________________
“મોક્ષમાર્ગનું વડું ? પ. પૂ. ભાઈશ્રી પોપટલાલભાઈ
પરમ કૃપાળુ દેવશ્રીએ જેમને માટે ભવકૃપમાં ડૂબતા આત્માને ખેંચીને ઉપર લાવનાર દોરડાની ઉપમા આપી છે તેવા પૂ. પિપટલાલભાઈ પરમકૃપાળુ દેવના કૃપાપાત્ર અનેક મુમુક્ષુઓમાં એક ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરનાર, તેઓશ્રીના અનન્ય ભક્ત હતા. દેવશ્રીનું તેમને કાવિઠામાં દર્શન થયું. આમ તો તેમણે પૂ. દેવશ્રીને સં'. ૧૯૪૪માં અમદાવાદમાં જોયેલા. તે સમયે ભગુભાઈના વડામાં દેવશ્રીએ અષ્ટાવધાનનો પ્રયોગ કર્યો હતો. પણ તે પ્રસંગે પૂ. ભાઈશ્રીના હૃદયમાં શ્રીમદ્દ માટે કોઈ અસાધારણ ભક્તિભાવને ઉદ્રક થવા પામ્યો ન હતો.
તે તો બન્યું જ્યારે તેમણે પૂ. દેવશ્રીનાં ‘વચનામૃત’નું પાન કર્યું ત્યારે. ગોધાવીવાળા પૂ. શ્રી. વનમાળીભાઈ, કલોલના પૂ. શ્રી કુંવરજીભાઈ અને તેમનાં બહેન ઉગરીબહેનના પરિચયથી તેમણે આ “વચનામૃત”નો આસ્વાદ કર્યો. તેમ કરતાં જ આ લખનાર પુરુષ ‘સાચા ભગવાન–પરમ આપ્ત પુણ્ય છે” તેવી તેમને પ્રતીતિ થઈ. એ ભગવાનસ્વરૂપ પુરુષનાં દર્શનની અદમ્ય અભિલાષા પ્રગટી. પત્રવહેવાર કર્યો. આજ્ઞા મળી અને સં', ૧૯૫૪ની શ્રાવણ વદ બારશના રોજ શ્રી કાવિઠાક્ષેત્રે તેમણે શ્રી ભગવાનનાં દર્શન કર્યા'.
એ પ્રથમ દર્શને જ તેમનામાં સમર્પણભાવ પ્રગટવો અને શ્રી ભગવાનને ચરણે તેમણે પોતાનું સમગ્ર જીવન સમપી દીધું. ત્યાંથી અમદાવાદ તરફ જતી વેળાએ ત્યાં એકત્રિત થયેલા મુમુક્ષુઓ પ્રત્યે પૂ. દેવશ્રીએ કહ્યું : “મેક્ષમાગમાં આ પોપટભાઈ તમારે વડું' (દોરડું') છે.’’ પૂ. દેવશ્રીના આ શબ્દો પૂ. ભાઈશ્રીની ઉચ્ચ આમિક સ્થિતિના સૂચક છે.