________________
સ. ૧૯૫૬, જેઠ વદ ૩, વારે ગુરુ અહો ! અહા ! શ્રી સદગુરુ કરુણાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહા અહો ઉપકાર; શું પ્રભુ ચરણ કને ધરું ? આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપીએ વહુ" ચરણાધીન.
મહાપ્રભુજી પરમપુરુષ તરણતારણ કૃપાળું નાથ પરમાત્મા દેવ કૃપાનાથ બોધસ્વરૂપ દેવાધિદેવ મહાપ્રભુજી સહજાત્મ સ્વામીની સેવામાં.
મુ. મુંબઈ બંદર શ્રી સાયલેથી લિ. આપના આજ્ઞાંકિત સેવક પામરમાં પામર ભાગ લલ્લુભાઈના નમસ્કાર વાંચશે. આપના કૃપાપત્ર સેવકની સંભાળ લેવા આવ્યા તે પહોંચ્યો છે. આપ સાહેબે આમા વિષે લખ્યું તો આપની કૃપાથી ઘણું કરી મારા ધાર્યા પ્રમાણે તેમ જ વતે છે અને મારા આત્માને તેમ જ ભાસે છે. આપની કૃપાથી મોહ હવે કાંઈ નથી અને એક આપના જ આધાર છે. સહજાન્મસ્વરૂપ સ્વામીનું જ સ્મરણ દિનરાત રહ્યા કરે છે. હવે આપ સ્વીકારો તે ખરું. હું પામર અજાણું છું. કાંઈ જાણતો નથી પણ યાદ આવવાથી પરમાર્થ અર્થે લખું છું કે અંબાલાલ આપની શિષ્ય ઘણાં વરસના સમાગમવાળા છે, અનુભવવાળા છે. તે શિષ્ય પરખાવવા જેવું મારા ધાર્યા પ્રમાણે રહ્યું નથી. તો આપ સાહેબે તે શિષ્યને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હશે. નહિ તો આપને યોગ્ય લાગે તો કરાવશે અગર આપની આજ્ઞા હોય તો અંબાલાલ અત્રે આવવાના છે. અને આવ્યાથી મને સુવાણુ હોય તે હું બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવું. માટે આપની મરજી મુજબ લખશે. આટલું મેં પરમાર્થ અર્થે લખ્યું છે. તો આપને યોગ્ય ન લાગે તો માફ કરશે. હુ માફી માગું છું. બીજુ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ના અર્થો નહિ સમજાય તેવા કેઈ હશે તે અંબાલાલભાઈ આવ્યાથી સુવાણ હશે તો સમજીશ. એ જ હે કૃપાનાથ, કૃપા છે તેવી રાખશે. આ સેવકને એક આપને જ આધાર છે, એ જ,