________________
૨. ઉણોદરી: બે શબ્દ છેઃ ઉણ અને ઉદર. ઉણ એટલે સ્હેજ ખાલી. ઉદર એટલે પેટ. જેટલી ભૂખ હોય તેનાથી થોડુંક ઓછું ખાવું, ભરપેટ ને જમતાં પેટ થોડુંક ખાલી રાખવું. તેને ઉર્ણાદરી કહે છે. સામાન્ય રીતે સ્વસ્થ શરીરના માટે દિવસભરમાં ૨૫૦૦ કેલરીઝનું ભોજન પર્યાપ્ત મનાય છે. જૈનધર્મ આ બાબતમાં ૩૨ કોળિયાના ભોજનનો નિર્દેશ કરે છે. ટુંકમાં ાંસીઠાંસીને ક્યારેય ખાવું ના જોઈએ. અકરાંતિયાની જેમ તૂટી ના પડવું જોઈએ.
૩. વૃત્તિસંક્ષેપ; જીવનની જરૂરિયાત અલ્પાતિઅલ્પ રાખવી. ભોગવવાની વૃત્તિ પર કાપ મૂકો. એક ચીજથી ચાલતું હોય તો બીજી ચીજનો ઉપયોગ ન કરવો. વપરાશના સાધનો હોય કે ભોજનની વાનગીઓ હોય, તે દરેકનો ઉપયોગ ન કરતાં તેમાંથી ઘટાડો કરવો. વૃત્તિઓનો ક્ષય કરવામાં આ તપ વધુ સહાયક બને છે.
૪. રસત્યાગ: વૃત્તિઓ અને વિકારીને ઉત્તેજ, વિકૃત બનાવે, આવેશ અને આવેગને ભડકાવે તેવાં ખાનપાનનો ત્યાગ કરવો. ચિત્તને હોશ અને બધિર બનાવે તેવાં ખાન-પાનો ત્યાગ કરવો. આળસ અને ઊંઘ લાર્વ, બેચેન અને બદિલ બનાવે તેવાં ખાન-પાનનો ત્યાગ કરવો. તળેલાં, મસાલેદાર, ગળ્યાં તેમજ સ્ટાર્ચવાળા ભોજનપદાર્થો ખાવાથી ચિત્તની શાંતિ, સમતા અને પ્રસન્નતા ડહોળાય છે. આથી તેવાં આહાર-પાણીનો ત્યાગ કરો.
તન, મન અને આત્માને સરળ, સ્ફૂર્ત અને સાત્ત્વિક રાખવા માટે રસાળ પદાર્થોનો ત્યાગ જરૂરી છે. જીવનભર માટે ઘી, દૂધ, તેલ, ગાળ મિઠાઈ વગેરેનો ત્યાગ કરી શકાય તો ઉત્તમ. તેમ ન થઈ શકે
તો રોજ અમુક પદાર્થોનો ત્યાગ કરવો. ક્યારેક દુધનો ત્યાગ કરવો, ક્યારેક તેલનો ત્યાગ કરવા, ક્યારેક દૂધન્ય વાનગીઓનો ત્યાગ કરવો. આમ રસત્યાગના ઉત્તરોત્તર વધારો કરી શકાય. વિગઈનો ત્યાગ બે રીતે કરવામાં આવે છે. એક તો મૂળથી એટલે કે દૂધનો જો ત્યાગ કરો તો પછી દૂધની બનેલી કે જેમાં દૂધ આવતું હોય એવી કોઈ જ વસ્તુ ના લેવી. અને માત્ર વિગઈનો જ ત્યાગ હોય તો દૂધ ના હોવાયે... એનાથી બનેલી વસ્તુ લઈ શકાય. આવું જ અન્ય વિગઈઓ માટે સમજી લેવું.
આમ તો ગરિષ્ઠ અને વધારે શર્કરાયુક્ત પદાર્થો ખાવાનો મોહ છોડવા જેવો જ છે... કારણ, આ પદાર્થોની અસર શરીર પર તીવ્રતાથી પડે છે... ધીરે ધીરે મનના વિચારો અને આચરણ પર પણ આ અસર ફેલાય છે.
જૈન ધર્મ પણ વિગઈના ભોજન માટે ના જ પાડે છે. અમેરિકામાં અમુક શહેરોમાં ગુંડાતત્વોના ભોજનનું જ્યારે વર્ગીકરણ કરીને વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં. એઓ બધા જ હાઈપર ગ્લાઇસિમીયા (લોહીમાં શર્કરા)ના રોગોથી ગ્રસિત હતા... જેના કારણે એમના સ્વભાવમાં ચીડિયાપણું, ગુસ્સો, રોષ... શાળુ માનસ, ચૌન અપરાધ, ચોરી-લૂંટફાટ, મારપીટ, દંગા-ફસાદ અને કાનૂનને પડકારવાની મનોવૃત્તિ વધારે પ્રમાણમાં હતી. આ લોકોના ખાવા પીવામાંથી જ્યારે ગળ્યા પદાર્થો, તળેલી ચીજો... સ્વયંવાળા પદાર્થો ઘટાડવામાં આવ્યા ત્યારે આશાતીત પરિવર્તનના એંધાણ દેખાયા. ખાવાપીવાના પદાર્થોની અસર મન પર ચોક્કસ પ્રમાણમાં પડે છે... આ સ્પષ્ટ દીવા જેવી વાત છે. આપણે કદાય આ પદાર્થોને સંપૂર્ણતયા ન છોડી શકીએ તો એના પર અંકુશ તો રાખવો જ જોઈએ! માટે તો આયંબિલ નીવી જેવા તપો કરવાનું કહ્યું છે.
૫. કાયક્લેશઃ શરીરને સ્વેચ્છાએ કષ્ટ આપવું. પોતાની ઇચ્છાથી શરીરને ત્રાસ અને વેદના આપવાથી દૃષ્ટ-સહિષ્ણુતાનો વિકાસ થાય છે. દેહની મમતા પાતળી પડે છે. આ માટે વિવિધ યોગાસનથી ધ્યાન ધરવું. ઉઘાડા પગ ચાલવું. ઠંડીમાં ઉઘાડા શરીરે રહેવું. આમ સમજપૂર્વક કષ્ટ આપવાથી મન અડગ અને સબળ બને છે અને તેથી ધર્મધ્યાન પ્રસન્નતાથી થઈ શકે છે.
૬. સેલીનતા: મનની વૃત્તિઓ અને કાયાની પ્રવૃત્તિઓને અશુભ ભાવમાં જત્તી વાળીને તેને શુભ અને શુદ્ધ ભાવમાં સ્થિર કરવી. એકાંત અને પવિત્ર સ્થાનમાં સ્થિરપણે બેસીને કે ઉભા રહીને આત્મધ્યાનમાં લયલીન બનવું,
અત્યંતર તપ
મનના ભાવો સાથે તપનો મુખ્ય સંબંધ હોવાથી તેને આપ્યંતર કે ભીતરનો તપ કહે છે. તેના છ પ્રકાર છે તે આ પ્રમાણે છે;
२१