________________
શ્રીયુત ભેગીભાઈ
ઇડરવાળા
પૂજ્ય ભાઈશ્રી પોપટલાલભાઈ મહેકમચંદના દેહવિલય પછી તેમના પુત્ર શ્રી ભેગીભાઈ વડવાતીર્થનો વહીવટ સંભાળતા હતા. તેમને પરમકૃપાળુ દેવ પ્રત્યે પ્રેમ તથા ભક્તિ બહુ જ છે. વડવામાં ઘણો વખત રહ્યા પછી તેમને એકાંતમાં રહેવાનો વિચાર થતાં ઇડરમાં રહેવાની ભાવના થઈ.
લીંબડીવાળા મનસુખભાઈ દેવશીના પુત્ર ગિરધરભાઈના સાથથી ઇડર ‘શ્રીમદ્ રાજચંદ્ર વિહારભુવન’ બંધાવ્યું. ત્યાં પરમકૃપાળુ દેવનાં પગલાંની સ્થાપના કરી. અત્યારે તેઓ એકાંતમાં રહીને ભક્તિભાવ કરી જીવનને સાર્થક કરી રહ્યા છે. તેઓશ્રીને પરમકૃપાળુ દેવની જન્મભૂમિ પ્રત્યે ઘણી પ્રીતિ–ભક્તિ છે. ‘રાજભુવન’ના ખાતમુહૂત વખતે તેઓની હાજરી હતી. પ્રતિષ્ઠા વખતે પણ તેઓ અગાઉથી હાજર રહ્યા હતા. સૌને સલાહસૂચના આપી ઉ૯લાસ ભાવમાં રહેવા પ્રેરણા કરતા હતા. તે વખતનો તેમના ઉત્સાહ ઘણો જ હતા.
પ્રભુનું જન્મસ્થાન તેઓને માટે અપૂર્વ વસ્તુ હતી. પ્રતિષ્ઠા ખૂબ આનંદથી ઉજવાઈ. પ્રતિષ્ઠા પછી તેઓ દર પૂનમે અહીં જન્મસ્થાનમાં આવી ઉલ્લાસપૂર્વક ભક્તિભાવ કરતા. છેલ્લાં આઠ વરસ થયા તબિયતના કારણે પૂનમ ઉપર આવી શકતા નથી. પણ શરીરની અનુકૂળતાએ વર્ષમાં એકાદ વખત જરૂર આવી જાય છે, તેથી સૌને ખૂબ આનંદ થાય છે. તેઓની ભક્તિમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થાઓ એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.