________________
આમ પણ બધા જ પ્રાણીઓના શરીરમાં ઓછાવત્તા અંશમાં ઝેરી પદાર્થો રહેલા હોય છે. જે મળ-મૂત્ર અને પરસેવારૂપે શરીરથી બહાર નીકળ્યા કરે છે. પણ મરેલા જાનવરોના શરીરમાં આ પદાર્થો રહેવાની પૂરી સંભાવના રહે છે. હૃદયની ક્રિયા બંધ થવાની સાથે જ બધા અવયવો નિષ્ક્રિય બની જાય છે. આ માંસનો જે ઉપયોગ કરે છે, એઓ એક યા બીજા રૂપે આ ઝેરના શિકાર થવાના જ.
પ્રાણીઓની ચરબીમાં અને લોહીમાં કોલેસ્ટરોલની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. એનાથી આંતરડાની બીમારીઓ, સ્ત્રીઓમાં સ્તન અને ગર્ભાશયના રોગો તથા હૃદય વિકાર થવાની શક્યતા રહે છે. પ્રાણીઓના શરીરમાં પ્રોટીન અને ફોસ્ફોરસ વધુ પ્રમાણમાં હોવાના કારણે જ્યારે એ પદાર્થો મનુષ્યના શરીરમાં પ્રવેશે છે ત્યારે શરીરમાં રહેલા કેલ્શિયમની સાથે એનું સંતુલન બગડે છે.
માંસાહારી લોકોના પેશાબ મોટા ભાગે તેજાબયુક્ત હોય છે. જેના કારણે શરીરમાં રહેલા ક્ષાર કે મીઠું લોહીમાં જાય છે. આનાથી હાડકાં નબળાં પડે છે. આનાથી વિપરીત, શાકાહારીનો પેશાબ ક્ષારયુક્ત હોય છે. હાડકામાં રહેલ ક્ષાર લોહીમાં જતો નથી. માટે એમના હાડકાં પણ મજબુત હોય છે.
હાર્વર્ડ મેડિકલ સ્કુલના ૧૯૫૮ ની રીપોર્ટ (પેજ નં. ૪૫૮) મુજબ માંસાહારી પોતાના પાચનસંસ્થાનને બગાડી મૂકે છે. કારણ કે મોઢામાં રહેલ લાર (Saliva) ની પ્રતિક્રિયાને ક્ષાર અમ્લતામાં બદલી નાંખે છે. આનાથી લાર પોતાનું નિયત કાર્ય નથી કરી શકતી.
આર્થિક દ્રષ્ટિએ જો વિચારીએ તો પણ માંસાહાર કરતાં શાકાહાર વધારે સસ્તો પડે છે.
એક બકરો સાત પાઉન્ડ અનાજ ખાય છે ત્યારે એના શરીરમાં એક પાઉન્ડ માંસ તૈયાર થાય છે. દૂધ અને અન્ન પર જીવનારા લગભગ ૧૦૦ માણસો (૨૦ કુટુંબો માટે જેટલી ફળદ્રુપ જમીન અને પાણી વગેરે જરૂરી હોય છે. એટલા ઉપર જે માંસ આપનારા પ્રાણીઓને પાળવામાં આવે તો માત્ર ૧૫ વ્યક્તિઓ (૩ પરિવાર) માટે જ માંસ મેળવી શકાય.
ટોન્ડ મિલ્ક ૧૦૦ મિ.લિ. (૧ નાની વાટકી) પ્રવાહી દાળ ૩૦ ગ્રામ (૧ વાડકી) મગફળી ૧૫ ગ્રામ (૩૦ મોટા દાણા)
આની કિંમત થશે ૫૦ પૈસા. આમાંથી ૧૫ ગ્રામ પ્રોટીન, ૩૦૦ કેલરીઝ મળી શકશે, જ્યારે બીજી બાજુ સામિષ આહાર માટે (૧૫ ગ્રામ પ્રોટીન યુક્ત) માંસ માછલી, ૪૦ ગ્રામ, ૧ ઇંડું-પ૦ ગ્રામ.. એની કિંમત થશે ૮૦ પૈસા અને વળી કેલરીઝ તો માત્ર ૧૫૦ જ મળશે.
બધી રીતે માંસાહાર ત્યાજ્ય છે.
ઇંડા પછી ભલે તે શાકાહારી કે નિર્જીવ ઈંડાનું રૂપાળું નામ ધરાવતા હોય, કોઈ પણ દ્રષ્ટિએ ખાદ્ય પદાર્થ નથી. અહિંસાને આવકારનારને કોઈ પણ વ્યક્તિ આનો સ્વીકાર કરી શકે નહી! ઇંડા પણ ખતરનાક છે!
આજકાલ ઇંડાનો સવાલ ખૂબ જ ગુંચવાડાભર્યો બની ગયો છે. પક્ષ અને પ્રતિપક્ષમાં ધોધમાર દલીલો અને દાખલાઓની ભરમાર ઊભી કરી દેવાય છે. પણ જો ઊંડાણમાં ઊતરીને પૂર્વગ્રહો ખંખેરીને સ્વસ્થતાથી વિચારીએ તો જરૂર લાગશે કે કોઈ પણ દૃષ્ટિકોણથી ઇંડા પછી તે નિષેચિત હોય કે અનિષેચિત હોય, ખાદ્યપદાર્થના રૂપમાં સ્વીકાર્ય નથી જ.
મોટાભાગે ઈંડાના પક્ષે તર્ક ધરવામાં આવે છે કે એમાં બધી જાતના પ્રોટીનઅંશો "અમીનો એસિસ" ઉપલબ્ધ હોય છે. પણ એ તો દૂધમાં પણ મળી રહે છે. અને ઉપરથી ઇંડાની જરદી (yellow of an egg) માં કોલેસ્ટ્રોલની માત્રા વધુ પડતી હોવાના કારણે રક્તવાહીનીઓની કઠોરતા Arteriosclerosis, હાર્ટએટેક, મસ્તિષ્કનો લકવો, બેહોશી જેવા રોગો થવાની પૂરી ભીતિ રહે છે.
આજે તો વૈજ્ઞાનિકો એટલે સુધી કહી રહ્યા છે કે જેનામાં કોલસ્ટ્રોલ વધુ પ્રમાણમાં હોય એવા પદાર્થોને ઉપયોગ ટાળવો જોઈએ. કરવો જ પડે તો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
આ ઉપરાંત ઇંડામાં વિટામીન ‘સી’ તો હોતું જ નથી. એની પૂર્તિ માટે તો બીજા પદાર્થો લેવા જ પડે.
વૈજ્ઞાનિકો તો ઈંડાના ભૂણ (embryo) ના દિલના ધબકારાનું અભિલેખન Recording પણ કરી શક્યા છે. (Reader's digest Aug. 1963 p.p. 42) એટલે ઇંડામાં રહેલા ભૂણનું જીવત્વ પણ વિકાસશીલ હોય છે એ વાસ્તવિકતા છે.
કહેવાતા શાકાહારી ઇંડા! જો કહેવાતા શાકાહારી ઇંડાની વાત કરીએ તો...
२८