SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. સત્ય ક્યારેય પણ એકાન્તિક અને આત્યંતિક નથી હોતું. સત્ય હરહંમેશા સાપેક્ષ હોય છે. સંસારમાં દરેક પદાર્થ અનેક ગુણધર્મવાળો હોય છે. તે દરેકના એકથી વધુ ગુણ અને અવસ્થાઓ હોય છે તે દરેકનું એક સાથે અને એક સમયે વર્ણન કરવું કોઈ માટે શક્ય નથી. સર્વજ્ઞ માટે પણ તે શક્ય નથી. એકી સમયે એકજ ગુણ કે અવસ્થા કહી શકાય છે. અમુક અપેક્ષાથી જ વસ્તુ, વિચાર અને વ્યક્તિને જોઈ શકાય છે, જાણી શકાય છે, કહી શકાય છે. આમ સાપેક્ષ વિચારણાને ‘સ્યાદ્વાદ’ કે ‘અનેકાન્તવાદ' કહેવાય છે. પ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા સ્થાપિત “સાપેક્ષવાદ' એ ‘સ્યાદ્વાદ’નું જ બીજું વિજ્ઞાન-સંમત નામ છે. ઉદાહરણથી વિચારીએ: આ એક જ વ્યક્તિ છે. પરંતુ વિવિધ દ્રષ્ટિકોણથી, ભિન્ન ભિન્ન અપેક્ષાએ તે અનેકવિધ કહેવાય છે. જેમ કે એક વ્યક્તિ તેના પિતાનો પુત્ર છે. અને પોતાના પુત્રનો પિતા પણ છે. તેમજ તેની પત્નીનો એ પતિ પણ છે. એક વ્યક્તિ પુત્ર જ છે એમ એકાંતિક કહેવાથી તેને અન્યાય થાય છે. ઝઘડો પણ થઈ જાય. પરંતુ એક વ્યક્તિ પિતા છે, પુત્ર છે, પતિ પણ છે. આ દરેક ઓળખમાં સત્યનો અંશ ચોક્કસ આમ વિવિધ દ્રષ્ટિકોણથી આત્મા એક છે (તત્વની અપેક્ષાએ), આત્મા અનેક છે (દેહની અપેક્ષાએ), આત્મા નિત્ય છે (શાશ્વતતાની દ્રષ્ટિએ) વગેરે તત્ત્વો-પદાર્થોની વિચારણા કરવી તેને ‘સ્યાદ્વાદ' કહે છે. સુપ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ Theory of Relativity નો સિદ્ધાંત આ સ્યાદ્વાદની વિચારધારાને મહોર મારે છે તે કહે છે: "We can only know the relative Truth, The absolute truth is known only to the universal observer." સંખના સંલેખના' એક પ્રકારનું વિશિષ્ટ તપ છે. તેનો મુખ્ય સંબંધ જીવનની અંતિમ અવસ્થા-મરણ સાથે છે, આથી તેની અલગ અહીં વિચારણા કરી છે. આયુષ્યના અંત સમીપે જ આ તપ કરવાનું વિધાન છે અને તેની નિયત વિધિ પણ છે. સંલેખના એટલે શરીર અને કષાયોને કૃશ કરી નાંખે, પાતળા પાડી નાંખે તેવી તપક્રિયા. જૈન દર્શને જન્મ અને જન્મ સંબંધી બાબતોની વિશદ વિચારણા કરી છે. તે જ પ્રમાણે તેણે મૃત્યુ સંબંધી પણ બહુમૂલ્ય વિચારણા કરી છે. જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ અનેક પ્રકારે થાય છે. બિમારીથી મૃત્યુ થાય છે. ઝેર પીવાથી મૃત્યુ થાય છે. બળી મરવાથી મૃત્યુ થાય છે. અત્યંત વેદનાથી મૃત્યુ થાય છે, પ્રસન્નતાથી પણ મૃત્યુ થાય છે. મૃત્યુના કારણ-ભેદે તેના વિવિધ પ્રકાર બતાવાય છે. જૈન દર્શને આ વિવિધ મૃત્યુને બે વિભાગમાં આવરી લીધા છે. અકામ મરણ અને સકામ મરણ: જે જીવો અકામ મરણ મરે છે તેમને વારંવાર મરવું પડે છે અને જેઓ સકામ મરણ મરે છે તેમને ઉત્કૃષ્ટ એકજ વખત મરવું પડે છે. મૃત્યુની ઈચ્છા વિના હાયવોય કરતાં મરવું તેને ‘અકામ મરણ” કહે છે. મૃત્યુને મહોત્સવ માની જે તેને વિવિધ કર્મ સાધનાથી વધાવે છે તે “સકામ મરણ” છે. ‘સકામ મરણ' ના ગુણનિષ્પન્ન પાંચ નામ છે. ૧. સકામ મરણ: મુમુક્ષુના ભાવ અને પ્રયત્ન મોક્ષ માટેના હોય છે. પુન: મરવું ન પડે તેવી ભાવનાથી મરે તે સકામ મરણ. ૨. સમાધિ મરણઃ અંત સમયે સર્વ પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી પોતાના ચિત્તને વાળી લઈને સમભાવપૂર્વક મરે તે સમાધિ મરણ. ૩. અનશન: મરણ ન આવે ત્યાં સુધી આહાર-વિહાર-ભોગ-ઉપભોગના ત્યાગના નિયમ લેવા તે અનશન. ૪. સંથારોઃ મૃત્યુના બિછાને અંતિમ શયન માટે સુસજ્જ બને, સૌને ખમાવે-ખમે અને દેહાંત સુધી નવકારનું રટણ કરે તે સંથારો. ૫. સંલેખના: સાંજે દુકાન વધાવતો હોય તેમ સાંસારિક તમામ કામોથી મન-વચન અને કાયાથી નિવૃત્ત થઈને કષાયોને અને શરીરને પાતળા પાડવાની ક્રિયા. સંલેખના તપની ચોક્કસ વિધિ છે, તે વિધિ મુજબ જ આ તપ કરવાનું હોય છે. આ તપની સમય મર્યાદા જઘન્ય (ઓછામાં ઓછી) છ માસની, મધ્યમ બાર માસની અને ઉત્કૃષ્ટ બાર વરસની છે. આ તપમાં ५८
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy