________________
વિભક્ત છે. એક છે સાધુ બનીને સંપૂર્ણપણે આત્મસાધના કરવાનો માર્ગ, બીજો છે, ગૃહસ્થ જીવનમાં રહીને ગ્રંથાશક્ય આત્માસાધના કરવાનો માર્ગ, પ્રથમ માર્ગને સર્વવિરતિ (સાધુ ધર્મ) કહે છે. બીજા માર્ગને દેશવિરતિ (ગૃહસ્થ ધર્મ) કહે છે.
સર્વવિરતિ એટલે તમામ પ્રકારના પાપોનો મન, વચન અને કાયાથી સદાય, સર્વત્ર અને સર્વથા ત્યાગ, પાપ પોતે તો કરવાનું નહિ જ બીજા પાસે કરાવવાનું નહિ અને બીજો કોઈ પાપ કરતો હોય તો તેનું સમર્થન પણ કરવાનું નહિ.
દેશવિરતિ એટલે પાપનો મર્યાદિત, શક્તિ પ્રમાણ ત્યાગ,
અહીં ધર્મ એટલે ચોક્કસ આચારસંહિતા. સાધુ અને સાધ્વી માટે સાધનાની આચાર-સંહિતા એટલે સર્વવિરતિ ધર્મ, શ્રાવક અને શ્રાવિકા માટે સાધનાની આયારસંહિતા એટલે દેશવિરતિ ધર્મ. ગૃહસ્થ અને સાધુ માટે ધર્મ સાધનાની ભૂમિકા દ્વારા આ બે ભેદ કરવામાં આવ્યા છે.
સર્વવિરતિ ધર્મ (સાધુ ધર્મ)
સ્ત્રી કે પુરુષ ઘરસંસારનો ત્યાગ કરીને જૈન ધર્મની દીક્ષા લે છે ત્યારે એ પુરુષ સાધુ, શ્રમણ કે મુનિ કહેવાય છે અને સ્ત્રી દીક્ષા લે છે ત્યારે તેને સાધ્વી, શ્રમણી કે આર્યો કહેવાય છે. જૈન સાધુ કે જૈન સાધ્વી બનવા માટે પાંચ મહાવ્રત (વિશિષ્ટ પાંચ પ્રતિજ્ઞાઓ) અંગીકાર કરવાં અનિવાર્ય હોય છે.
પાંચ મહાવ્રત
૧. પ્રાણાતિપાત વિરમણ (અહિંસા)
૨. મૃષાવાદ વિરમણ (સત્ય)
૩. અદત્તાદાન વિરમણ (અૌર્ય-ચોરીનો ત્યાગ)
૪. મૈથુન વિરમણ (બ્રહાચર્ય)
૫. પરિગ્રહ વિરમણ (અપરિગ્રહ)
મુમુક્ષુ દીક્ષા લેતા સમયે આ મહાવ્રતોને અંગીકાર કરતાં કહે છે:
‘હે ભગવંત! હું સર્વપ્રકારની હિંસાનો ત્યાગ કરવાનો નિયમ લઉં છું. હું સર્વ પ્રકારના અસત્યનો ત્યાગ કરવાનો નિયમ લઉં છું. હું તમામ પ્રકારની ચોરી નહિ કરવાનો નિયમ લઉં છું. હું તમામ પ્રકારના ભોગોનો ત્યાગ કરવાનો નિયમ લઉં છું. હું બધા જ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવાનો નિયમ લઉં છું.’
હે ભગવંત! હું મનથી, વચનથી કે કાયાથી હિંસા, અસત્ય, ચોરી, ભાગવિલાસ તેમજ પરિગ્રહનું સેવન જાતે કરીરા નહિ, બીજા પાસે કરાવીશ નહિ, તેવું જે કોઈ કરતું હી તેનું સમર્થન પણ કરીશ નહિ. હે ભગવંત! આ પાંચેય મહાવ્રતનું આજીવન પાલન કરવાની હું પ્રતિજ્ઞા લઉં છું. આ પાંચ મહાવતનું સ્વીકાર કરનાર પુરુષને પુરુષને સાધુ-શ્રમણ-મુનિ કહે છે અને સ્ત્રીને સાધ્વી-શ્રમણી-માર્યા કહે છે. જૈન સાધુ-સાધ્વીએ આ પાંચ મહાવ્રતનું કડક પાલન કરવાનું હોય છે.
* જૈન સાધુ-સાધ્વી ક્યારે પણ કોઈ જીવની હિંસા નથી કરતા, નથી કરાવતા અને હિંસાના કૃત્યોની અનુમોદના પણ કરતા નથી. કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે તેવી ઢબે તેઓ પોતાનું જીવન જીવે છે.
હું ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેઓ જુઠું નથી બોલતો. હસી-મજાકમાં, ડરથી, લાલચથી, ગુસ્સાથી કે છળકપટથી પણ અસત્ય બોલતા નથી.
* માલિકની મંજુરી વિના તણખલું કે સળી સુદ્ધાં પણ નથી લેતાં.
♦ બ્રહ્મચર્ય વ્રતના પાલન માટે તેમને નાના-મોટાં એક થી વધુ નિયમોનું ચોક્સાઈ અને ચુસ્તતાથી પાલન કરવાનું હોય છે. સાધુઓ માટે સ્ત્રીનો સ્પર્શ અને સાધ્વી માટે પુરુષનો સ્પર્શ ત્યાજ્ય છે. નાનો બાબો હોય કે નાની બેબી હોય, પણ તેમના માટે વિજાતીય સ્પર્શનો નિષેધ છે. મનની વૃત્તિ અને વિકારોને દેખીતી રીતે ઓળખી શકાતા નથી. વિજાતીય સ્પર્શ પાછળ લોલુપ વૃત્તિ હોય પણ ખરી અને ન પણ હોય. વિજાતીય સ્પર્શમાં એ વૃત્તિને સંકોરવાની પૂરી સંભાવના રહેલી છે. આથી મનોવિજ્ઞાનને લક્ષ્યમાં રાખીને નાની વયના બાબા-બેબીના સ્પર્શની પણ મનાઈ મૂકવામાં આવી છે. અજાણતા એવો સ્પર્શ થઈ જાય તો એના માટે એમણે પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. આ સખ્તાઈભર્યા નિયમો પાછળ ચંચળ મનને જરીયે છૂટ નહી આપવાનું લક્ષ્ય રહેલું છે. મનને જો જરીક છૂટ આપી તો પછી એ વધુને વધુ છૂટછાટ લેશે. આમ મર્યાદાને ઓળંગી જશે.
* જૈન સાધુ-સાધ્વીઓ આત્માસાધના માટે અનિવાર્ય જરૂર જેટલાં જ વસ્ત્ર અને પાત્ર રાખે છે. પાસે પૈસા રાખતા નથી. સ્થાવર કે જંગમ કોઈપણ પ્રકારની મિલ્કત તેઓ રાખતા નથી.
७