________________
પૂરી સંભાવના રહે છે. ક્યારેક ક્યારેક તો માણસની વૃત્તિઓ ઉન્માદની હદ સુધી વિફરે અને વકરે છે. શિકાગો (અમેરિકા)ના વિજ્ઞાનીઓએ પ્રયોગોથી સાબિત કર્યું છે કે મન-મગજની બિમારીઓ પર ચંદ્રની સીધી અસર હોય છે.
આ વૈજ્ઞાનિક કારણોના લીધે પર્વ તિથિના દિવસોએ એકાસણું આદિ તપ કરવાનું ઓછું ખાવાનું કહ્યું છે. પર્વતિથિના દિવસોમાં જે લીલા શાકભાજીમાં ૯૦ ટકા પાણી-તત્ત્વ હોય તેવા શાકભાજી નહિ ખાવા જોઈએ. એથી શરીરમાં રહેલા જલ તત્ત્વને કાબૂમાં રાખી શકાય છે.
આવું ચોમાસાના દિવસોમાં પણ બને છે. વરસાદની સાથે અગ્નિ-તત્ત્વ મંદ થવાથી શરીરમાં પાણીનો સંચય વધે છે. આથી એ દિવસોમાં પણ લીલા શાકભાજી નહિ ખાવા જોઈએ, એમ જૈનધર્મ સ્પષ્ટ કહે છે.
જૈનધર્મ ખાનપાનની બાબતમાં ખૂબ જ ચોક્સાઈ અને કાળજી ઉપર ભાર મૂકે છે. કારણ કે ખાનપાનની ચોક્કસ અસરો વિચારો પર પડે છે... વિચાર પછી વર્તનમાં-વ્યવહારમાં વગર કહ્યું ઉતરતા જાય છે...
માણસનું મૂલ્યાંકન એના શરીરથી નહીં પણ મનથી-દિમાગથી કરવું જોઈએ. કંદમૂળમાં ગણાતા પદાર્થો
બટાટા, કાંદા, લસણ, ગાજર, શક્કરકંદ, રતાળુ, સૂરણ, મૂળા, આદુ વગેરે કંદમૂળ તથા રીંગણા વગેરે પદાર્થો પણ ખાવાની જૈનધર્મમાં સખ્તાઈથી ના પાડવામાં આવી છે.
આ બધા પદાર્થો, ધાર્મિક દ્રષ્ટિકોણથી વિચારીએ જાતજાતના સૂક્ષ્મ જીવાણુંઓની હિંસાના કારણે ત્યાજ્ય અને ખાવા માટે અનુપયુક્ત છે જ, પણ શરીરશાસ્ત્ર અને આરોગ્યશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ પદાર્થો વ્યક્તિની તામસવૃત્તિને ઉત્તેજનારા ગણાય છે. વિકાર, વાસના અને ઇન્દ્રિયજન્ય આવેગોને ઉછાળે છે. દબાયેલી વૃત્તિઓની આગને ઇંધણ પુરું પાડે છે. મન વધુ ચંચળ, વધુ ઉત્તેજિત બન્યું રહે છે. કોમળતા, મૃદુતા, કરૂણા, સ્વસ્થતા, સંતુલન જેવા ભાવો સૂકાઈ જાય છે. ખાદ્ય પદાર્થોના ઉપયોગ પાછળ શરીરની હૃષ્ટપુષ્ટતા કરતાંયે વધુ મહત્વની વસ્તુ છે માનસિક સ્વસ્થતા અને માનસિક પવિત્રતા! માંસાહાર ત્યાજ્ય કેમ?
દુનિયાના તમામ ધર્મો ખાસ કરીને ભારતીય તમામ ધર્મોએ મૂળભૂત સિદ્ધાંતના રૂપે માંસાહાર કરવાની સ્પષ્ટ અને સખ્ત મનાઈ કરી છે.
ધાર્મિક દૃષ્ટિકોણને કદાચ બાજુએ રાખીએ તો પણ ન તો શરીરશાસ્ત્ર મુજબ માંસાહાર હિતકારી છે કે ન આરોગ્યશાસ્ત્રના નિયમો મુજબ માંસાહાર ઉપયોગી નીવડે છે. આર્થિક કારણોસર તો શાકાહારની અપેક્ષાએ સરવાળે માંસાહાર વધુ ખર્ચાળ નીવડે છે.
માનવશાસ્ત્રીઓ-એન્થ્રોપોલોજીના કહેવા પ્રમાણે પ્રાણીઓ બે વિભાગમાં વહેંચાયેલા છે. કારની વોર Carnivora - માંસાહારી પ્રાણીઓ હરબીવોર Herbivorous - શાકાહારી પ્રાણીઓ
આ બંનેની શરીરરચના જુદી છે... આદતો નોખી છે... આદમીની શરીરરચના હરબીવોર વર્ગની સાથે મળતી આવે છે... એટલે કે માણસ જન્મજાત શાકાહારી છે...માંસાહાર એના માટે એક યા બીજી રીતે નુકસાનકારક બની શકે. અલબત્ત પરંપરા... વંશાનુગત રીતિરિવાજ કે આબોહવાની આડમાં માંસાહાર જેઓ સ્વીકારી લે છે, એઓને પણ અંતે વિચારવું જ પડે છે.
શાકાહારમાં તંતુમય-રેશાવાળા પદાર્થો વિશેષ માત્રામાં હોય છે. જેના વડે ભોજનનું પાચન સારી રીતે થઈને પેટ સાફ આવે છે... માંસાહારમાં રેશાવાળા પદાર્થો અલ્પમાત્રામાં હોવાના કારણે ભોજનપાચનમાં પણ તકલીફ થાય છે... પેટના... આંતરડાના રોગોના શિકાર વધુ માત્રામાં થવું પડે છે... મોટા આંતરડાના કેન્સર થવાની શક્યતાને પણ અવગણી ના શકાય.
જે પશુઓને મારીને આહાર બનાવવામાં આવે છે... એમને વખતોવખત એન્ટીબોડીઝ... અને જાતજાતની વિષાણુનાશક દવાઓ અપાય છે એ પદાર્થો પરિવર્તિત થઈને ઝેરરૂપે માંસાહાર કરવાવાળા લોકોના શરીરમાં પ્રવેશે છે.
ગાય વગેરેને વધુ હષ્ટપુષ્ટ બનાવવા માટે B.E.S. નામની દવાઓ અપાય છે... આ પદાર્થ જો માંસાહારમાં મળી જાય તો કેન્સર થવાની પૂરી સંભાવના રહે છે. એક અંદાજ પ્રમાણે આજથી પચ્ચીસ વરસ પહેલા જે સ્ત્રીઓને B.E.S. ની દવાઓ આપવામાં આવેલી, આજે પણ એ સ્ત્રીઓમાં અને એમની છોકરીઓમાં કેન્સરની માત્રા વધતી નજરે ચઢે છે.
२७