________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
એ જે કલ્પનાથી દેખાય છે, એ બધું દશ્ય અને શેય છે. અને નિર્વિકલ્પ દેખાય છે, એ જ્ઞાતા-દ્રષ્ટા. એટલે જ્ઞાતા-દ્રષ્ટા એ ભગવાન છે અને દૃશ્ય શેય તો જગતમાં છે જ. આ બધું દેખાય છે એ બધું દશ્ય જ છે, ને જોય જ છે.
અનંતા જોયોમાં કેટલા બધા શેયો ? આંબાને જોઈએ તો પાંદડા એકલા દેખાય છે ? કેરીઓ હઉ એટલી દેખાયને ? તે આમ લટકતી હલ દેખાયને ? એ શેય કહેવાય ને આપણે જ્ઞાતા છીએ.
ક્રિયા નહીં પણ સંસારી જ્ઞાત તે ય પ્રશ્નકર્તા : દાદા હવે આ શેયો વિશે વધુ સૂક્ષ્મતાએ ફોડ પાડશો ?
દાદાશ્રી : આ બધા જોયો, આ વકીલાતના જોયો, ફલાણાના શેય, એ બધા જ્ઞેય છે. મોચી જે સીવે છે એ ક્રિયા શેય નથી, જે જ્ઞાનથી સીવે તે શેય. આ વકીલાત કરે છે તે ક્રિયા નહીં, પણ જે જ્ઞાનથી એ વકીલાત કરે છે એ જ્ઞાન જ શેય છે.
પ્રશ્નકર્તા: આમાં જે (વકીલાતનું) જ્ઞાન પ્રગટ થયું, એ આ બધા જોયોને (વકીલાતની ક્રિયાને) જોઈ શકે છે એવું થયું ?
દાદાશ્રી : જે પ્રગટ થયું તે (વકીલાતના) શેયને ખુલ્લું કર્યું એણે. શેયને જાણે અને જાણે એટલે પેલા ભઈ આ વકીલાત કરે.
પ્રશ્નકર્તા ઃ એટલે વકીલાતની ક્રિયા કરે છે, એ ભઈ જે જાણેને એ કયું જ્ઞાન ?
દાદાશ્રી : વકીલાત જે કરે છે તેને જે જાણે છે, વકીલાત કેવી રીતે કરાય, કેવી રીતે નહીં, એ બધામાં પાછી વકીલ પોતે પોતાની ભૂલ કરે છે તે પેલા (બુદ્ધિ) જ્ઞાનથી કાઢે કે આ ભૂલ થઈ ગઈ, આવું ના હોવું જોઈએ. પણ શેના આધારે ? કયા થર્મોમિટરના આધારે આ ભૂલ તમે જોઈ શક્યા ? ત્યારે કહે, એ (બુદ્ધિ) જ્ઞાનના આધારે. જે જ્ઞાન પ્રગટ થયું છે તે એવું બને કે ના બને ? એ બુદ્ધિ જ્ઞાન છે.