________________
૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
પ્રશ્નકર્તા ઃ અને એ અહંકારને પણ જે જાણે છે તે સ્વ.
દાદાશ્રી : અહંકારને જે જાણે છે તે સ્વસત્તા.
પ્રશ્નકર્તા : અત્યારે અહીંયા સામો કબાટ છે. મારા જ્ઞાને જાણ્યું કે આ કબાટ છે, તો એ જ્ઞાન આત્માનું નહીં ?
દાદાશ્રી : ના. જ્ઞાન કબાટને ના જાણે. એ તો ઈન્દ્રિયજ્ઞાન જાણે છે અને આ ઈન્દ્રિયજ્ઞાને શું જાણ્યું તે પોતે જાણે. પણ આ બધું જાણે ઈન્દ્રિયજ્ઞાન. કારણ કે આ ઈન્દ્રિયો છે ને, તેના આધારે આ દેખાય છે. આત્માને સીધું ના દેખાય પોતાના જ્ઞાનથી.
પ્રશ્નકર્તા : જ્ઞેય બધે જુએ એટલે ત્યાં બધેય આત્માનું સીધું જ્ઞાન નહીં ?
દાદાશ્રી : ના, ના, આ જે દેખાય છે ને, એ તો બધું છે તે ઈન્દ્રિયજ્ઞાન છે. એ તો બહારના લોકો અજ્ઞાનીનેય છે. અજ્ઞાનીને ને જ્ઞાનીને ઈન્દ્રિયજ્ઞાનમાં ફે૨ નથી. અતીન્દ્રિય જ્ઞાનમાં ફેર છે બન્નેના. અતીન્દ્રિય જ્ઞાનમાં જે આંખે દેખાતી નથી એવી વસ્તુને જોઈ શકે છે. મનના પર્યાય જે છે, બુદ્ધિના પર્યાય એને જગતના લોકો ઈન્દ્રિયજ્ઞાનથી જોઈ શકતા નથી, તેને આ આત્મા અતીન્દ્રિય જ્ઞાનથી જાણે છે. એ દેહમાં તમામ પ્રકારના પર્યાયને એ આત્મા જાણે છે.
પ્રશ્નકર્તા : એટલે જાણે, સહજ છે એ વસ્તુ. ઈન્દ્રિયજ્ઞાનને પણ આત્માનું જ્ઞાન જાણે.
દાદાશ્રી : આત્મા ઈન્દ્રિયજ્ઞાનને, આ કોનું જ્ઞાન છે એ પોતે જાણે કે આ ઈન્દ્રિયોનું જ્ઞાન છે. એ પણ આત્મા જાણ્યા કરે.
‘હું' પોતે જ્ઞાનવાળો, પણ મૂળ આત્મા એ પોતે જ જ્ઞાત
પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું ‘હું’ જ્ઞાનવાળો છે તો સાથે સાથે મૂળ આત્મા તો જ્ઞાનવાળો જ છે ને ?
દાદાશ્રી : એ પોતે જ જ્ઞાન છે. પોતે જ્ઞાનવાળો નહીં, જ્ઞાન જ પોતે છે. જ્ઞાનવાળો એને કહીએ તો ‘જ્ઞાન’ અને ‘વાળો' એ બે જુદું થયું