________________
(૨.૧) જ્ઞાયક : જ્ઞાન : શેય
૧૭
જ્ઞાનવાળો છું. દૃશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શનવાળો છું. જોયો અને દૃશ્યોમાં તફાવત શું છે તે સમજાવવા કૃપા કરશો.
દાદાશ્રી : જ્ઞાન અને દર્શનમાં ભિન્નતા ગુણ છે. નક્કી થયા પહેલા દર્શન, નક્કી થયા પછી જ્ઞાન.
દર્શન એટલે શું ? તમે અંધારામાં કોઈ જગ્યાએ બેઠા છો પાંચછ જણ અને બગીચામાં કંઈક અવાજ આવ્યો. એટલે તમારા છ-સાત જણમાં એક જણ બોલી ઊઠે, અલ્યા કંઈક છે ! એવું બોલે કે ના બોલે આપણા લોક, અવાજ આવે એટલે ? ત્યારે બીજો કહેશે, હા, કંઈક છે ! તો બધાય કહેવા માંડ્યા, હા, કંઈક છે ! ત્યારે મારા જેવાએ કો’કે પૂછયું કે પણ શું છે એ કહેને ? ત્યારે કહે, એ તો શી રીતે ખબર પડે ? કંઈક છે ખરું. એ “કંઈક છે એ જ્ઞાન થયું એનું નામ દર્શન. જો તીર્થકર કેવા ડાહ્યા હતા, નહીં ? આને દર્શનમાં મૂક્યું.
પ્રશ્નકર્તા ઃ દર્શનમાં.
દાદાશ્રી : હવે એ બધા ઊઠીને ગયા શું છે એ જોવા માટે અને ત્યાં જઈને એક જણ કહે છે, અરે ! આ તો ગાય છે. ત્યારે બીજો કહેશે, હા, ગાય છે. ત્યારે એનું નામ જ્ઞાન. “કંઈક છે” એનું નામ દર્શન અને આ છે' એ જ્ઞાન. ગાય છે એનું નામ જ્ઞાન. ડિસાઈડડ થયું, ડિસાઈડડ એ જ્ઞાન કહેવાય અને અન્ડિસાઈડ એ દર્શન કહેવાય.
પ્રશ્નકર્તા એ સંજોગોમાં ગાય એ જોય બને છે ને એ પછી ? દાદાશ્રી : હા, ગાય શેય છે, પહેલા દૃશ્ય હતી.
દ્રષ્ટાએ દૃશ્યને જોયું એટલે દર્શન ઊભું થાય. જ્ઞાતાએ શેયને જાણ્યું એટલે જ્ઞાન ઊભું થાય.
પોતાના અત્યંત ગુણધર્મો થકી પોતે સંપૂર્ણ શુદ્ધ
પ્રશ્નકર્તા આત્માના અનંત ગુણો છે કે આ જ્ઞાન અને દર્શન છે તેના અનંત ગુણો છે ?