________________
૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
વજનદાર છે' એ ફરી બોલવું પડે. એવી રીતે હું અનંત જ્ઞાનવાળો છું” છતાંય ભેદ નથી, અભેદસ્વરૂપ છે. વસ્તુ એક જ છે.
પ્રશ્નકર્તા : પોતાના આત્માના બધા ગુણોનું લક્ષ બેસેને, પછી પોતાને અખંડ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે એ કામ થાય કહે, એટલે આ જ્ઞાન અખંડ જ હોય કે પછી ખંડ ખંડ પણ હોય ?
દાદાશ્રી : જ્ઞાન ખંડ હોતું જ નથી, અખંડ જ હોય છે. બુદ્ધિ ખંડ હોય અને જ્ઞાન અખંડ હોય. પ્રતીતિ ખંડ હોય, લક્ષ પણ ખંડ હોય પણ અનુભવ ખંડ ના હોય, અખંડ હોય અનુભવ. એટલે જ્ઞાન ખંડ ના હોય.
અનંત દર્શન, તેથી પહોંચી વળે અનંત દશ્યોને પ્રશ્નકર્તા : પછી અનંત દર્શન એટલે શું? દાદાશ્રી : એવું છે ને, દશ્યો કેટલા છે? એને ગણાય એવા છે? પ્રશ્નકર્તા: નહીં.
દાદાશ્રી : એટલે દૃશ્યો અનંત છે, માટે દર્શનેય અનંત છે. દૃશ્યો અનંત હોય ને દર્શન અનંત ના હોય તો શું દશા થાય ? દૃશ્યો અનંત હોય ને આપણે થોડુંક જ દર્શન હોય શી રીતે ચાલે ? આને પહોંચી વળાય ? દ્રષ્ટાના દર્શન કેટલા ? ત્યારે કહે, અનંત દર્શન છે.
પ્રશ્નકર્તા: આ બાજુ અનંત દર્શન છે, અનંત જ્ઞાન છે અને વચ્ચે જ્ઞાનાવરણ છે, દર્શનાવરણ છે એના સંબંધમાં કહો. દર્શનાવરણ કોને કહેવાય ?
દાદાશ્રી : આ જગતના બધા લોકોને દર્શનનું આવરણ છે, મિથ્યાત્વનું. સમ્યક્ દર્શનનું આવરણ હોય તેને મિથ્યાત્વ કહેવાય. સમ્યક્ જ્ઞાનનું આવરણ મિથ્યાજ્ઞાન હોય ત્યારે જ્ઞાનાવરણ કહેવાય.
અડિસાઈડેડ તે દર્શન, ડિસાઈડેડ તે જ્ઞાત પ્રશ્નકર્તા : જોયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત