________________
૧૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
અનંત હોય. જ્ઞાયક સ્વભાવ છે તે કેવો છે ? અનંત જ્ઞાનવાળો છે. શાથી અનંત જ્ઞાન ભાગ ? શેયો પણ અનંત છે એટલે.
આત્મા સ્વ-પર પ્રકાશક એવો છે કે એમાં દરેક જોયો દેખાય તેવો છે. તેથી અનંત જ્ઞાન છે.
આ બધા મનુષ્યમાં જેટલું જ્ઞાન છે ને, એટલું એક આત્માનું જ્ઞાન છે. આ બધા જીવ માત્ર છે ને, એ બધા જ જીવનું જ્ઞાન એક જ આત્માનું છે. પણ એ પ્રગટ થવું જોઈએ. આ જ્ઞાનથી જગત ચાલી રહ્યું છે. પુદ્ગલમાં જ્ઞાન નથી. બીજી કોઈ વસ્તુમાં જ્ઞાન નામનો ગુણ જ નથી.
ય ખૂટે પણ જ્ઞાત ત ખૂટે પ્રશ્નકર્તા : બરોબર છે, શૈય અનંત હોવાથી જ્ઞાન પણ અનંત છે?
દાદાશ્રી : આ જગતમાં શેય પાર વગરના છે. સંખ્યાત જોય હોત તો સંખ્યાત જ્ઞાન હોત. અનંત જોય છે માટે અનંત જ્ઞાન છે. તેથી અમે કહીએ છીએ કે પોતે અનંત જ્ઞાનવાળો છે. કારણ કે જોયો અનંત છે માટે. આ જગતમાં શેયો કેટલો છે ? શેયો સંખ્યાત નથી, અસંખ્યાત નથી, અનંત છે.
આ શરીર ખોલો, તે ઘડીએ કેટલી જગ્યાએ જોય છે ? પ્રશ્નકર્તા : જ્યાં જુઓ ત્યાં બધે જ જોય છે.
દાદાશ્રી માટે આત્માનું જ્ઞાન પણ અનંત છે. અહીં આત્માનું જ્ઞાન ખૂટે તો આત્મા હારી ગયો કહેવાય. આ આત્મા શું કહે છે કે શેય ખૂટે પણ મારું જ્ઞાન નહીં ખૂટે !
અમે ફોડ પાડીએ છીએ કે ભઈ, શેયો અનંત છે માટે જ્ઞાન અનંત છે. કોઈ કહે, જથ્થાબંધ કહેવામાં વાંધો શો હતો ? તે હોલસેલ છે આ તો કંઈ ? ય બધા અનંત છે, ગણાય નહીં. સંખ્યાત હોય તો સંખ્યાત કહેવાય. સંખ્યાતથી વધારે હોય, ગણી ના શકાય એવા હોય તો અસંખ્યાત કહેવાય. અને અસંખ્યાતેય છે તે કો'ક દહાડો ચોગરદમ ગણવા બેસે, તો કોઈ નિવેડો લાવે વખતે, તોલ કરે, પણ આ તો અનંત