________________
જેનાથી વસ્તુનું બાહ્ય સ્વરૂપ જાણવામાં આવે અને જે અપવાદ માર્ગમાં લાગુ પડે તે વ્યવહાર નય. ૨. નિશ્ચય નય:
જેનાથી વસ્તુનું ભીતરી સ્વરૂપ જાણવામાં આવે અને જે અપવાદ માર્ગમાં લાગુ ન પડે તે નિશ્ચય નય. વિશેષપણે નયના સાત પ્રકાર છે:
૧. નગમ નય:
કોઈપણ વસ્તુનું નામ હોય તો તેને પૂર્ણ માને, અંશ માત્ર ગુણ હોય તો પણ તેને પૂર્ણ માને. તેમજ નામ પ્રમાણે ગુણ હોય તો પણ તેને પૂર્ણ માને દા.ત. કપડાંને તણખો લાગ્યો. આ નયવાળો તરત કહેશે: ‘મારું કપડું બળી ગયું.'
૨. સંગ્રહ નય:
વિશેષ પદાર્થોને સામાન્યપણે ગ્રહણ કરી લેવું તે સંગ્રહ નય છે. થોડામાં ઘણું સમજવું તે સંગ્રહ નય છે. દા.ત. શેઠ કહે “પાન લઈ આવ.' આ બયવાદી માત્ર પાન-પાંદડું નથી લાવર્તી. સૌપારી, જૂનો, મસાલ્ય વગેરે સાધનો લઈને આવે છે અથવા એ બધાનું બનાવેલું તૈયાર પાન લઈને આવે છે.
૩. વ્યવહાર નયઃ
સામાન્યને વિશેષતયા ગ્રહણ કરવું તે વ્યવહાર નય. સંગ્રહનયથી ગ્રહણ કરેલા પદાર્થોનું પૃથક્કરણ કરવું તે વ્યવહાર નય. દા.ત. બાહ્ય આચાર વિચારથી માણસને સજ્જન માને અને તેના વિવિધ સદ્દગુર્ણા બતાવે. ૪. ઋજુસૂત્ર નમઃ
મુખ્યત્વે વર્તમાન કાળનો જ સ્વીકાર કરે તે ઋજુસૂત્ર નય. ઋજુ એટલે સરળ, સુત્ર એટલે ચિંતન. સરળતાથી વિચારવું. દા.ત. આજે ને અત્યારે જ જે કામ થયું તે થયું.
૫. શબ્દ નય:
આ નયમાં શબ્દનું વિશેષત્વ છે. અર્થાત્ કોઈ વસ્તુનું જે નામ હોય તે નામના શબ્દના અર્થનો જ સ્વીકાર કરે. અનેકાર્થી શબ્દોને અકાર્થવાચી માને. દા.ત. ઇન્દ્રનાં શકેન્દ્ર, દેવેન્દ્ર વગેરે ઘણાં નામ છે. પણ આ નયવાળો એ બધાં શબ્દોનો એક ‘ઇન્દ્ર’ નામનો જ અર્થ કરે છે.
૬. સમભિરૂઢ નય
શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે તેનાં ભિન્ન ભિન્ન અર્થ વિચારવા તે સમભિરૂઢ નય. દા.ત. રાજા, ભૂપતિ, નૃપ એકાઈવાથી શબ્દો છે. આ નપવાળો રાજ તેને જ માને કે જે રાજર્થિનીથી શોભો હોય,
૭. એવંભૂત નય:
વસ્તુનું જેવું નામ, તેવું જ તેનું કામ અને પરિણામ પણ તેવું જ. એમ ત્રણેય બાબતો સંપૂર્ણ હોય તેને જ માનવી તે એવંમૂય નય. દા.ત. ભક્ત પ્રભુભક્તિ કરી રહ્યો હોય ત્યારે જ આ નથવાળો તેને 'ભક્ત' કહે, આ સાર્તય નયથી સર્વ વસ્તુઓનો સ્વીકાર કરે તે સમકિતી મનાય છે. એક વસ્તુથી પૂર્ણ કાર્ય થતું નથી. દરેક કાર્ય કરવા માટે જેટજેટલા સંયોગોની જરૂર છે. તેટતેટલા સંયોગ મળે ત્યારે જ કાર્ય બને છે. દા.ત. રસોઈ, તે એકલા પાણીથી કે એકલી સગડીથી નથી બનતી. અનાજ, પાણી, આગ વગેરે બધાં ભેગાં થાય ત્યારે ભાવતાં ભોજન તૈયાર થાય છે. આ દ્રષ્ટાંતસહ સાતેય નયોનો વિચાર કરીને નયની અપેક્ષાથી નિષ્પક્ષપાતી હોય તે જ સત્ય માનવું.
સ્યાદ્વાદ (અનેકાન્તવાદ)
એક જ વસ્તુને વિચારને કે વ્યક્તિને અનેકવિધ અભિગમ અને દ્રષ્ટિકોણથી જોવા, વિચારવા અને મૂલવવાની પદ્ધતિનું એક નામ એટલે સ્યાદ્વાદ. તેનું બીજું નામ ‘અનેકાન્તવાદ' પણ છે.
વિસંવાદમાં સંવાદ સ્થાપિત કરવાની, તીવ્ર અને તીખા વિરોધમાં પણ સત્ય શોધી આપવાની આ વિલક્ષણ વિચારધારા છે. જૈનદર્શનની વિશ્વને આ અનુપમ ભેટ છે.
સ્યાદવાદમાં “સ્યાત્’ શબ્દ પ્રાણ છે. સ્યાત્ એટલે કંઈક. સ્પાત એટલે અંશ. સત્ય સદાય બહુઆયામી
५७