SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ [ વૈરાગ્યવર્ધા [૩] શરીર તો અચેતન-પુદ્ગલનો પિંડ છે; હું તેનો કર્તા કે આધાર નથી; એનો મને પક્ષપાત નથી; તેનું થવું હોય તે થાઓ....હું તો મારામાં મધ્યસ્થ છું. (ત્રીજું સપ્તાહ, તા. ૧૩-૧૦-૬૩ થી તા. ૧૯-૧૦-૬૩) શ્રી માસ્તરને મહાવિદેહ સંબંધી સ્વપ્ન આવેલ; તે ઉપરથી ગુરુદેવે કહ્યું : આ શરીર તો હવે ઘસારા ઉપર છે એ ખ્યાલમાં રાખવું ને આખો દિવસ સારા વિચાર રાખવા. સ્વર્ગમાં જઈને ભગવાન પાસે જવું છે એવી ભાવના રાખવી. ઘણા વખતથી જે સ્વાધ્યાય કરી છે તેના વિચાર કરવા. આજે વ્યાખ્યાનમાં આવ્યું હતું કે આસવને તોડી પાડનારો આ ધનુર્ધર-સમ્યગ્દષ્ટિબાણાવળી ભેદજ્ઞાનના ટંકાર કરતો ફડાક-ફડાક દેહ-મન-વાણીને અને રાગને ભેદીને આત્માથી ભિન્ન કરે છે. આવા ભેદજ્ઞાનનો વારંવાર વિચાર કરવો. ધનુષ્યના ટંકાર કરતો ભગવાન આત્મા જાગ્યો ત્યાં રાગ ભાગ્યો...દેહ તો ક્યાંય બહાર રહી ગયો! દેહ ચીજ જ જુદી છે; તેને ને તારે શું સંબંધ છે? બીજે દીવસે ગુરુદેવ પધારતાં માસ્તરે કહ્યું : કોટિ કોટિ નમસ્કાર ! મિથ્યાત્વ-અંધકારનો નાશ કરનાર ગુરુદેવનો જય હો. ગુરુદેવે કહ્યું : શરીર નબળું પડતું જાય છે પણ આત્મામાં સબળાઈ રાખવી. આત્મામાં સબળાઈ છે તેનો (-આત્માની અનંત શક્તિનો) વિચાર કરવો, ને દેહની આડે ભિન્નતાની પાળ બાંધી દેવી. અંદર વૈરાગ્યવષ ] ૧૫૪ ચૈતન્યબાદશાહ બિરાજે છે તે મહા ચૈતન્ય પરમેશ્વર છે, તેના વિચાર-મનન કરવા. બહારનો ખોરાક તો આત્માનો નથી. આત્મા નિત્યાનંદ ભોજી છે...જે ભેદજ્ઞાન છે તે સદાય આનંદનો સ્વાદ લેનારું છે. એ જ આત્માનું સાચું ભોજન છે-આ નહિ. જુઓ, આ ધનતેરસનું ભોજન. શરીર તો જે છે તે છે. અંદર ભગવાન આત્મા આનંદનો દરિયો છે. આનંદ આત્મામાં છે તેની રુચિ અને વિશ્વાસ ઘૂટવા જોઈએ. આત્માને અને આસવ ભાવોનેય જ્યાં એકતા નથી ત્યાં દેહ સાથે તો એકતાની વાત જ શી? (આસો વદ અમાસ :) આજે દીવાળી છે. આત્માની દીવાળી કેમ કરવી? કે આત્માના સ્વ-કાળને અંદરમાં વાળીને સમ્યક શ્રદ્ધાજ્ઞાનના દીવડા પ્રગટાવવા તે ખરી દિવાળી કહેવાય; આત્મા પરઘરમાં જાય છે તેને સ્વઘરમાં લાવવો તે દીવાળી. જુઓને, આજે ભગવાન મહાવીર મોક્ષમાં પધાર્યા...હવે સમશ્રેણીએ જે સ્થાનમાં ગયા ત્યાં સિદ્ધાલયમાં સાદિ-અનંતકાળ સુધી...અનંતકાળ સુધી એક જ સ્થાનમાં પૂર્ણાનંદપણે એમને એમ રહેવાના. સંસારભ્રમણમાં તો ઘડીકમાં અહીં ને ઘડીકમાં બીજી ગતિમાં, -અહીંથી ત્યાં ભ્રમણ થતું, એક સ્થાને સ્થિરતા ન હતી; હવે આત્મા પોતામાં પૂરો સ્થિર થતાં બહારમાં પણ સાદિ-અનંત એક જ ક્ષેત્રે સ્થિર રહે છે : ‘અપૂર્વ-અવસર’ની ભાવનામાં પણ આવે છે ને? કે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો... -આવું યાદ કરીને ભાવના તેની ભાવવા જેવી છે. આ શરીર
SR No.009234
Book TitleVairagya Varsha
Original Sutra AuthorN/A
AuthorJitendra Nagardas Modi
PublisherJitendra Nagardas Modi
Publication Year1995
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy