________________
[ વૈરાગ્યવર્ષા
બીજાને ઘણું શીખવ્યું, આ પોતાને શીખવાના ટાણાં આવ્યા; ભેદજ્ઞાનના પ્રયોગ કરવાના ટાણાં આવ્યા છે. જેમ કસરત કરે છે ને! તેમ અત્યારે આત્મા ને શરીરના જુદાપણાની કસરત કરવાના ટાણાં આવ્યા; કહ્યું છે ને કે
૧૫૧
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किलकेचन । तस्यैवाभावतो बद्धाः बद्धा ये किलकेचन ।।
જેટલા સિદ્ધ થયા છે તે બધાય ભેદજ્ઞાનથી જ એટલે કે રાગથી ભિન્નતા ને ચૈતન્ય સાથે એકતા કરીને જ સિદ્ધ થયા છે.એના અભ્યાસના આ ટાણા આવ્યા છે.
પરમાણુની પર્યાયમાં તેના ઉત્પાદ્ વખતે ઉત્પાદ્ ને વ્યય વખતે વ્યય. આત્મા તેમાં શું કરે?-કાં જ્ઞાન કરે ને કાં અભિમાન કરે? શરીર અને આત્મા અત્યંત જુદા, એકબીજાને અડતા પણ નથી. આ શરીર તો માટીનું કલેવર ને ભગવાન આત્મા અમૃતનો પિંડ. અમૃતસ્વરૂપ ચૈતન્યઘન ભગવાન આત્મા પોતાને ભૂલીને મૃતક કલેવરમાં મૂર્છાણો!-એમ સ.ગા. ૯૬માં આચાર્યદેવે આ શરીરને (અત્યારે જ) મૃતક કલેવર કહ્યું છે.
અરે, આ તો નિવૃત્તિ મળી છે. વિશેષ સ્વાધ્યાય-વિચારનું ટાણું છે. અરે, આ તો શું વ્યાધિ છે? નરકની પીડા તો કેટલી? છતાં ત્યાં પણ વિચાર કરીને જીવો આત્માનું ભાન પામે છે. ભગવાન આત્મા ચૈતન્યમંદિર છે, તેના વિચારમાં કોણ રોકનાર છે?
માસ્તર કહે-: સાહેબ, ત્રણે પડખેથી મને તો વ્યાધિએ ઘેરો
ઘાલ્યો છે.
વૈરાગ્યવર્ધા ]
૧૫૨
ગુરુદેવ કહે-: અરે, પણ આ બીજી બાજુ આખો આત્મા બેઠો છે ને?-એ શુદ્ધ જ્ઞાન-આનંદના ચૈતન્ય સામર્થ્યથી ભરેલો મોટો વાઘ જેવો તે બકરાંને ભગાડી મૂકે. એની સામે જોતાં જ આ વ્યાધિનું લક્ષ ભૂલાઈ જાય. આવા તો કંઈક રોગ આવે ને જાય, તેનાથી જુદું પોતાનું સામર્થ્ય રાખીને ભગવાન આત્મા અંદર બેઠો છે એના વિચાર કરવા.
©
પ્રભુ એવું માગું છું જ
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે ચરણ કમળમાં ધ્યાન પ્રભુ એવું માગું છું. તારું મુખડું પ્રભુજી હું જોયા કરું, રાતદિવસ ભજન તારા બોલ્યા કરું,
શ્વાસે શ્વાસે રહે તારું નામ....પ્રભુ એવું માગું છું....
મારા પાપ ને તાપ સમાવી દેજો,
તારા ભક્તને શરણમાં રાખી લેજે.
રહે અંત સમય તારું ધ્યાન...પ્રભુ એવું માગું છું....
મારી આશા નિરાશા કરશો નહિ,
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ. આપી દેજે સમિતના દાન...પ્રભુ એવું માગુંછું... નિર્વિકલ્પ દશામાં છૂટે પ્રાણ....પ્રભુ એવું માગું છું.