________________
પાંચ મહાવ્રત ઉપરાંત અન્ય કેટલીક વિશિષ્ટ જીવનચર્યા અને નિયમોથી જૈન સાધુ-સાધ્વીઓ અન્ય ધર્મ-સંપ્રદાયના સાધુ-સાધ્વીઓથી અલગ અને આગવાં તરી આવે છે. કેટલીક મુખ્ય વિશિષ્ટતાઓ આ પ્રમાણે
:
વિશિષ્ટ નિયમો
જૈન સાધુ-સાધ્વી સૂર્યાસ્ત થયા પછી ન તો પાણી પીએ છે, ન તો ભોજન લે છે, સવારે ઊઠીને તરત પણ ભોજન-પાણી લેતાં નથી. સૂર્યોદય થયા પછી અડતાલીસ મિનિટ વીતી ગયા બાદ જ પાણી કે ભોજન લે છે. જીવનભર તેઓ રાત્રિોનો ત્યાગ કરે છે. રાતે પાણી પણ પીતા નથી.
ગોચરી (ભિક્ષાચર્યા)
જૈન સાધુ-સાધ્વી ખાવા-પીવા માટે પોતે રાંધતા નથી, બીજા પાસે ગંધાવતા પણ નથી. ભોજન-પાણી માટે તેઓ ઘરે ઘરે જઈને ભિક્ષા લે છે. ગાય જેમ ટૂંક ઠેકાણે ફરીને ચારો ચરે છે તેમ તેઓ એકથી વધુ ઘરેથી ભિક્ષા લે છે. આથી તેમની ભિક્ષાને ગોચરી કહે છે.
જૈન સાધુ-સાધ્વીઓ દરેક ઘરેથી થોડાક પ્રમાણમાં જ ભિક્ષા લે છે. આ ભિક્ષા પણ તેઓ ઠ રસડામાં કે રસોઈ મૂકવાના સ્થળ પાસે જઈને ગ્રહણ કરે છે. આમ કરવાનો હેતુ આ છે કે એક જ ઘરેથી જોઈતી બધી ભોજન-સામગ્રી ગ્રહણ કરે તો સામી વ્યક્તિને નવેસરથી રસોઈ બનાવવાનો વારો આવે. આમ પોતાના નિમિત્તે સામી વ્યક્તિને ચૂલો સળગાવવા વગેરેની જીવહિંસા કરવી પડે. પોતે કોઈના પાપના નિમિત્ત ન બને તેથી તેઓ દરેક ઘરેથી થોડાક પ્રમાણમાં ભિક્ષા ગ્રહણ કરે છે. એઓ ઘરની બહાર ઉભા રહીને ભિક્ષા નથી લેતા પણ જ્યાં રસોઈ બનતી હોય કે પડી હોય ત્યાં સુધી જઈને સ્વયં નિરીક્ષણ કરીને ભિક્ષા ગ્રહણ કરે છે, જેથી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. વળી એઓ આપનારની ઇચ્છા ઉપરાંત પણ નથી લેતાં.
દરેક ઘરમાંથી શું ખાન-પાન લેવાં? કેટલાં લેવાં? ક્યારે લેવાં? વગેરેની તેમના માટે એક ચોક્કસ પ્રકારની આચાર સંહિતા છે. ગોચરી લેવા જતા સમયે ૪૨ અને ગોચરી કરતા સમયે ૫-એમ કુલ ૪.૭ બાબાની તેમને સાવધાની-કાળજી રાખવાની હોય છે
આ ગોચરી તેઓ લાકડાંના બનેલાં પાત્રમાં લે છે અને તેમાં જ તેઓ ભોજન-પાણી કરે છે. કા-પાત્રને પાતરાં કહેવાય છે.
તેઓ હંમેશા જીવનભર ઉકાળેલા પાણીનો ઉપયોગ કરે છે. કાચું પાણી કદી વાપરતાં નથી કે એનો સ્પર્શ પણ કરતાં નથી.
કેટલાક સાધુ-સાધ્વીઓ તો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતા હોય છે. કેટલાક તો દિવસ્ટના દિવસો સુધી, મહિના મહિનાના પણ ઉપવાસ કે આયંબિલ આદિ તપ કરતા હોય છે. મસાલા-મિષ્ટાન્ન વિનાનું લૂખું-સુકું એક ટંકનું ભોજન કરતા હોય છે. એવા એક ટૂંકી ભોજનને ‘આયંબિલ’ કહે છે. તેઓ દિવસમાં એકવાર એક જ સ્થાને બેસીને ભોજન કરે છે. આજે પણ આવા લાગલગાટ મહિનાઓ સુધી આયંબિલ કરનારા સાધુ સાધ્વીજી મોટી સંખ્યામાં છે.
જીવનયાત્રા
* જૈન સાધુ-સાધ્વી માથે છત્ર કે છત્રી નથી રાખતા. તેમનું માથું અને પગ ઉંઘાડા હોય છે. બૂટ-ચંપલ ક્યારેય પહેરતાં નથી. કોઈપણ પ્રકારના વાહનનો ઉપયોગ કરતા નથી. એક સ્થળેથી બીજા સ્થળે તેઓ ઉઘાડા પગે જ ચાલીને જાય છે. ઉનાળો હોય કે શિયાળો, રસ્તો સરળ હોય કે કાંટાળો પણ જીવનભર તેઓ પદયાત્રા કરતા જ પ્રવાસ કરે છે. તેમના પ્રવાસર્ન વિહાર' કહે છે.
ચોમાસાના ચાર મહિના ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ સુદ ૧૪થી કારતક સુદ ૧૪ સુધી એક સ્થાને સ્થિરવાસ કરે છે. ચોમાસામાં ક્યાંય વિહાર કરતા નથી. બાકીના આઠ મહિના તેઓ ધર્મોપદેશ આપતા ગામાનુગામ વિહાર કરે છે.
* જૈન સાધુ-સાધ્વી દીક્ષા લીધા પછી એમના શાસ્ત્રીય નિયમ પ્રમાણે જાતે કે હજામ પાસે વાળ કપાવતા નથી કે દાઢી કરાવતા નથી. વરસમાં બે વખત અથવા એક વખત અચૂક, પર્યુષણ પર્વની પૂર્વ સંધ્યાએ પોતાના માથાના અને દાઢીના વાળ પોતાના હાથથી ખેંચી કાઢે છે અથવા બીજાઓ પાસે ખેંચી કઢાવે
છે. આ ક્રિયાને ‘કેશલૂંચન’ કે ‘લોચ’ કહેવાય છે. જૈન સાધ્વીઓ પણ વરસમાં એકવાર કે બે વાર પોતાના
માથાના વાળનો ‘લોચ’ કરે છે અથવા કરાવે છે.
८