________________
मुक्तिवादः
७३
कल्पनौचित्यात् । एवञ्च एवकारव्यत्यासोऽपि न क्षतिमावहति । 'नान्यः पन्था विद्यते' इत्यादिभागस्य च एवकारस्य तात्पर्यप्रकाशकत्वेन सार्थक्यसम्भवात्, 'महेश्वरस्त्र्यम्बक एव नापर' इत्यादौ नापरभागस्येवेत्याहुः ।।
(४०) तन्मते 'योगिनस्तं प्रपश्यन्ति भगवन्तमधोऽक्षजम्' इत्यादीनां योगाभ्यासस्य परमब्रह्मसाक्षात्कारफलकत्वरूपयथाश्रुतार्थे विरोधो दुष्परिहरः ।
તાત્પર્યમાં જ તમેવ એ શ્રુતિનું તાત્પર્ય માનવામાં ઔચિત્ય છે. આ રીતે અર્થ કરવાથી પવકારનો વ્યત્યાસ પણ કોઈ ખામી જણાવતો નથી. નાચ: પ્રસ્થા ઇત્યાદિ ભાગ વિકારના તાત્પર્યનો પ્રકાશક બનીને સાર્થક બની શકે છે. જેમ “મહેશ્વરસ્ત્રમ્પ અવ નાપ:' અહીં ના ૨ ભાગ (તાત્પર્ય પ્રકાશક) છે તેમ.”
(૪૦) શબ્દાર્થ –તેના મતે યોનિસ્તે પ્રપન્તિ ભવન્તHધોડક્ષનું વગેરે વાક્યોમાં યોગાભ્યાસ પરમબ્રહ્મ સાક્ષાત્કારરૂપ ફલ આપનાર છે આ યથાશ્રુત અર્થનો વિરોધ દૂર કરી શકાશે નહીં.
શ્લોકના ઉત્તરાર્ધની વ્યર્થતાનો પ્રશ્ન છે. પણ તેને તાત્પર્યપ્રકાશક માની લેવાથી સંગતિ થઈ શકે છે. જેમકે—મહેશ્વરસ્ત્રમ્પ વિ નારદ અહીં વકારથી મહેશ્વરથી ઈતરમાં ચુમ્બકત્વનો અભાવ પ્રાપ્ત થઈ જાય છે તેથી નાપર: આ ભાગ જરૂરી નથી છતાં તેનું સાર્થક્ય તાત્પર્યપ્રકાશક ગણીને દર્શાવવામાં આવે છે. તેમ અહીં પણ સમજી લેવું.
(૪૦) વિવરણ –દીધિતિકાર વગેરે જીવાત્મસાક્ષાત્કારને મોક્ષનું કારણ માનનારા તૈયાયિકોના મતે ‘વનિર્ત પુણ્યન્તિ મવિન્ત-ધોડક્ષનમ્' યોગીઓ તે ઇંદ્રિયાતીત ભગવંતને જુએ છે આ શ્લોકના યથાશ્રુત અર્થનો વિરોધ આવશે. અહીં તત્ પદથી જીવાત્માનું ગ્રહણ કરવું કે પરમાત્માનું? એ પ્રશ્ન છે. યથાશ્રત અર્થ દ્વારા જીવાત્માનું ગ્રહણ થઈ શકે તેમ નથી. દીધિતિકારે યોગાભ્યાસને જીવાત્મસાક્ષાત્કારનું કારણ દર્શાવ્યો છે. તેમાં વિરોધ આવશે. કારણ કે યોગાભ્યાસ એટલે કે યોગ, યોગજધર્મરૂપ અલૌકિકપ્રત્યાત્તિ દ્વારા આત્મસાક્ષાત્કારનું કારણ બને છે. યોગજ પ્રત્યાત્તિ સમગ્ર વિશ્વના સાક્ષાત્કારનું કારણ છે. તેથી યોગાભ્યાસ કે યોગ ઈશ્વરવિષયક પણ છે જ. યોનિનતં પ્રપશ્યક્તિ આ શ્લોક પણ આ જ વાતનું સમર્થન કરે છે. આમ યોગ સાક્ષાત્ પરમાત્મ સાક્ષાત્કારનું કારણ છે એ વાત અર્થથી સાબિત થઈ જાય છે. તેથી એકલો જીવાત્મસાક્ષાત્કાર મોક્ષનું કારણ છે આ વાતમાં આવતો વિરોધ ટાળી શકાય તેવો
નથી.
આમ, મોક્ષનું કારણ જીવાત્મસાક્ષાત્કાર છે કે પરમાત્મસાક્ષાત્કાર ? આ પ્રશ્ન ગદાધરે વિસ્તૃત ચર્ચા કરી છે. પણ પોતાનો સ્વતંત્ર મત દર્શાવ્યો નથી. બંને પક્ષની સાધક- બાધક દલીલો રજૂ કરી ચર્ચાનું સમાપન કર્યું છે. હવે પછી ગદાધર ‘તત્ત્વજ્ઞાન મોક્ષનું કારણ છે' આ વિધાન સામે ‘કર્મ પણ મોક્ષકારણ છે” આ અભિપ્રાયની શંકા ઉપસ્થિત કરે છે.