________________
" બેચરદાસભાઈ, તેમને ના પુત્ર ભાઈ શિરીષ, મારા પારસી મિત્ર છે. કંટ્રાકટર અને હું એમ ચારે જ મે મહિનાની શરૂઆતમાં અલમોડા જવાને રવાના થયા. વાત ઉનાળાની હતી અને જે સ્થળ અમે પસંદ કરેલું તે ઠીકઠીક શીતળ હતું એટલે મારા વાચન મનનમાં ઘણું અનુકૂળતા રહી. થોડા દિવસ અલમાડા રહી અમે કૌસાની ગયા. અમે જાણતા હતા કે સ્વામી આનંદ કૌસાનીમાં રહે છે, એ જ આકર્ષણ કૌસાની જવા માટેનું મુખ્ય હતું. અમેઠા કરતાંય કૌસાની અમને ખુબજ ગમી ગયું. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય અને વરસાદથી થતું રમ્ય વાતાવરણ અમને અદષ્ટપૂર્વ લાગ્યું, એમાં સ્વામી આનંદનો પરિચય વળી વધારે ઉત્સાહપ્રેરક થયે. આ રીતે એકંદર જેટલું મેં વાંચવા ધારેલું તેટલું બરાબર પૂરું થઈ ગયું અને સ્વામી આનંદના દર્શન પરિચયનો લાભ વિશેષ નફા સમાન નિવડે. અમદાવાદમાં જ્યારે પૃ. ગાંધીજીએ નવજીવન શરૂ કર્યું ત્યારે તેના પ્રધાન સંચાલક સવામી આનંદ પિતે જ હતા. ઉપરાંત ગાંધીજીની પ્રવૃત્તિના વિશિષ્ટ અંગરૂપ તે તેઓ આજ સુધી પણ છે. બેચરદાસભાઈ જ્યારે ગુજરાત વિદ્યાપીઠમાં સંશોધન–સંપાદનનું કામ કરતા હતા ત્યારથી તેઓ સ્વામીજીને પરોક્ષ રીતે તો ઓળખે અને કૌસાનીમાં તેમને સાક્ષાત પરિચય થયે. આ પરિચય દીર્ઘકાલનો ન ગણાય છતાં અમે બધા સ્વામીજી તરફ ખુબ આકર્ષાયા અને તેમાં બેચરદાસભાઇ તે વિશેષ. બેચરદાસભાઈએ મને કહેલું કે સ્વામીજી તેમના ચિરપરિચિત છે એવું તેમને લાગ્યા જ કરે છે. સ્વામીજી તદ્દન નિરાડંબરી, સાદા અને સાધનાપરાયણ જીવન જીવનારા છે. તેઓ કદીક કરીક