________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૨૭ wwwા
થયેલા જેથી માતા તરીકેની સઘળી ફરજ પૂ. મોટાખા મણિબહેને સ્વીકારી લીધી હતી. સઘળા ગૃહવ્યવહાર તેમના માર્ગદર્શન નીચે ચાલતો અને તે સૌને સંતોષરૂપ હતા.
અમારાં લગ્ન મને સોળમું અને એમને અઢારમું વર્ષ હતું ત્યારે થયાં હતાં. અમારી વચ્ચે બરાબર બે વર્ષનો ફેર હતો. જન્મ બન્નેનો એક જ માસ, એક જ તિથિએ એટલે ‘જ્ઞાનપંચમી’કારતક સુદ પાંચમ–ના રોજ થયેલા. લગ્ન રાજકોટમાં થયેલાં. પછી દસ દિવસ રહીને પોતે કરાંચી ગયા અને અમે ધરમપુર ગયાં. લગ્ન પહેલાં એક વખત તેઓ કરાંચી ગયેલા અને ધંધાની શરૂઆત ત્યાં કરી હતી.
આ કુટુંબ સુધારાનું હિમાયતી ગણાય. પણ ઘરમાં જૂની રૂઢિ પ્રમાણે વ્યવહાર ચાલતો. હું ત્રણ મહિના ધરમપુર રહી, અને ત્યાર પછી દસ દિવસ વવાણિયા. મારા સસરા જંગલ ખાતાના ઑફિસર હતા પણ એટલા નીતિવાળા હતા કે સ્ટેટની એક પેનસિલ સરખી પણ તેઓ પોતાને માટે વાપરતા નહીં. તેમણે નોકરી મૂકી દીધી અને અમે બધાં કરાંચી ગયાં. ત્યાં ચાર મહિના રહી, મારા પૂ. સસરાજીને દેશમાં આવવું થયું તેથી તેઓ મને સાથે લઈ દેશમાં આવ્યા. અજાણ્યા દેશમાં મને એકલી મૂકીને ન જવું તેવો તેમનો અભિપ્રાય હતો. પોતે એકલા કરાંચી રોકાયા. દસ મહિના હું દેશમાં રહી. પછી તેઓ આવ્યા અને હું તેમની સાથે કરાંચી ગઈ. પૂ. બાપુજી અને બા દસ દિવસ પછી આવ્યાં. સૌ આનંદથી રહેતાં. તેઓ મા અને પૂ. બાપુજીને હંમેશાં પગે લાગી દુકાને જાય અને ઘરે પાછા આવે ત્યારે પણ પગે લાગતા. વડીલો પ્રત્યેના વિનય વગેરેને કારણે તેમણે પ્રેમ સંપાદન કર્યો હતો. પૂ. બાપુજી પર તેઓ કોઈ જાતના બે પડવા ન દેતા. ઘરનો બોજો તેઓ ઉપર બિલકુલ નાખતા નહીં'. આગળના રિવાજ પ્રમાણે બાળકોમાં અમારે માથું મારવાનું નહીં', વડીલો જ તેમનું ધ્યાન રાખે. બુદ્ધિધન તે પૂ. બા તથા પૂ. બાપુજી પાસે જ રહેતા. પોતે . કોઈ દિવસ ઘરની વ્યાવહારિક બાબતમાં પડતા નહીં. તેઓ દુકાનના કામમાં અને હું ઘરના કામમાં. બીજી લૌકિક વાત કે ચર્ચાને સ્થાન જ નહોતું. તેઓ છસાત વાર વિલાયત જઈ આવેલા. છતાં