________________
૧. પ્રાયશ્ચિતઃ જાણતાં કે અજાણતાં થઈ ગયેલા પાપો કે દોષોની જાણ સગુરુને કરીને, તેમની પાસે તે પાપોની સજાની પ્રેમપૂર્વક માગણી કરવી અને ભવિષ્યમાં એના એ દોષોનું સેવન ન થાય તે માટે સ્વેચ્છાએ પ્રતિજ્ઞા કરવી. જરા-અમથી પણ ભૂલ થઈ જાય તો એના માટે હાર્દિક ‘ મિચ્છામિ દુક્કડં' કહી દેવું. ૨. વિનય: પોતાનાથી જેઓ વયમાં, જ્ઞાનમાં, ગુણમાં મોટાં હોય તેવાં મોટેરાંઓનો-વડીલોનો
આદર-સત્કાર કરવો, તેમનું બહુમાન કરવું. તેમની સાથે વિનમ્રતાથી વ્યવહાર કરવો. ૩. વૈયાવચ્ચ: આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, જ્ઞાની, ગુણી, સંતો-સાધુઓ, સાધર્મિકો, બિમાર અને
અશક્તોની સેવા-ચાકરી કરવી. ભક્તિ કરવી. દીન-દુ:ખી-પીડિતોની સેવા કરવી. આ ગુણ તપના રૂપે ખૂબ જ મહાન છે. સ્વયં તીર્થંકર પણ આ ગુણને મહત્વ આપે છે. શાસ્ત્રોમાં તીર્થકરને એમ કહેતા ટાંક્યા છે કે “જો ગિલાણં પડિવન્જઈ સો માં પડિવન્જઈ” એટલે કે “જે
ગ્લાન-બીમારની સેવા કરે છે... તે ખરેખર મારી સેવા કરે છે.” કેટલી મહત્વપૂર્ણ વાત છે આ? ૪. સ્વાધ્યાયઃ આત્માની શુદ્ધિમાં સહાયક અને પ્રેરક બને તેવા ગ્રંથો-પુસ્તકોનું
વાંચન-મનન-ચિંતન કરવું. ૫. વ્યુત્સર્ગઃ શારીરિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને, શરીરનું હલનચલન બંધ કરીને, સ્થિર શરીરે
અને સ્થિર ચિત્તે યથાશક્ય સમય સુધી પરમાત્માના સ્વરૂપનું ધ્યાન ધરવું, તેમનાં નામનો
જાપ કરવો. આ તપને ‘કાયોત્સર્ગ ધ્યાન’ પણ કહે છે. ૬. ધ્યાન: એકચિત્તે અને એકાગ્રભાવે પરમાત્માના સ્વરૂપમાં તલ્લીન બનવું. આ બાર પ્રકારના તપ ઉપરાંત રોજબરોજની પણ નાની મોટી તપશ્ચર્યાઓનું નિરૂપણ કરાયું છે તે
આ પ્રમાણે છે: દરરોજની નાની-મોટી તપશ્ચર્યાઓ
જૈન ધર્મ તો ત્યાગપ્રધાન ધર્મ છે. શરીરથી પણ વધુ મનના વિકાસ માટે, આત્માના વિકાસ માટે એ વજન મૂકે છે. અલબત્ત તપ કરવાથી શરીર થોડું દુબળું પડે છે... સૂકાઈ જાય છે... નબળાઈ આવે છે... પણ મનની તાજગી વધે છે... આત્માનું સૌંદર્ય વધુને વધુ નિખરવા માંડે છે માટે તો તન-મનને તપાવીને તન-મનની બધી અશુદ્ધિઓને બાળી નાખે તેને તપ કહે છે. શરીર અને મનને નિરોગી રાખવા માટે તપ અકસીર ઈલાજ છે. જૈન ધર્મમાં નાની-મોટી અનેક તપશ્ચર્યાનું સુનિયોજન છે. દરેક વ્યક્તિએ તન-મન અને આત્માના આરોગ્ય માટે, પોતાના રસ અને રૂચિ પ્રમાણે તેમજ પોતાની શક્તિ અને ક્ષમતા અનુસાર તપ કરવો જોઈએ.
નવકારશી: સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ બાદ દાતણ-પાણી કરવા, કંઈપણ ખાવું કે પીવું. પોરસી: સૂર્યોદય થયા પછી ત્રણ કલાક થયા પછી ભોજન-પાણી લેવાં. એ સાઢપોરસી: સૂર્યોદય થયા પછી સાડા ચાર કલાક વીત્યા બાદ ભોજન-પાણી લેવાં. ક પરિમુઢ: સૂર્યોદય બાદ છ કલાક વીતે ભોજન-પાણી લેવાં.
અવઠ્ઠ: સૂર્યોદય બાદ નવ કલાક વીતે ભોજન-પાણી લેવાં. - બેસણું: બે ટંક જ જમવાનું. એક જ જગ્યાએ એક આસન પર બેસીને જમવાનું. સૂર્યોદય થયા પછી ૪૮ મિનિટ વીતે તેમજ સૂર્યાસ્ત પહેલાં કોઈપણ અનુકુળ સમયે બે ટંક જમવાનું. એ બે ટંક સિવાય કોઈપણ સમયે કંઈ ખાવાનું નહિ. ચા, દૂધ વગેરે પણ પીવાના નહિ. પાણી ઉકાળેલું પીવાનું. સૂર્યાસ્ત પછી પાણી પણ
બંધ.
જ એકાસણું: એક જગ્યાએ, એક આસને બેસીને માત્ર એક જ ટંક જમવાનું. ઉકાળેલું પાણી પીવાનું. સૂર્યાસ્ત પછી પાણી નહિ પીવાનું.
આયંબિલ: ઘી-તેલ વગરની લુખ્ખી-સૂકી, મસાલા વગરની બાફેલી કે રાંધેલી રસોઈ એક જ જગાએ એક આસને બેસીને જમવાની. રસોઈમાં લીલાં શાકભાજી નહિ ખાવાનાં. દૂધ, ઘી, ગોળ પણ નહિ ખાવાનાં.
નોંધ: બેસણું, એકાસણું કરતા સમયે કોઈપણ સચિત્ત વસ્તુનો કે અભક્ષ્ય ખાન-પાનનો ઉપયોગ કરાતો નથી. રાતે પાણી પણ પીવાનું નહિ.
આ ઉપવાસ: આખા દિવસ દરમિયાન કશું જ ખાવાનું નહિ. નિરાહાર રહેવાનું. દિવસ દરમિયાન મોટા ભાગે સવારના ૧૦ થી ૬ ના સમય સુધી ઉકાળેલું પાણી એક જગાએ બેસીને પીવાનું પાણી પીધા વિના