________________
७४
मुक्तिवादः
(४१) अथ काश्यादिमरणपुरुषोत्तमादिमुखदर्शनादिरूपकर्मणामपि बहुशो मोक्षोपायताश्रुतेः कथं 'नान्यः पन्था' इत्यादेः सामञ्जस्यम् ? कथं वा अननुगतानां ज्ञानकर्मविशेषाणामनुगतं मोक्षम्प्रति हेतुतानिर्वाहः ? । तृणारणिमणीनां वह्निहेतुता च कार्यवैजात्येनेति व्यभिचारविरहात्, मोक्षे चाभावरूपे न जातिविशेषकल्पनसम्भवः । न च प्रतियोगिनि दुःखे दुरिते वा जातिविशेषान् कल्पयित्वा तदवच्छिन्न
(૪૧) શબ્દાર્થ –પૂર્વપક્ષ :-કાશી વગેરે તીર્થમાં મરણ, પુરુષોત્તમ (ભગવાન)ના મુખનું દર્શન વગેરે કર્મો પણ મોક્ષના ઉપાય છે એવું દર્શાવતી ઘણી શ્રુતિઓ છે. તેથી ‘ના: પ્રસ્થા વિદ્યતેનાથ' આ શ્લોકની સંગતિ કેવી રીતે થશે? અથવા જ્ઞાનવિશેષ અને કર્મવિશેષ અનનુગત છે તેથી અનુગત એવા મોક્ષ પ્રત્યે તેમની હેતુતાનો નિર્વાહ કેવી રીતે થાય છે? તૃણારણિમણિ સ્થળે વદ્વિનિરૂપિતહેતુતા વહ્નિરૂપ કાર્યના વૈજાત્યને કારણે છે માટે વ્યભિચાર નથી. મોક્ષ અભાવરૂપ છે માટે તેમાં જાતિવિશેષની કલ્પના થવી સંભવ નથી. (મોક્ષરૂપ અભાવના) પ્રતિયોગી એવા દુ:ખ કે દુરિતમાં જાતિવિશેષની કલ્પના કરીને પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્ન પ્રતિયોગિનો કાર્યતાવચ્છેદકરૂપે સ્વીકાર કરી અથવા સ્વાશ્રયપ્રતિયોગિકત્વ સંબંધથી દુઃખત્વનો કે દુરિતત્વનો કાર્યતાવચ્છેદક તરીકે સ્વીકાર કરીને વ્યભિચારનું વારણ કરવું શક્ય નથી. કારણ કે ગોવધજન્યતાવચ્છેદક જાતિઓ દ્વારા સંકર દોષનો પ્રસંગ આવે છે. તેથી જાતિની કલ્પનાને અવકાશ નથી.
(૪૧) વિવરણ –કોઈ એક વિવક્ષિત કાર્ય પ્રત્યે એકથી વધુ કારણોમાં કારણતા જણાતી હોય તો તેના ત્રણ વિકલ્પ થઈ શકે છે–(૧) દરેક કારણોમાં કાર્યના વૈજાત્યને કારણે સ્વતંત્ર અને અલગ અલગ પ્રકારની કારણતા. જેમ વહ્નિ રૂપ કાર્ય પ્રત્યે તૃણ-અરણિ-મણિ વગેરેની કારણતા. આ પ્રકારની કારણતામાં
ભિચાર દૂર કરવા કાર્યમાં કારણ આધારિત વૈજાત્ય માનવામાં આવે છે. (૨) એકથી વધુ કારણો સમૂહમાં મળીને કાર્ય ઉત્પન્ન કરે છે. અહીં કારણોમાં સ્વતંત્ર કારણતા નથી પણ તેમના સમુચ્ચયમાં કારણતા છે. પરસ્પર સાપેક્ષ અને નિયતપૂર્વવર્તિ કારણો સામૂહિક રીતે કાર્ય ઉત્પન્ન કરે છે. જેમ કેગૃહનિર્માણમાં અનેક મજૂરોની સમુચ્ચિત કારણતા છે. આ કારણો કાર્યની પૂર્વે નિયમતઃ એકસાથે ઉપસ્થિત હોય છે. (૩) જે કારણોની કાર્યનિયતપૂર્વવર્તિતા નિશ્ચિત હોય પણ પરસ્પર સાપેક્ષ ન હોય તેમનામાં વૈકલ્પિકી કારણતા હોય છે. વૈકલ્પિક કારણોમાં પ્રત્યેકની સ્વતંત્ર શક્તિ હોય છે જેમ યાગ પ્રત્યે વ્રીહિ અને યવની વૈકલ્પિક કારણતા છે. આમ, કોઈ કાર્યનું અસાધારણ કારણ એક હોય છે. કોઈ કાર્યના અસાધારણ કારણ એકથી વધુ હોય છે. એકાધિક અસાધારણ કારણોમાં કારણતાના ત્રણ વિકલ્પ છે. સ્વતંત્ર કારણતા, સમુચ્ચિત કારણતા અને વૈકલ્પિક કારણતા. મુક્તિરૂપ કાર્ય પ્રત્યે અસાધારણ કારણ એક છે કે અનેક ? જો અનેક હોય તો તેમની કારણતા ત્રણ વિકલ્પમાંથી કેવા પ્રકારની છે ? આ આશયથી શંકા પ્રસ્તુત થઈ છે. અત્યાર સુધીના ગ્રંથ દ્વારા ગદાધરે તત્ત્વજ્ઞાનની કારણતા પ્રસ્તુત કરી તેની સામે આક્ષેપ ઊભો કરવા જ્ઞાન અને કર્મ અને મુક્તિના કારણ છે એ સ્થાપિત કરી તેમની કારણતાના વિકલ્પો અંગે શંકા રજૂ કરી છે તમૈવ વિવિત્વાતિકૃતિ નાન્ય પત્થા વિદ્યતેથના, આ શ્રુતિમાં તત્ત્વજ્ઞાન સિવાયના પદાર્થોની મુક્તિકારણતાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. બીજી શ્રુતિઓમાં જ્ઞાન સિવાય કર્મને પણ મુક્તિનું કારણ દર્શાવ્યું છે. દા.ત. સત્યેન તગ્રસ્તપસી શ્રેષ આત્મા [જ્ઞાનેન બ્રહ્મચર્ય વ | આત્મા સત્યથી, તપથી,