात्, वाजेपयाग्निष्टोमादीनामपि मिथः सहकारिताप्रसङ्गाच्चेति ।
કર્મમાં પ્રવૃત્તિ થશે નહીં. વળી, મથુરામરણ અને કાશીમરણ રૂપ કર્મમાં સંવલન શક્ય નથી.
શ્રુતિ જ્યાં સાહિત્ય(સહિતતા)નો ત્યાગ કરી અનેકની કારણતા જણાવે છે ત્યાં વિકલ્પ જ હોય છે, જેમ વ્રીહિયવમાં છે.” આ ઉપાયકારે દર્શાવેલા સિદ્ધાંતનો સમુચ્ચયપક્ષમાં ભંગ થાય છે. તે સિદ્ધાંતનો અનાદર કરવામાં વ્રીહિયવસ્થળે પણ સમુચ્ચય માનવાનો પ્રસંગ આવશે. અને વાજપેય અને અગ્નિષ્ટોમ યાગને પણ પરસ્પર સહકારી માનવાનો પ્રસંગ આવશે.
કાર્યમાં આવતો વ્યભિચાર નિવારવા, પ્રત્યેકથી જન્ય વહ્નિમાં વૈજાત્યની કલ્પના કરવામાં આવે છે. તુણથી જન્ય વહ્નિ, અરણિજન્ય વતિથી વિજાતીય છે તેથી કારણતાનો વ્યભિચાર નથી. પ્રસ્તુત સ્થળે તેવું માની શકાય તેમ નથી. જ્ઞાનવિશેષ જન્ય મુક્તિમાં કર્મવિશેષ જજ મુક્તિનું વૈજાત્ય દર્શાવવું શક્ય નથી. માટે અહીં જ્ઞાન-કર્મ વિશેષની તૃણારણિમણિન્યાયેન કારણતા નથી. વૈજાત્યની કલ્પના કરવા જાતિ માનવી આવશ્યક છે. તુણજન્ય વહ્નિમાં વહ્નિત્વની વ્યાપ્ય જાતિ છે, જે કાર્યતાવરચ્છેદક બને છે. મુક્તિમાં આવી જાતિની કલ્પના કરવી અસંભવિત છે. કારણ કે મોક્ષ અભાવ છે. અભાવમાં કોઈ જાતિ રહેતી નથી. અભાવમાં કોઈ પણ જાતિ માનવામાં બાધક સંબંધનો અભાવ છે. અભાવમાં સમવાય સંબંધ નથી. જાતિજાતિમાન વગેરે વચ્ચે સમવાયસંબંધ હોય છે. આ સંબંધના અભાવે અભાવમાં જાતિ નથી. આમ જ્ઞાનવિશેષ અને કર્મવિશેષની કારણતા વ્યભિચરિત છે.
પ્રશ્ન :-અભાવમાં કોઈ જાતિ રહેતી નથી માટે તેમાં જાતિવિશેષની કલ્પના થઈ શકતી નથી એ કબૂલ, પણ અભાવના પ્રતિયોગીમાં જાતિની કલ્પના થઈ શકે છે. દુ:ખાભાવ કે દુરિતાભાવ મોક્ષ છે. તેના પ્રતિયોગી દુઃખ અને દુરિતમાં જાતિવિશેષની કલ્પના કરી તેનાથી અવચ્છિન્ન પ્રતિયોગીને કાર્યતાપદક માની વ્યભિચારનું વારણ થઈ શકશે. આ રીતે પ્રતિયોગીની, પ્રતિયોગિતાવચ્છેદકની કે પ્રતિયોગિતાસંબંધની કલ્પના કરવામાં ગૌરવ લાગતું હોય તો બીજી રીતે પણ વ્યભિચાર દૂર કરી શકાય છે. દુઃખત્વ વિશેષ કે દુરિતત્વ વિશેષના આશ્રય દુઃખ કે દુરિત છે તેમનો અભાવ સાથે પ્રતિયોગિતા સંબંધ છે. આમ સ્વાશ્રયપ્રતિયોગિકત્વસંબંધથી દુઃખત્વ કે દુરિતત્વ અભાવમાં રહે છે માટે જન્યતાવચ્છેદક બની શકે છે. આમ દુઃખ કે દુરિતમાં રહેતી જાતિના વિશેષ માની વ્યભિચાર દૂર થઈ શકે છે.
જવાબ :–દુઃખાભાવ કે દુરિતાભાવ રૂપ મોક્ષના પ્રતિયોગી દુઃખ અને દુરિતમાં જાતિવિશેષની કલ્પના કરી વ્યભિચારનું વારણ કરવું શક્ય નથી કારણ કે તેવી જાતિની કલ્પના જ અશક્ય છે. દુ:ખત્વ અને દુરિતત્વને જાતિ માનવામાં સાંકર્ય બાધક છે.
અહીં દુરિતવિશેષમાં જાતિ માનવામાં સાંકર્ય બાધક દર્શાવવું છે. દુરિતત્વનું સાંકર્મ બે જાતિ સાથે દર્શાવ્યું છે. એક તત્ત્વજ્ઞાનથી નાશ પામતા દુરિતમાં રહેતા દુરિતત્વ સાથે અને બે વિભિન્ન કર્મોમાં રહેતા દુરિતમાં રહેતા દુરિતત્વ સાથે. ક્રમશઃ સમજીએ. તત્ત્વજ્ઞાનથી દુરિતનો નાશ થાય છે માટે દુરિતત્વ તત્ત્વજ્ઞાનનાશ્યતાવચ્છેદક અભીષ્ટ છે. કાશીમરણથી જે દુરિતનો નાશ થાય છે તેમાં તત્ત્વજ્ઞાન