________________
૧૫૦
૧૪૯
[ વૈરાગ્યવર્ધા અંદર એકલો અબંધસ્વરૂપ છે. અંતર્મુખ થઈને તેમાં જેટલો રોકાયા તેટલો જ લાભ છે, શુભાશુભ વિકારમાં રોકાયેલો છે તેટલું નુકશાન છે. બાકી તો બહારમાં જેમ છે તેમ છે. આ શરીરની સ્થિતિ જુઓ ને! સંસાર એવો જ છે. પણ વસ્તુ તારાથી તદ્દન જુદી, તેમાં તું શું કરે?
શરીર નબળું પડ્યું......પણ જે આપણી સામું થાય, જે આપણું ધાર્યું ન કરે તેના સામે શું જોવું? આ શરીર તો આડોડિયું છે. એ તો ઊંટના અઢારે અંગ વાંકા જેવું છે. એની તો ઉપેક્ષા કરવા જેવી છે કે જા, તારા સામે હું નથી જોતો! જેમ ઘરમાં કોઈ સામું થાય, આડોડાઈ કરે તો તેની સાથે વ્યવહાર શું કરવો? તેને ઘરમાં કોણ રાખે? તેમ શરીર તો આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળું છે, એ ઘડીકમાં ફરી જાય ને આડું ચાલે, એની સાથે સંબંધ શું કરવો? એનું લક્ષ તોડી નાખવું. અંદર રાગ રહિત આત્મા ચૈતન્યસૂર્ય બિરાજે છે તેની સામે જો. દેહની અનુકૂળતામાં કે રાગમાં આનંદ માને છે તે તો દુઃખ છે; ચૈતન્યસ્વભાવ આનંદરૂપ છે તેનું લક્ષ
વૈરાગ્યવષ ] પણ ભાઈ! જ્યાં તારા શરીરના પરમાણુ ફરવા માંડ્યા ત્યાં તેને કોણ રોકે? કાં જ્ઞાતા રહીને જાણ...ને કાં વિકલ્પ કરીને દુઃખી થા. પોતાના અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે ગુણો પોતામાં પ્રણમી રહ્યા છે; તેનો બરાબર વિચાર કરવો. શરીરનું થવાનું હશે તે થયા કરશે. - પૂજ્ય બેનશ્રીબેન પધારતાં માસ્તરસાહેબે પ્રસન્નતાથી કહ્યું: પધારો માતા! અમે તો આપનાં બાળક છીએ. પૂજ્ય બેનશ્રીબેને બંનેએ કહ્યું-: માસ્તર, તમે તો ગુરુદેવના શરણમાં ઘણા વર્ષો જીવન ગાળ્યું છે; દેવ-ગુરુનું ને આત્માનું સ્મરણ કરવું. ભાવના સારી રાખવી. રોગ તો અનેક જાતના આવે, સનતકુમાર ચક્રવર્તી જેવાનેય કેવા રોગ આવ્યા હતા! પણ આત્મામાં રોગ કયાં છે ? રોગ પરદ્રવ્ય છે. મારો આત્મા ચૈતન્ય છે, જ્ઞાન-આનંદનો પિંડ છે- એવું રટણ કરવું. આ તો વિચાર-મનન કરવાનું ટાળ્યું છે, તેનો પ્રયત્ન કરવો. આનંદમાં રહેજો ને આત્માનું સ્મરણ કરજો. ગુરુદેવે ઘણું સંભળાવ્યું છે.
માસ્તર કહે : મારું મન ગુરુદેવના શરણમાં છે; ગુરુદેવે ઘણું આપેલ છે. બીજે દિવસે ગુરુદેવ પધારતાં માસ્તર કહે : સાહેબ, આપના બતાવેલા પંથે ઠેઠ સુધી પહોંચવું છે. ગુરુદેવ કહે : અંદર બરાબર વિચાર કરવો. આત્માના વિચારમાં રહેવું. આત્મા પુણ્ય -પાપથી ભિન્ન ને દેહથી ભિન્ન એકલો ચૈતન્યકંદ આનંદધામ છે. બસ, એકલો....એના જ વિચાર, વિચાર ને વિચાર, ‘કર વિચાર તો પામ!'-આત્મસિદ્ધિમાં કહ્યું છે ને?
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ;
બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. -આવા વિચાર-મનન કરે એ બધું સાથે લઈને જાય.
ગુરુદેવની આ વાત સાંભળીને માસ્તરસાહેબે પ્રમોદથી જયકાર કર્યો હતો.
શુદ્ધ જ્ઞાનરૂપી આત્મા આ દેહદેવળમાં સંતાણો છે. ભાવનગરના ભાવસિંહજી દરબારનો દાખલો આપીને ગુરુદેવે કહ્યું કે છાતીમાં બળખો ચોંટી જાય તેને બહાર કાઢવાની આત્માની શક્તિ નથી. ડૉકટરને ઘણું કહે કે એ દાક્તરસા'બ! આ છોકરાવ નાના છે, એને એની માએ તો મૂક્યા છે ને આ બાપ વિનાના રઝળી પડશે હો! આ છાતીમાં એક બળખો છે તે કાઢી ધો ને!