________________
मुक्तिवादः
७१
(३९) दीधितिकृत्प्रभृतयस्तु 'न वारे पत्युः कामाय पतिः प्रियो भवति आत्मनस्तु कामाय पतिः प्रियो भवति' इत्यादिनात्मनः सुखाद्यर्थं तत्सम्पादक पतिपुत्रादेरनुरागविषयत्वरूपं प्रियत्वमुक्तम्, तत्रात्मपदमात्मपरमेव न त्वीश्वरपरं, तस्य सुखाभावात् । तत्रानन्दं मन्यमानानामपि तदानन्दस्य नित्यत्वाभ्युपगमात्तस्योद्देश्यत्वासम्भवात् । ‘सर्वेषामेव भूतानां नृप ! स्वात्मैव वल्लभ' इत्यादावपि स्वात्मन एव निरुपाधिप्रियत्वाभिधानात् । एवञ्च स्वात्मन एवोपक्रान्ततया 'आत्मा वारे श्रोतव्य'
(૩૯) શબ્દાર્થ :—દીષિતિકાર વગેરે કહે છે કે :—ન વારે પત્યુઃ જામાય પતિ: પ્રિયો ભવતિ આત્મનસ્તુ જામાય પતિ: પ્રિયો ભવતિ' આ શ્રુતિ આત્માના સુખ વગેરે માટે સુખસંપાદક રૂપે પતિપુત્ર વગેરેનું અનુરાગવિષયત્વરૂપ પ્રિયત્વ જણાવે છે. ત્યાં આત્મપદનો અર્થ આત્મા જ છે, ઈશ્વર નથી. કારણ કે ઈશ્વરને સુખ નથી. મુક્તિમાં આનંદ માનનાર પણ ઈશ્વરનો આનંદ નિત્ય સ્વીકારે છે. તેથી તે અહીં ઉદ્દેશ્ય બને તે અસંભવ છે. ‘સર્વેષામેવ ભૂતાનાં નૃપ! સ્વાભૈવ વછમ' આ શ્લોકમાં પણ પોતાના આત્માને જ નિરૂપાધિક પ્રિય કહ્યો છે. તેથી ‘આત્મા વારે શ્રોતવ્ય' આ શ્રુતિ પોતાના આત્માના શ્રવણાદિને જ મોક્ષહેતુ જણાવે છે, પરમાત્માને નહીં.
(૩૯) વિવરણ :–કેચિત્તુકારે ઉપસ્થિત કરેલા અર્થઘટન સામે દીદ્ધિતિકારનો મત જણાવે છે. દીષિતિકાર પણ જીવાત્મસાક્ષાત્કારને મોક્ષનું કારણ માને છે. તેમના મતે તે તે શ્રુતિમાં આવતા આત્મા પદનો અર્થ જીવાત્મા છે. પરમાત્મા નથી. આના સમર્થનમાં તેઓ શ્રુતિ રજૂ કરે છે ‘ન વારે પત્યુ: જામાય પતિ: પ્રિયો મતિ આત્મનસ્તુ જામાય પતિ: પ્રિયો ભવતિ' પત્નીને પતિ પ્રિય હોય છે. માત્ર પતિના સુખ માટે પત્નીને પતિ પ્રિય હોય છે એવું નથી પણ પોતાના સુખ માટે પત્નીને પતિ પ્રિય હોય છે. આ શ્રુતિમાં આત્મપદનો અર્થ સ્વાત્મા જ છે. આ શ્રુતિમાં ઉપાત્ત આત્મપદનો ઈશ્વર અર્થ કોઈ રીતે સંભવી શકતો નથી. કારણ કે આ શ્રુતિમાં આત્માનો સુખ સાથે સંબંધ દર્શાવ્યો છે. ઈશ્વરને સુખ નથી. ભાટ્ટો ઈશ્વરમાં નિત્ય સુખ માને છે પણ તે સુખ આ શ્રુતિમાં ઉદ્દેશ્ય નથી. આ શ્રુતિમાં ભૌતિક અનિત્ય સુખનો સંબંધ જ
અભિપ્રેત છે.
બીજું, ‘સર્વેષામેવ ભૂતાનાં નૃપ ! સ્વાભૈવ વજ્રમઃ' આ શ્લોકમાં પણ સ્વાત્માનું જ ઉપાદાન છે. અહીં વલ્લભ પદનો અર્થ નિરૂપાધિપ્રિયત્વ કર્યો છે. ‘હું સુખી થઉં’ એ પ્રકારની અન્ય વ્યક્તિની ઇચ્છાને અધીન ન હોય તેવી સુખની ઇચ્છાનો વિષય નિરૂપાધિપ્રિય કહેવાય. પ્રસ્તુત શ્લોકમાં આવા નિરૂપાધિપ્રિય તરીકે આત્માનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત સ્થળોમાં આત્મપદથી સ્વાત્મા જ વિવક્ષિત છે તેથી આત્મા વારે શ્રોતવ્ય ઇત્યાદિ શ્રુતિમાં પણ આત્મપદથી સ્વાત્માનું જ ગ્રહણ કરી શકાય. મોક્ષનું કારણ સ્વાત્માનો સાક્ષાત્કાર છે, પરમાત્માનો સાક્ષાત્કાર નહીં.
પ્રશ્ન :—વિભિન્ન શ્રુતિઓમાં ક્યાંક આત્મપદથી સ્વાત્મા તો ક્યાંક પરમાત્મા જણાય છે. બંનેનો સમાવેશ કરી બંને સાક્ષાત્કારને મોક્ષ કારણ માનવા જોઈએ. ઉપર કહ્યું તે મુજબ આત્મા વા ઇત્યાદિ શ્રુતિઓનું તાત્પર્ય સ્વાત્મસાક્ષાત્કારને મોક્ષનું કારણ માનવામાં છે એ વાત કબૂલ. પરંતુ એનાથી ઈશ્વરસાક્ષાત્કારની વ્યર્થતા સાબિત થતી નથી. આત્મ સાક્ષાત્કારથી મિથ્યાજ્ઞાન વાસના, ધર્મ, અધર્મનો