________________
(૨.૧) જ્ઞાયક : જ્ઞાન : જ્ઞેય
કહેવાય. એટલે મૂળ આત્મા પોતે જ જ્ઞાન છે, એ પ્રકાશ જ છે પોતે. તે પ્રકાશના આધારે આ બધું જ દેખાય છે. એ પ્રકાશના આધારે આ બધું સમજણેય પડે છે અને જણાય છેય ખરું.
૧૫
પ્રશ્નકર્તા : એટલે હું અનંત જ્ઞાનવાળો છું, એવું આપણે બોલીએ પણ કોઈ વસ્તુનું પઝેશન મૂળ આત્મા કરતો નથી. એ પોતે જ્ઞાનસ્વરૂપ જ છે.
દાદાશ્રી : જ્ઞાનસ્વરૂપ જ છે, બીજું કશું નથી. એક્સૉલ્યૂટ જ્ઞાન છે.
મૂળ આત્મા શુદ્ધ જ છે. શુદ્ધ જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ નથી. પણ શુદ્ધ જ્ઞાન કોને કહેવું ? કયા થર્મોમિટર ઉપર શુદ્ધ જ્ઞાન કહેવાય ? ત્યારે કહે, જે જ્ઞાનથી રાગ-દ્વેષ ને ભય ના થાય તે જ્ઞાન શુદ્ધ જ્ઞાન. અને શુદ્ધ જ્ઞાન, પરમ જ્યોતિસ્વરૂપ તે જ પરમાત્મા. પરમાત્મા કંઈ સ્થૂળ વસ્તુ નથી, જ્ઞાનસ્વરૂપ છે, એક્સૉલ્યૂટ જ્ઞાન માત્ર છે. એક્સૉલ્યૂટ એટલે જ માટે કે એમાં બીજી કોઈ વસ્તુ ભળેલી નથી, અને ભળે તેમ છેય નહીં. આત્મા ગુણધર્મે અભેદ તે જ્ઞાતરૂપે અખંડ
પ્રશ્નકર્તા : જ્ઞાન ભેદવાળું છે કે અભેદ છે ?
દાદાશ્રી : ભેદવાળું હોય જ નહીં. જ્ઞાન-દર્શન બધું અભેદ આત્મારૂપે છે. જેમ સોનું છે તે તેનો રંગ પીળો છે, તે એનો ગુણ છે, પછી વજનદાર છે એ બીજો ગુણ, કાટ નથી ચડતો એ એનો ગુણ. એટલે સોનાના આ બધા ગુણધર્મ છે તેમ આત્માનેય ગુણધર્મો છે. જેમ સોનું એના ગુણધર્મોમાં અભેદભાવે સોનું જ છે, તેમ આત્માના બધા જ ગુણોમાં અભેદભાવે આત્મા જ છે, ત્યાં ભેદ નથી.
પ્રશ્નકર્તા : જ્ઞાન આપણા વિચારમાં આવે છે ત્યારે તો એના ટુકડે ટુકડા થઈ જાય છે, અભેદસ્વરૂપે રહેતું નથી. જાણીએ છીએ અભેદસ્વરૂપે, પણ શબ્દમાં વર્ણન કરવું હોય તો પછી ભેદસ્વરૂપે થઈ જાય છે.
દાદાશ્રી : વર્ણન કરવું હોય તો ભેદ દેખાય જ. ‘સોનું પીળું છે’ તે બોલવું પડે, પણ એટ એ ટાઈમ બધા ગુણધર્મ ના બોલાય. ‘એ