SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી તેને ‘વર્ધમાન તપ' કહે છે. આ તપ સાથે સાથ્વી કૃષ્ણા અને ચંદ્રર્ષિ કેવલી વગેરેના દ્રષ્ટાંતો જોડાયેલા ક નવપદની ઓળી: દર વરસે ચૈત્ર માસ અને આસો માસના ૯-૯ દિવસ સળંગ આયંબિલ કરવા. સળંગ નવ દિવસની આ તપસ્યામાં અરિહંત, સિદ્ધ આદિ નવપદની વિશિષ્ટ આરાધના કરવામાં આવે છે. લગાતાર દર વરસે નવ-નવ દિવસે (કુલ ૮૧ દિવસ) આયંબિલ કરીને તપ પૂરો કરવામાં આવે છે. આ ઓળી દરમ્યાન ઘણા લોકો એક જ દ્રવ્ય (મગ, અડદ, ચોખા, ઘઉં કે ચણામાંથી ગમે તે એક)ની વાનગી લઈને પણ નવે નવ આયંબિલ કરતા હોય છે. ઘણા લોકો જે દિવસે જે પદ હોય એ પદના ધ્યાન માટેના નિશ્ચિત રંગના દ્રવ્યથી આયંબિલ કરે છે. કેટલાક માત્ર ભાત પાણી લઈને પણ આયંબિલ કરે છે. આ તપ સાથે શ્રીપાલ-મયણાસુંદરીની કથા જોડાયેલી છે. વરસી તપ: ફાગણ વદ ૮ થી શરૂ કરીને બીજા વરસના વૈશાખ સુદ ત્રીજ સુધી એકાંતરે ઉપવાસ કરવાના હોય છે. એકાંતરે ઉપવાસ એટલે એક દિવસ ઉપવાસ કરવાનો અને બીજે દિવસે બેસણું કરવાનું. વરસ દરમિયાન વચમાં સળંગ બે ઉપવાસ પણ ક્યારેય કરવાના હોય છે. સળંગ એક વરસ સુધી આ તપ ચાલુ રહેતો હોવાથી તેને વરસી તપ કહે છે. આ તપનું પારણું શેરડીના રસથી કરવામાં આવે છે. આ તપ સાથે ભગવાન ઋષભદેવ અને એમના પ્રપૌત્ર રાજકુમાર શ્રેયાંસનું કથાનક જોડાયેલું છે. સુપ્રસિદ્ધ જૈનતીર્થ પાલીતાણામાં આ દિવસે મોટો મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં ભાવિકો અહી આવે છે... સમુહ પારણાનો કાર્યક્રમ યોજાય છે. છે વીસસ્થાનક તપ: અલગ અલગ ૨૦-૨૦ ઉપવાસ કરીને વીસ સ્થાનો (વિશિષ્ટ આરાધના કરવા માટેના નિયત પદ) ની આરાધના કરવાની હોય છે. વચમાં એક પદની આરાધના માટે ૨૦ છઠ્ઠ (સળંગ બે ઉપવાસ) પણ કરવાના હોય છે. દરેક તીર્થંકરનો જીવ આ વિશિષ્ટ તપની ઉત્કૃષ્ટ આરાધના જુદી જુદી રીતે કરે છે. આ ઉપધાન તપ: શ્રાવક જીવનની સર્વોત્તમ ઉપાસના અને સાધના એટલે ઉપધાન. આ તપ ૪૭ દિવસ, ૩૫ દિવસ અને ૨૮ દિવસ એમ ત્રણ તબક્કે પૂરો કરવામાં આવે છે. આ તમામ દિવસો દરમિયાન એક દિવસ ઉપવાસ બીજા દિવસે નીવિ (વિશિષ્ટ નિયમોવાળું એકાસણું) અથવા આયંબિલ કરવામાં આવે છે. પૌષધ વ્રત લઈને ઉપર્યુક્ત તપ સાથે રોજ ૨૦ માળા ગણવાની, ૧૦૦ ખમાસમણ (વિશિષ્ટ પ્રકારના વંદન-પ્રણામ), 100 વખત લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગ (ધ્યાન) કરવાના હોય છે. આ સાથોસાથ કેટલાંક મહત્વના જૈન સૂત્રોનું અધ્યયન પણ કરવાનું હોય છે. જ પ્રતિમા: શ્રાવક જીવનને વધુ વિશુદ્ધ ને વિશુદ્ધતર બનાવવા માટે પ્રતિમા વહન (વિશિષ્ટ જીવનચર્યા) કરવામાં આવે છે. આવી ૧૧ પ્રતિમાઓ છે. પ્રતિમા એટલે મૂર્તિ કે પૂતળું નહિ. જૈન પરિભાષાના આ શબ્દનો અર્થ છે પ્રતિજ્ઞા. અથવા અભિગ્રહ. શાસ્ત્ર નિર્દિષ્ટ ૧૧ પ્રતિજ્ઞાઓમાં દર્શન (શ્રદ્ધા) અને ચારિત્ર બંનેની સવિશેષ શુદ્ધિ-વિશુદ્ધિ માટે પ્રયત્ન કરવામાં આવે છે. પ્રતિમાઓની સંક્ષિપ્ત સમજ આ પ્રમાણે છે. ૧. સમ્યક્ત્વદર્શન-પ્રતિમા એક મહિના સુધી સુધર્મમાં રસ, રૂચિ રાખવા, સમ્યક્ત્વની (આત્મભાવ) વિશુદ્ધિ કરવી અને સમ્યક્ત્વના દોષોનો ત્યાગ કરવો. ૨. વ્રત-પ્રતિમા બે મહિના સુધી શ્રાવકના બાર વ્રતનું પાલન કરવું. ૩. સામાયિક-પ્રતિમા: ત્રણ માસ સુધી સામાયિક અને દેશાવકાસિક વ્રતનું પાલન કરવું. ૪. પૌષધ-પ્રતિમાઃ ચાર મહિના સુધી દરેક આઠમ, ચૌદસ, પૂનમ અને અમાસે આખા દિવસનું પૌષધવ્રત લેવું. ૫. કાયોત્સર્ગ-પ્રતિમા: પાંચ મહિના સુધી ૧. સ્નાન કરવું નહિ, ૨. રાત્રિભોજન કરવું નહિ, ૩. ધોતિયાનો કછોટો બાંધવો નહિ. ૪. દિવસમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળવું, અને ૫ રાતે મૈથુનની મર્યાદા બાંધવી. ૬. બ્રહ્મચર્ય-પ્રતિમા: છ મહિના સુધી મન, વચન અને કાયાથી મૈથુનનો ત્યાગ કરી શીલ પાળવું. ૭. સચિત્તાહાર વર્જન-પ્રતિમા સાત મહિના સુધી સજીવ આહારનો ત્યાગ કરવો. ૮. સ્વયં આરંભવન-પ્રતિમા: આઠ મહિના સુધી પોતે જાતે આરંભ-સમારંભ (જે કરવાથી જીવોની હિંસા થાય તેવી પ્રવૃત્તિ) કરવા નહિ. ૯. પ્રેગ્ગારંભ વજન-પ્રતિમા: નવ માસ સુધી બીજાઓ દ્વારા આરંભ-સમારંભ કરાવવો નહિ. २४
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy