________________
પણ નિરાહાર રહેવામાં આવે છે. માત્ર પાણી પીને કરાતા ઉપવાસને તિવિહાર ઉપવાસ કહે છે. અને નિર્જળા ઉપવાસને ચઉવિહાર ઉપવાસ કહે છે.
ઉપવાસ માત્ર ધાર્મિક અનુષ્ઠાન નથી. આરોગ્યનું એ અક્સીર ઔષધ પણ છે. આજના ચિકિત્સકો પણ તાવ, લોહીનું દબાણ, દમ વગેરે બિમારીમાં ઉપવાસ કરવાની ભલામણ કરે છે. ઉપવાસ શા માટે જરૂરી છે?
અલબત્ત, ઉપવાસ કરવાથી, ભૂખ્યા રહેવાથી શરીરમાં કમજોરી કે નબળાઈ જરૂર વર્તાય છે... પણ એ ભોજનના અભાવની નથી હોતી... શરીરમાં ભેગો થયેલો જે કચરો બળી જાય છે... તેની છે. શરીરની શુદ્ધિ થયા પછી શરીરમાં પાછી તાજગી વર્તાવા લાગે છે... શક્તિનો અનુભવ થાય છે... આ કંઈ ચમત્કાર નથી પણ શરીરમાં રહેલા વિજાતીય દ્રવ્યોનો નાશ થતાં સહજપણે ઉદ્ભવતું સ્વાચ્ય છે.
સામાન્ય રીતે શરીરમાં સ્વાભાવિકપણે જ્વલન ક્રિયા થતી રહે છે. આનાથી શરીર અમુક તાપમાન સુધી ઉષ્ણ રહે છે... જૈન ધર્મની પરિભાષામાં આને તૈજસ શરીર અથવા તૈજસ નામકર્મની સંજ્ઞા આપી શકાય. આ
જ્વલન ક્રિયાને ચાલુ રાખવા માટે ઇંધણની આવશ્યકતા તો વરતાય છે જ... આ આવશ્યકતા પૂરી કરે છે ભોજનમાંથી મળતું કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી. પણ ઉપવાસ દરમ્યાન ભોજનની ઉર્જા મળવાની બંધ થવાથી શરીરમાં સંગ્રહિત ભોજન આવી આવીને આ અગ્નિમાં બળે છે. માટે ઉપવાસમાં ચરબી બહુ જલ્દી ઘટી જાય છે. ચરબી ૯૭%, જિગર ૬૨%, બરોળ પ૭%, માંસપેશિઓ ૩૧% ઘટવા માંડે છે. પણ ઉપવાસમાં દિમાગ-મગજને જરી પણ ક્ષતિ પહોંચતી નથી કે નબળાઈ પરેશાન નથી કરતી... માટે ઉપવાસ દરમ્યાન પણ ઉંઘ પૂરતી અને સારી આવે છે... વિચારો સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. શરૂ શરૂના દિવસોમાં ભીતર ભેગો થયેલો કચરો જીભ ઉપર મેલ જામવું થુંક આવવું.. મોળ આવવી... વગેરે રૂપે બહાર નીકળે છે... પણ ધીમે ધીમે બધું ગોઠવાતું જાય છે.
તાવ, શીતળા, દમ, બ્લડપ્રેશર, બવાસીર, એકિઝમા જેવા રોગોમાં ઉપવાસ લાભદાયી છે એ વાત હવે ડૉક્ટરો પણ સ્વીકારે છે. અમેરિકાના ડૉ. એડવર્ડ એ પોતાના પુસ્તક “The Nonbreakfast Plan and Fasting Cure' માં લખ્યું છે કે બીમારી દરમ્યાન પરાણે ખા-ખા કરવું કે દવાના ડોઝ લીધે રાખવા કરતાં ઉપવાસ કરવા બહેતર છે જેથી સ્વાએ જલ્દી સાંપડી શકે!
પાણહાર: આ પચ્ચકખાણ ઉપવાસ, આયંબિલ, એકાસણા, બેસણા દરમ્યાન સાંજે આપવામાં આવે છે. ચઉવિહારઃ સૂર્યાસ્ત થયા પછી ભોજન-પાણીનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા.
તિવિહાર: સૂર્યાસ્ત થયા પછી માત્ર પાણી સિવાય કશું જ નહિ ખાવા-પીવાની પ્રતિજ્ઞા. પાણી પણ અમુક નિયત સમય સુધી જ લેવાનું. પલાંઠી વાળી બેસીને નવકાર ગણીને પાણી પીવું. પાણી પીધા પછી ફરી નવકાર ગણવા. ઊભાઊભા પાણી પીવું નહી.
વિશિષ્ટ તપશ્ચર્યાઓઃ અઠ્ઠમ: સળંગ ત્રણ દિવસ સુધી લગાતાર ઉપવાસ કરીને પરમાત્માનો જાપ કરવો. પરમાત્માનું ધ્યાન ધરવું. ખાસ મંત્ર-સાધના માટે અઠ્ઠમ તપનું પ્રચલન છે. વિશેષ કરીને ભગવાન શ્રી પાર્શ્વનાથના જાપ માટે આ આરાધના કરવામાં આવે છે. ચંદનબાળાનો અઠ્ઠમ પણ પ્રચલિત છે. પર્યુષણ પર્વના છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં આરાધકો અઠ્ઠમ તપ કરે છે. આ તપ સાથે નાગકેતુ, શ્રીકૃષ્ણ વગેરેના કથાનકો જોડાયેલા છે.
છે. અઠ્ઠાઈ: સળંગ આઠ દિવસના એકધારા ઉપવાસ કરવા. આ તપમાં જિનભક્તિ, જપ-ધ્યાન, સત્સંગ, વ્યાખ્યાનશ્રવણ આદિ કરવામાં આવે છે. મુખ્યત્વે પર્યુષણ પર્વના આઠ દિવસ દરમિયાન હજારો ભાવિકો અઠ્ઠાઈની આરાધના કરે છે.
છ માસક્ષમણ: પૂરા એક મહિનાના, સળંગ ત્રીસ દિવસના લગાતાર ઉપવાસ કરવા. માત્ર ઉકાળેલા પાણી ઉપર જ આખો મહિનો રહેવું. ઘણાં ભાવિકો આ કઠિન તપ આજે પણ કરે છે. કેટલાંક તો મહિનાથી ય વધુ દિવસોના ઉપવાસ કરે છે.
વર્ધમાન તપઃ ક્રમશ: તપને વધારતા જવું. પ્રારંભમાં એક દિવસ આયંબિલ, પછી એક દિવસ ઉપવાસ, બે દિવસ આયંબિલ, એક દિવસ ઉપવાસ, આમ ક્રમસર પાંચ દિવસ આયંબિલ અને એક દિવસ ઉપવાસ- આ પ્રમાણે સતત ૨૦ દિવસની તપસ્યાથી તપનો પાયો નાંખવામાં આવે છે. ત્યારબાદ પોતાની અનુકુળતા અનુસાર ૬ આયંબિલ અને ૧ ઉપવાસ એમ વધતાં વધતાં વધતાં ૧૦૦ આયંબિલ અને ૧ ઉપવાસ કરીને આ સુદીર્ઘ તપની પૂર્ણાહુતિ થાય છે. તપ-સાધનામાં દરરોજ આગળ ને આગળ વધવાનું