________________
પુરુષાર્થવાદી મુઠ્ઠી પછાડીને કહે છે: પુરુષાર્થથી, ઉદ્યમથી જ બધું થાય છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ જેવું કંઈ છે નહિ, જીવાત્માઓ પુરુષાર્થ ન કરે તો ભૂખે મરે, કંઈ પણ મેળવવા માટે પુરુષાર્થ કરવો અનિવાર્ય છે.
આ પાંચમાંથી કોનું મુખ્ય મહત્વ તેનો વિવાદ અનાદિકાળથી ચાલ્યો આવે છે. દરેક વાદી પોતાના જ પક્ષને પ્રાધાન્ય આપે છે અને બીજા પક્ષોને ઉતારી પાડે છે, જુઠાં કહે છે.
જૈન દર્શન આ પાંચેયને એકાંતિક અને આત્યંતિક વિચારતાં અટકાવે છે અને તે દરેકનો સમૂહમાં વિચાર કરવાનું કહે છે. આ પાંચેય અન્યોન્ય છે. કોઈ મુખ્ય નથી. પાંચેયનો સમન્વય કરવાનું તે કહે છે. આ માટે એક હાથી અને પાંચ અંધજનોનું દ્રષ્ટાંત પ્રચલિત છે. પાંચ સમવાયને એકરૂપ જોવાથી સત્ય હાથ લાગે છે.
પ્રમાણ:
‘નપ' અને ‘પ્રમાણ' બંને જ્ઞાન જ છે. વસ્તુના અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મ અપેક્ષા દ્વારા વસ્તુનો નિર્ણય કરવો તે 'નપ' કહેવાય છે જ્યારે અનેક ધર્મ દ્વારા વસ્તુની અનેક રૂપથી નિશ્ચય કરવો તે પ્રમાણ' છે. નય વસ્તુને એક અપેક્ષાએ સ્વીકારે છે. પ્રમાણ તેને અનેક દ્રષ્ટિઓથી સ્વીકારે છે.
જેનાથી વસ્તુ પથાર્થ જણાય તેને પ્રમાણ કહે છે. પ્રમાણના આધારે વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજાય છે. જીવાત્મા એ વસ્તુને સ્વીકારવા યોગ્ય હોય તો સ્વીકારે છે, નહિ તો તેનો અસ્વીકાર કરે છે.
પ્રમાણ મુખ્યત્વે ચાર છે: ૧. પ્રત્યક્ષ પ્રમાણ, ૨. અનુમાન પ્રમાણ, ૩. આગમ પ્રમાણ અને ૪. ઉપમા પ્રમાણ. આ દરેક પ્રમાણના પણ અનેક પ્રકાર છે.
૧. પ્રત્યક્ષ પ્રમાણ:
વસ્તુનું પ્રત્યક્ષપણે નજર સમક્ષ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ પ્રમાણ.
૨. અનુમાન પ્રમાણ:
અનુમાનથી વસ્તુનું જ્ઞાન થાય તે અનુમાન પ્રમાણ, દા.ત. ભસવાના અવાજથી ક્યાંક કૂતરો છે તે નક્કી કરવું, ઘાણી દબાવીને રસોઈનો નિર્ણય કરવો વગેરે,
૩. આગમ પ્રમાણ:
આપ્ત પુરુષો દ્વારા કથિત અને રચિત શાસ્ત્રથી વસ્તુનું જ્ઞાન થાય તે આગમ પ્રમાણ. જે પ્રત્યક્ષ અને અનુમાન આદિ પ્રમાણોથી વિરુદ્ધ ન હોય, આત્મસાધનામાં માર્ગદર્શક અને સહાયક શુદ્ધ તત્ત્વપ્રરૂપક વચન તેને ‘આગમ’ કહેવાય છે. આગમમાં આત્માનુભવી વીતરાગ ભગવંતનું જીવનભરનું દર્શન અને જ્ઞાન છે. પ્રત્યક્ષ અને અનુમાનથી જે ન સમજાય તે આગમની સહાયથી સમજવું.
૪. ઉપમા પ્રમાણ:
ઉપમાંથી વસ્તુનું જ્ઞાળ થાય તે ઉપમા પ્રમાણે, દા.ત. આ માણસ સંત જેવી છે... આ ઘર સ્વર્ગ જેવું છે... વગેરે...
નય
આ ચાર પ્રમાણથી જીવ તત્ત્વ વિચારીએ
૧. પ્રત્યક્ષ પ્રમાણથી જીવ ચેતના લક્ષણવાળો.
૨. અનુમાન પ્રમાણથી જીવ બાળક, યુવાન, વૃદ્ધ.
૩. ઉપમા પ્રમાણથી અરૂપી, અનાદિ-અનંત.
૪. આગમ પ્રમાણથી શુભાશુભ કર્મોનો કર્તા, ભોક્તા.
પ્રમાણનો અંશ તે નમ.
અનંત ધર્માત્મક વસ્તુઓમાંથી કોઈ એક વિશેષ ધર્મને ગ્રહણ કરીને અન્ય ધર્મો તરફ ઉદાસીન ભાવ રાખીને એ પદાર્થનું જે વર્ણન કરવું તેનું નામ થય છે. સરળતાથી કહીએ તો કોઈપણ વિષયનું નિરપેક્ષ નિરૂપણ તેની એકાન્તિક વિચારણા એટલે નય.
સામાન્યપણ નયના બે પ્રકાર છે:
૧. વ્યવહાર નમઃ
५६