________________
અનુભવના સ્ટેશન આવતા સુધીની જ વસ્તુ બહાર પડેલી છે. તે આ અનુભવના સ્ટેશને આવીને “અનુભવ શું છે' એટલો થોડો બહાર પડીને બંધ થઈ ગયું છે. કારણ કે જે જે આત્મઅનુભવી થયા, તે તે “આત્મા’ કહેવા રહ્યા નથી. અનુભવ આવ્યા પછી મૌન થઈને ચાલ્યા ગયા. તેઓ પુસ્તક લખવાય નથી રહ્યા ને કહેવાય નથી રહ્યા.
પ્રશ્નકર્તા: પણ આત્માનો અનુભવ પૂરેપૂરો લખી શકાય ?
દાદાશ્રી : એ અનુભવ લખાય નહીં, પણ આના પરથી છાંટ ખબર પડે કે એ શું અનુભવ છે એમને, આત્માનો અનુભવ શું શું કામ કરે છે ! આત્માના અનુભવ સિવાય એવી વાણી નીકળે નહીં, આવું દર્શન ઊભું ના થાય, એવું એમને સમજાય.
પ્રશ્નકર્તા: આપની આ ઓરીજિનલ વાતો, મૌલિક વાતો લાગે છે બધી.
દાદાશ્રી : હા, મૌલિક વાતો છે બધી !
પ્રશ્નકર્તાઃ આપ દૃષ્ટાંત એવા આપો છો કે ઝીણી વાતોય હવે ખબર પડી જાય છે.
દાદાશ્રી: હા, પડી જાય. દ્રષ્ટાંત છે ને ! દ્રષ્ટાંતો જ અનુભવના છે આ. આપણી આપ્તવાણીઓ પૂર્ણ અનુભવની જ વાણી છે.
જ્ઞાનીનું એક વાક્ય તો અનંત જ્ઞાનકળાથી ભરેલું હોય. એ વાક્ય તો અનુભવ વાક્ય કહેવાય. શાસ્ત્રોમાંય ના લખી હોય એવી એમની વાણી હોય અને એ વાણી આપણને અનુભવમાં આવે કે ઓહોહો ! કેવી સચોટ વાણી છે ! આ અનુભવની વાણી તો ઠેઠ સુધી ચાલશે.
આ અમારા પુસ્તકનું રોજ એક ક્લાક જ આરાધન કરશે તો છેલ્લી દશાએ પહોંચાડશે. કારણ કે કોનું નિદિધ્યાસન કરે છે ? જ્ઞાની પુરુષે બોલેલી વાણીનું, તે આરાધન કરે છે. અમારા વાક્યોનું આરાધના એ જ તપ અને એ જ ધર્મ, તો તમને નિરંતર પરમાનંદ રહેશે.
8