________________
, શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન : : ૮૫
વિશેષમાં શ્રી પ્રભુ પરમકૃપાળુએ પ્રકાશેલા પરમાર્થમાગની પ્રભાવના થાય તે માટે તેમને રટણ રહેતું. પોતાનાં તનમન ધનને ભોગે પણ મુમુક્ષુજનાને રાજરસિક બનાવવાની તેમની અભિલાષા હતી. સં. ૨૦૧૨માં તેઓશ્રી વવાણિયા કેટલાક મુમુક્ષુ ભાઈ ઓ સાથે પધાર્યા હતા. તે વખતે તેઓશ્રી ત્યાં એક માસ રહ્યા હતા. તે સમયે સવાર, બપોર ને સાંજના એમની સાથેનાં સ્વાધ્યાયભક્તિથી સૌને ખૂબ જ ઉલ્લાસ થતો. તેમની વાણીમાં બહુ જ મધુરતા હતી. સૌ તેમને સાંભળવા આતુર રહેતા. પરમકૃપાળુ દેવના ચારિત્રની કથા એટલા પ્રેમપૂર્વક તેઓ કરતા કે સૌ તે રસમાં મુગ્ધ બની જતા અને અનન્ય આનંદ અનુભવતા. તે સમયમાં મારું ચિત્ત ઘણું જ પ્રસન્ન રહેતું. પૂ. બાપુભાઈના સત્સંગથી પ્રભુ પ્રત્યેની અનન્ય નિષ્કામાં, તેમના પરમાત્માપણામાં તેમ જ તેમના અપૂવ માહાત્મ્યમાં મારી વૃત્તિ ઉલ્લસિત થતી. એમની સૌજન્યશીલતાને કારણે હું મારા અંતરની વાત તેમને કહેતી. ગૂંચવણમાં કે કોઈ મૂંઝવણના પ્રસંગે તેમનું માર્ગદર્શન મને સહાયરૂપ નીવડતું, હૃદય હળવું થતું. આમ તેમણે મારા પ્રત્યે એક સાચા ધર્મબંધુ તરીકેની સહાનુભૂતિ દર્શાવી છે. આ પરમાર્થમાર્ગમાં તેઓ મને ખરા ‘વાતના વિસામા ’રૂપ બન્યા હતા. આ રીતે તેઓશ્રીને મારા પ્રત્યે ખરેખર ઘણો જ ઉપકાર થયો છે. તેમને વંદન કરીને જ સંતોષ માનું છું.