________________
(૨.૧) જ્ઞાયક : જ્ઞાન : જ્ઞેય
છે. અનંતમાં થોડા કાઢી લે સંખ્યાત ને અસંખ્યાત, તો એ રહે કેટલા ? ત્યારે કહે, અનંત ને અનંત જ રહે.
જાણવા જેવું બધુંય જ્ઞેય
૧૧
પ્રશ્નકર્તા : જ્ઞેય એટલે શું સમજવું ?
દાદાશ્રી : આ જ્ઞેય એટલે જાણવાની જે ચીજો છે, જે જાણવાની વસ્તુઓ એ બધી જ્ઞેયો કહેવાય અને જોવાની વસ્તુઓ તે દૃશ્યો કહેવાય. આત્માનો સ્વભાવ શું ? કે જાણવું અને જોવું. પણ શું જાણે ? ત્યારે શેયોને જાણે. હંમેશાં જ્ઞેય હોય એટલે આવી જ જાય જાણવામાં એમના. જેમ અરીસા પાસે કોઈ માણસ જાય કે મહીં ઝળકી જાય. એવું આમાં આવી જાય.
દશ્ય ને શેય વિનાશી હોય. દ્રષ્ટા-જ્ઞાતા અવિનાશી હોય. દશ્ય ને શેય, અવસ્થા સ્વરૂપે દેખાય આપણને, એ વિનાશી હોય અને મૂળ સ્વરૂપે એય પણ અવિનાશી.
આ બધું જે બહાર દેખાય છે ને એ બધા જ્ઞેય છે આમાં. અને આ વાળેય જ્ઞેય છે ને આંખોય જ્ઞેય છે ને કાનેય જ્ઞેય છે ને આ બધું, જગતમાં શેય ને આ તમે જ્ઞાતા.
આત્મા છૂટો પડ્યા પછી એ જ્ઞાતા કહેવાય. અને આ વિનાશી
ચીજો બધી દેખાય છે એ જ્ઞેય દેખાય. વિનાશીયે બહાર દેખાય અને અંદર અવિનાશીયે દેખાય, બધું દેખાય જેને. અંદરેય બધા બહુ જ્ઞેયો છે, પણ બહારના લોકોને તો ઈન્દ્રિશાન પૂરતું જ સમજણ પડે. મનનું ને આંખનું ને બુદ્ધિનું એટલી સમજણ પડે. એથી આગળનો ભાગ સમજણ પડે નહીં.
‘અનાદિથી શેયને જ જ્ઞાતા સમજી વર્તે છે લોક.’ ‘હું ચંદુ છું’ એ તો જ્ઞેય છે, એને જ્ઞાતા માને તો ક્યારેય ઉકેલ આવે નહીં. જ્ઞાતા એ જ્ઞાતા ને જ્ઞેય એ શેય. ચંદુભાઈનું રૂપ, ઊંચાઈ, જાડાઈ બધું તમે જાણો. એમના વિચાર, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાને તમે જાણો. પણ આ તો કહેશે, મેં જાણ્યું ને મેં કર્યું ! મૂઆ, તે કર્યું શી રીતે ? જાણે એ કરે નહીં ને કરે એ જાણે નહીં, પણ કોઈ પ્રકારનું ભાન જ નથી.