________________
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૯૫
દવા કરો તો સાવ મટી જાય. ચૈત્ર મહિનો આખો તમારે પનીર પીવું.” મેં કહ્યું, “હવે, એમ કરીશું.” પછી ગોપાળજીભાઈને કહ્યું, “તમે આમને માટે ખાવાનું કંઈ કર્યું ? ” ગોપાળજીભાઈ એ કહ્યું, “ભૈયો કરે છે.” પોતે કહે “ભૈયે ચા કરશે તે તેમને નહી ફાવે; તેમને ચા સારી જોઈશે.” મેં કહ્યું, “તમે કાંઈ ચિંતા કરો મા; મને ચાલશે.” “ જમવા માટે કેમ કરશો ? ” તેમણે પૂછયું. મેં કહ્યું, “કરી લઈશ.” તો ગોપાળજીભાઈ એ પૂછયું', ‘‘ બધાંની સાથે ચાલશે નહીં ? ” ત્યારે તેમણે કહ્યું, “ નકામું તેમનું મન દુખાય તેવું નહીં કરા.આમ વાતચીત થઈ એટલામાં ગોપાળજીભાઈને બહાર જવાનું થયું. આચાય આવ્યા. તેમને કહ્યું, “ ખાવાનું તમે બનાવી આપો.” આચાર્ય કહે, “ ભલે.” પણ મેં ના પાડી : “હું ચલાવી લઈશ,” એમ કહ્યું. પછી બ્રાહ્મણની લજમાંથી પોતે ભાણું મંગાવ્યું. આ પ્રમાણે કોઈ રીતે મારું મન ન દુભાય તેમ કરતા. પણ મારું મન તો કેન્દ્રિત થયું હતું તેમના વ્યાધિમાં. એ હું તેમને કઈ રીતે જણાવું?
પૂનમને દિવસે સાંજના શીત વળ્યાં, તેવી વેદનામાં પણ પોતે ક્ષમાપનાને પાઠ જ બોલતા હતા. પાછું એકમની રાત્રે તેવી જ રીતે થયું. મંદવાડ વધતો ગયો, વ્યાધિ ઘણો ભયંકર થતો જતો હતો. જયંતિલાલ, વિદ્યાબહેન, ભાઈ બુદ્ધિધન એ બધાં કરાંચી આવવા માટે ઉતાવળાં થયાં, પણ તેઓએ તેમ કરવાની તેમને ના પાડી : “ બધાંને હેરાન ન કરો. બધાં અહી' આવે તો ત્યાં રહેનારની શી સ્થિતિ ? ”” એમ કહી બોલાવવાની ના જ કહેતા.
પણ ભાઈ બુદ્ધિધન તેમની ના છતાં આવ્યા વિના ન રહી શકયા અને તે આવ્યા તે સારું કર્યું. મારા મનને પણ એમ થયા કરતું કે તે આવે તો ઠીક, પણ બધા ના પાડે એટલે હું’ શું બોલું? હું તો હૃદયની વેદના હૃદયમાં જ સમાવતી..
દર્દી પોતાનું કામ કર્યું જતું હતું અને પોતે તો પોતાનું લક્ષ આત્મશ્રેય પ્રત્યે જ રાખ્યું હતું. પોતે ‘પરમગુરુ નિગ્રંથ', ‘સર્વજ્ઞદેવ’, ‘ભગવાન”, “રામ” આ શબ્દો વારંવાર ઉચારતા તે મુજબ એક વાર ‘રામ’ કહ્યું ત્યારે મેં કહ્યું, “હે ભગવાન ! ”