________________
તસવીરો છાપવી, તેમના સિક્કા બનાવવાની પ્રથા આજે પ્રચલિત બની છે.
દિગમ્બર
વિક્મની બીજી સદીમાં સવસ્ત્ર અને નિર્વસ્ત્ર-સાધનાના પ્રને પ્રચંડ વિવાદ થયો અને આજ સુધીની ચાલી આવતી જૈન એક્તામાં ઊભી તિરાડ પડી. વીર નિર્વાણ સં. ૬માં આ વિવાદનું નિર્ણયાત્મક પરિણામ આવ્યું. જૈન ધર્મ બે સંપ્રદાયમાં વિભક્ત બન્યો. બીજો સંપ્રદાય તે દિગમ્બર સંપ્રદાય બન્યો. આર્ય શિવભૂતિએ તેને વ્યવહારિક રૂપ આપ્યું.
આ સંપ્રદાયની કેટલીક માન્યતાઓ આ પ્રમાણે છેઃ મુક્તિની સાધના માટે નગ્નત્વ અનિવાર્ય છે. તેઓ સ્ત્રી મોક્ષ મેળવી શકતી નથી. કેવળજ્ઞાની આહાર-પાણી ગ્રહણ કરતા નથી. શ્વેતામ્બર સંમત ૪૫ આગમાંની તેઓ અસ્વીકાર કરે છે. શ્રી કુંદકુંદાચાર્ય રચિત ગ્રંથોને તેઓ પરમાગમ માર્ગ છે. તેમના સાધુઓ મગ્ન રહીને આત્મસાધના કરે છે. તેઓ હાથમાં લાકડાનું કમંડળું અને મોરપીંછ રાખે છે. હાથના ખોબામાં જ આહાર લે છે. મંદિર અને મૂર્તિમાં તેઓ શ્રદ્ધા ધરાવે છે, પરંતુ મૂર્તિની વિવિધ દ્રવ્યોથી પૂજા-આંગી કરતા નથી.
થોડાક વિચાર અને આચાર ભેદથી આ સંપ્રદાય પણ તારણપંથી, તેરાપંથી, વીસપંથી જેવા ઉપ-સંપ્રદાયમાં વિસ્તરીત છે.
વ્યાવહારિક, વૈચારિક અને આચાર વિષયક પાયાના મતભેદો હોવા છતાંય આ બધાંજ જૈન સંપ્રદાયો સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અનેકાન્તવાદ, આત્મવાદ, કર્મવાદ તેમજ વિશ્વવ્યવસ્થા વગેરે મૂળભૂત સિદ્ધાંતોમાં એકમત છે.
માહિતી
પ્રસ્તુત પુસ્તકમાં જૈન ધર્મના આચાર, વિચાર અને વ્યવહારની તેમજ તેની સંઘવ્યવસ્થા અને તેના ઇતિહાસની માત્ર આછેરી સમજ આપવામાં આવી છે. જિજ્ઞાસુઓને તે દરેકના વિશદ્ અધ્યયન માટેના નિમ્નોતિ ગ્રંથો ઉપયોગી બનશે.
તત્ત્વજ્ઞાન
૧. નવતત્ત્વ માટે જીવવિચાર, નવતત્ત્વ, તત્ત્વાર્થસૂત્ર, પ્રશમરતિ વગેરે. ૨. કર્મવાદ માટે કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ, તત્ત્વાર્થસૂત્ર વગેરે.
૩. લેયા માટે ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર, લેસ્પા કોષ વર્ગરે.
૪. જ્ઞાન માટે નંદીસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર વગેરે.
૫. સમ્યક્ત્વ માટે સમ્યક્ત્વ સપ્તતિકા, ભગવતીસૂત્ર, તત્ત્વાર્થસૂત્ર વગેરે.
૬. પુનર્જન્મ માટે વિશેષાવશ્યભાષ્ય વગેરે.
સાધના-સંહિતા:
૧. વર્તા માટે શ્રાવક પ્રાપ્તિ, ધર્મસંગ્રહ, ધર્મબિન્દુ, શ્રાદ્ધવિધિ પ્રકરણ, પંચાશક, ધર્મરત્ન પ્રકરણ વર્ગરે
૨. નવપદ માટે શ્રીપાળ રાજાનો રાસ, સિરસિરિવાલ કહા વગેરે.
૩. ભાવના માટે શાંતસુધાસ, પોશક વગેરે.
૪. ભાવના માટે શાંતસુધારસ, થોડાક વગેરે.
૪. ધ્યાન માટે ધ્યાનશતક, યોગશાસ્ત્ર, યોગબિન્દુ, યોગદ્રષ્ટિ સમુચ્ચય, જ્ઞાનસાર વગેરે.
૫. પૂજા-ભક્તિ માટે શક્રસ્તવ, લલિતવિસ્તરા, ભગવતીસૂત્ર વર્ગરે.
પ્રકીર્ણ
૧. સંઘવ્યવસ્થા માટે વ્યાપ્તતિકા વર્ગ.
૨. વિશ્વવ્યવસ્થા માટે લોકપ્રકાશ, ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી વગેરે.
૩, અસ્તિકાય માટે પંચાસ્તિકાય, લોકપ્રકાશ વગેરે.
૪. જૈન સાહિત્ય માટે જૈન ગુર્જર કવિઓ ભાગ ૧ થી ૩, જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ ભાગ ૧ થી ૭.
૫. જૈન ઇતિહાસ માટે જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ ૧ થી ૪, પટ્ટાવલીઓ, પ્રબંધો, પ્રશસ્તિઓ વગેરે, ૬. જૈન તીર્થો માટે જૈન તીર્થ દર્શન વગેરે.
૭. જૈન જ્યોતિર્ધરો માટે ત્રિષષ્ઠિમાલાકા પુરુષ ચરિત્ર, ચઉપન્ન મહાપુરુષ ચરિત વર્ગ.
६८