________________
૧. એકદમ સુખદ (સુષમ સુષમાં કાળ) ૨. સુખદ (સુષમાં કાળ) ૩. સુખદ-દુ:ખદ (સુષમ-દુષમા કાળ) ૪. દુ:ખદ-સુખદ (દુષમ-સુષમાં કાળ) ૫. દુ:ખદ (દુષમ કાળ)
૬. દુ:ખદ જ દુ:ખદ (દુષમ-દુષમા કાળ) આજે આપણે સૌ અવસર્પિણી-પડતી-કાળના દુ:ખદ નામના પાંચમા કાળખંડ/આરામાં જીવી રહ્યા છીએ.
તીર્થ અને તીર્થકર. જૈનોના પૂજ્ય, શ્રદ્ધેય, આરાધ્ય અને દેવાધિદેવ તીર્થકર છે. તીર્થકર એટલે તીર્થની સ્થાપના કરનાર. તીર્થનો વિશિષ્ટ અર્થ છે સંઘ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ સંયુક્ત ચારને સંઘ કહે છે. આ ચારેયની સાધના-માર્ગની વ્યવસ્થાનું નિર્માણ કરનાર તીર્થકર કહેવાય છે.
તીર્થકર જ્યારે દેહભાવથી મુક્ત બની જાય છે, વિદેહ બને છે, મોક્ષમાં ચાલ્યા જાય છે–ત્યાર બાદ ફરી એમનો આત્મા સંસારમાં આવીને દેહ ધારણ નથી કરતો કે અવતરતો નથી. જૈન ધર્મ અવતારવાદનો નમ્રતાપૂર્વક ઈન્કાર કરે છે. પણ આ જ સંસારના અન્ય વિશિષ્ટ આત્માઓ સાધના-આત્મસાધના કરીને તીર્થંકર પદ સુધી પહોંચે છે. તીર્થકર બને છે. એકવાર આત્મા કર્મોના બંધનથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા પછી ફરી ક્યારેય કર્મોથી બંધાઈ ના શકે. માટે ન તો એ સંસારી બને કે ન સંસારમાં ફરી આવે.
દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ૨૪-૨૪ તીર્થકર થાય છે. આ કાળચક્રમાં ૨૪ તીર્થંકરો થયા છે. શ્રી ઋષભદેવે સર્વપ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આ અવસર્પિણી કાળના તે પ્રથમ તીર્થંકર છે. વર્તમાન કાળચક્રના ચરમ-ચોવીસમાં તીર્થંકરનું નામ છે: શ્રમણ ભગવાન મહાવીર.
ચોવીસેય તીર્થકરોએ પોત-પોતાના સમયમાં તીર્થની સ્થાપના કરી અને ધર્મ-સાધના માટે સુરેખ અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા-આ ચારે માટેની આચાર-સંહિતાનું તેમજ અનેકાન્તમયી વિચારધારાનું નિરૂપણ અને પ્રતિપાદન કર્યું. જૈન ધર્મનું મૌલિક રૂપ-સ્વરૂપ ભગવાન શ્રી ઋષભદેવથી માંડીને ભગવાન શ્રી મહાવીર સુધી એકસરખું રહ્યું છે.
ધર્મનું અંતિમ સાધ્ય મુક્તિ/મોક્ષ/નિર્વાણ છે. મુક્તિ પ્રાપ્ત કરવાના સાધન છે. અહિંસા, સત્ય ઇત્યાદિનું આચરણ. આ આચરણમાં માત્રાભેદ જરૂર થયો છે, પરંતુ સ્વરૂપ ભેદ કોઈપણ તીર્થકરના કાળમાં થયો નથી. ભગવાન શ્રી ઋષભદેવે શાશ્વત સત્યનો જે ઉપદેશ આપ્યો તે જ ઉપદેશ શ્રમણ ભગવાન મહાવીરે આપ્યો. તીર્થકરોનો આ સનાતન સત્યનો ઉપદેશ વિવિધ સમયે નિર્ચન્થપ્રવચન, જિન-વાણી, આહત્ ધર્મ, વીતરાગ ધર્મ અને જૈન ધર્મ વગેરે નામાભિધાન પામ્યો. તીર્થંકર ઉપદિષ્ટ ધર્મ આજે ‘જૈન ધર્મ' નામે લોક વિખ્યાત છે.
ભગવાન મહાવીર આ અવસર્પિણી કાળના અંતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરના ગૌતમ બુદ્ધ, સોક્રેટીસ, લાઓત્સ, કર્યુશ્યસ આદિ દાર્શનિકો સમકાલીન હતા. ભગવાન મહાવીરનો જન્મ ભારતીય તિથિ મુજબ ચૈત્ર સુદ તેરસના રોજ સોમવારે, દિનાંક ૨૭મી માર્ચ ૧૯૯ ઈ.સ. પૂર્વે, આજના બિહાર રાજ્યના ક્ષત્રિય કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમનું સંસારી નામ વર્ધમાન હતું.
૩૦ વરસની ઉંમરે તેમણે ઘરસંસાર અને રાજપાટનો ત્યાગ કરીને કારતક વદ ૧૦ના સોમવારે, દિનાંક ૨૯ ડિસેમ્બર ૫૬૯ ઈ.સ. પૂર્વે દીક્ષા લીધી. સાડા બાર વરસની ઉગ્ર આભાસાધનાના ફળ સ્વરૂપે તેમને વૈશાખ સુદ ૧૦ના રવિવારે, દિનાંક ૨૩મી એપ્રિલ પપ૭ ઈ.સ. પૂર્વે કેવળજ્ઞાન-પરિપૂર્ણ જ્ઞાન ઉપલબ્ધ થયું. તે કેવળજ્ઞાની અને વીતરાગ બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્તિના બીજે દિવસે વૈશાખ સુદ ૧૧ના રોજ સોમવારે ૨૪મી એપ્રિલ પપ૭ ઈ.સ. પૂર્વે ધર્મતીર્થની/ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. આમ કરીને તેમણે સમસ્ત વિશ્વને આત્મ-સાધનાનો બહુઆયામી અને પ્રશસ્ત રાહ બતાવ્યો. એ સંઘવ્યવસ્થા આજે પણ ચાલુ છે. આસો વદ અમાસના રોજ મંગળવારે દિનાંક ૧૫મી ઓકટોબર ૨૨૭ ઈ.સ. પૂર્વે ભગવાન મહાવીર મહાનિર્વાણ પામ્યા. સિદ્ધ, બુદ્ધ અને સકળ કર્મબંધનોથી સર્વથા મુક્ત થયા.
સાધનાનો રાજમાર્ગ શ્રી જિનેશ્વર ભગવંતોએ બતાવેલ સાધનામાર્ગ વ્યક્તિની શક્તિ અને ક્ષમતાની અપેક્ષાએ બે ભાગમાં