________________
wwwwwww
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૧૦૭
www કરી બતાવી છે. બાકી તો પ્રભુ ! મારી કસોટી તો ઘણી થાય છે. મારામાં કથા શક્તિ હતી કે એ કસોટીમાંથી હું પાર પામી શકું? આપ શક્તિ આપજે. હે પ્રભુ ! શું કરું તે સૂઝતું નથી. એક બાજુ પરમાત્માસ્વરૂપે પિતાને જન્મદિવસ કારતક સુદ ૧૫ ને રવિવાર–તે જ દિવસ ફરી આવ્યા અને તે જ દિવસે જ્યેષ્ઠ પુત્રનું સમાધિમૃત્યુ ! હે પ્રભુ ! મારા જેવાની આ કસોટી સામાન્ય કેટિની નથી. એક બાજુ ધજાઓ બાંધી છે, સવારથી બપોર સુધી ઢોલ-નગારાં વાગે છે, ને બીજી બાજુ અપરના પુત્રવિયોગના દુઃખના ધ્વનિ ! એક બાજુ જ્ઞાનમંદિરમાં ભક્તિની છોળો ઊછળે છે, ત્યારે એ જ જ્ઞાનમંદિર સામે સાંજના પુત્રને અગ્નિસંસ્કાર થાય છે ! જે રસ્તેથી પ્રભુની રથયાત્રા આવી તે રસ્તેથી પુત્રની સમશાનયાત્રા ગઈ! જેણે પ્રભુની પાલખી લીધી તેને પુત્રને ખાંધે લઈ અગ્નિસંસ્કાર કરવાનું સજા યુ'! હે પ્રભુ ! મુજ પામરનું શું ગજુ કે આ તારી અકળ ગતિ સમજું ? મારા નાથ ! આપ જ આ કસોટીમાંથી પસાર થવાનો રસ્તો દેખાડશો. હુ પામરનું મન કેમ ધીરજ રાખે ? પણ આપનાં વચને કેાઈ અનન્ય, અપૂર્વ એવી અદ્રષ્ટ શક્તિ આપતાં હોય તેવી મને અનુભૂતિ થાય છે. મારા પ્રભુ ! આપની કૃપાથી સંસારસમુદ્ર પાર ઊતરુ અને આપના ચરણોમાં આવીને સ્થિતિ કરુ' એ જ પ્રાર્થના કરું છું અને જાણે આપ મારી પ્રાર્થના સાંભળતા હો તેવી આંતરપ્રતીતિનો અનુભવ પણ કરું છું. મારી અકથ્ય વેદનાને જાણે તમે ભક્તિના આનંદમાં રૂપાંતર કરી ન હોય તેવી નિગૂઢ લાગણી અનુભવું છું.”