________________
સાતમા અધ્યાયમાં ૩૪ સૂત્રો છે, તેમાં શ્રાવકના વ્રતોનું સ્વરૂપ, વ્રત લેનાર અધિકારીઓના પ્રકાર, વ્રતના દોષો તેમજ દાનના સ્વરૂપનું વર્ણન છે.
આઠમા અધ્યાયમાં ૨૭ સૂત્રો છે. તેમાં કર્મબંધનના મૂળ હેતુઓ અને કર્મબંધના પ્રકારોનું નિરૂપણ છે.
નવમા અધ્યાયમાં ૪૯ સૂત્રો છે. તેમાં કર્મોને અટકાવવાના (સંવર) વિવિધ ઉપાયો અને વિધવિધ પ્રકારો, નિર્જરા (કર્મ ક્ષય) અને તેના ઉપાય સ્વરૂપ તપનું નિરૂપણ છે.
દસમાં અધ્યાયમાં કેવળજ્ઞાનના હેતુઓ, મોક્ષ-સ્વરૂપનું નિરૂપણ ૭ સૂત્રો દ્વારા કરવામાં આવ્યું છે. જૈન જ્યોતિર્ધરો:
જૈન સંસ્કૃતિના ઘડતરમાં, તેના પ્રચાર અને પ્રસારમાં નાનાં-મોટાં, નામી-અનામી હજારો સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાઓએ પોતાનું પ્રદાન કર્યું છે. ઘણા બધાએ તેમાં આગવું અને અનોખું પ્રદાન કર્યું છે, એ બધાં ઘણાં મોટાં નામ છે. જૈન ધર્મના એ બધાં પ્રભાવકો છે. પોતાની વિશિષ્ટ શક્તિથી તે સૌએ જૈન સંસ્કૃતિને દિગુદિગંતમાં વધુ ગૌરવવંતી બનાવી છે. એ સૌમાંથી કેટલાંક અતિ પ્રભાવકોના નામ:
સાધુઓઃ ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જબૂસ્વામી, શયંભવસૂરિ, ભદ્રબાહુસ્વામી, સ્થૂલિભદ્રસ્વામી,
કાલિકાચાર્ય, સિદ્ધસેન દિવાકર, માનતુંગસૂરિ, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, હીરવિજયસૂરિ,
સમયસુંદરજી, આનંદઘનજી, યશોવિજયજી, આત્મારામજી આદિ. સાધ્વીઓ: આર્યા ચંદનબાળા, સાધ્વી ધારિણી, સાધ્વી મૃગાવતી, સાધ્વી પ્રિયદર્શના, યક્ષા આદિ
સાત સાધ્વી બહેનો, યાકિની મહત્તરા આદિ. શ્રાવકો: સમ્રાટ શ્રેણિક, સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિત્ય, રાજા આમ, રાજા કુમારપાળ, મંત્રી
વિમળ-શાહ, બાંધવ-બેલડી વસ્તુપાળ-તેજપાળ, કવિ ઋષભદાસ, શેઠ શાંતિદાસ આદિ. શ્રાવિકાઓ: સુલસા, રેવતી, જયંતી, ૧૬ સતીઓ, અનોપમાદેવી, પ્રથમિણી આદિ.
જૈન સંપ્રદાયો દરેક ધર્મ વિવિધ સંપ્રદાયોમાં વિભક્ત છે. વિશેષ કરીને ક્રિયા-ભેદથી તેમજ તત્ત્વોના થોડાક વિચાર-ભેદથી સંપ્રદાયો, પેટા સંપ્રદાયો બન્યા છે, અને બનતા જાય છે. જૈન ધર્મના મુખ્ય અને મોટા સંપ્રદાય બે છે: ૧. શ્વેતામ્બર અને ૨. દિગમ્બર. આ બંનેના પણ પેટા સંપ્રદાયો છે.
શ્વેતામ્બર
જૈન ધર્મનો આ મૂળ સંપ્રદાય છે. તેના અનુયાયી સાધુ-સાધ્વીઓ શ્વેત વસ્ત્રો પહેરે છે, તે ૪૫ આગમોને શ્રમણ ભગવાન મહાવીરની પ્રમાણભૂત વાણી માને છે. અને તેમાં દ્રઢ શ્રદ્ધા ધરાવે છે. આ સંપ્રદાય માને છે કે સ્ત્રી અને પુરુષ બંને સમુચિત ધર્મસાધના કરીને મોક્ષ પામી શકે છે. કેવળજ્ઞાનીઓ પણ આહાર-પાણી લે છે. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના ચતુષ્ટય-ચતુર્વિધ સંઘ-તીર્થને માન્ય કરે છે. આ સંપ્રદાયના અનુયાયીઓ મૂર્તિપૂજક છે. તેઓ જિનેશ્વર પરમાત્માની ઉમંગ અને ઉલ્લાસથી વિવિધ પ્રકારે પૂજા-ભક્તિ કરે છે. સ્થાનકવાસી
મૂર્તિપૂજાના વિરોધમાં આ સંપ્રદાયનો જન્મ થયો. વિક્રમની ૧૬મી સદીમાં લોકાશાહ નામના સજ્જને મૂર્તિપૂજાનો વિરોધ કર્યો અને કડક અને કઠોર આચાર સંહિતાની હિમાયત કરી. આ સંપ્રદાયના અનુયાયીઓ મંદિર અને મૂર્તિમાં માનતા નથી. તેઓ ૪૫ ના બદલે માત્ર ૩૨ આગમોને જ સ્વીકારે છે. ઈ.સ. ૧૬૩૬માં શ્રી લવજી ઋષિએ સાધુ-સાધ્વીને મુખ પર મુહપત્તિ બાંધવાની સફળ હિમાયત કરી. આ સંપ્રદાયના સાધુ-સાધ્વીઓ આજે પણ મોં પર મુહપત્તિ બાંધે છે. આનાથી તેઓ શ્વેતામ્બરના સાધુ-સાધ્વીઓથી અલગ તરી આવે છે. તેરાપંથ
સ્થાનકવાસી સંપ્રદાયના આચાર્ય શ્રી રૂઘનાથજીના શિષ્ય સંત ભિખણજી (આચાર્ય ભિક્ષુ) એ વિ.સં. ૧૮૧૭માં તેરાપંથનો પ્રારંભ કર્યો. તેમણે આચારશુદ્ધિ અને સંગઠન પર જોર આપ્યું. આ સંપ્રદાય એક આચાર્ય, એક આચાર અને એક વિચાર માટે જાણીતો છે. દાન-દયાની ધાર્મિક માન્યતાઓનો તેમજ તેની આધ્યાત્મિકતાનો આ સંપ્રદાયે સખ્ત ઇન્કાર કર્યો.
સ્થાનકવાસી અને તેરાપંથ બંને મૂર્તિપૂજાનો અસ્વીકાર કરે છે. આમ છતાંય પોતાના સંઘનાયકોની
દુ9