________________
(૧) આત્માના ગુણો અને સ્વભાવ
પ્રશ્નકર્તા: ગુણથી કેવી રીતે છે?
દાદાશ્રી : ગુણ એટલે આત્માના છે તે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખધામ, અવ્યાબાધ. આ તે બધા ગુણો બતાવ્યા છે ને !
પ્રશ્નકર્તા અને લક્ષણ ?
દાદાશ્રી : લક્ષણ ? લક્ષણ તો આપણને ખબર પડે છે ને, કે આ અત્યારે પહેલા છે તે આ લક્ષણ કોના હતા ? દેહાધ્યાસના હતા. હવે આત્મા (આત્મા પ્રાપ્ત કર્યો)ના લક્ષણ થયા !
પ્રશ્નકર્તા એટલે એ કેવી રીતે ? દાખલા તરીકે ? દાદાશ્રી : અહંકાર ના દેખાય, ક્રોધ ના થાય, લોભ ના થાય.
દસ ગુણો રૂપી લક્ષણો ઊભા થાય. ક્ષમા, આર્જવતા (સરળતા), ઋજુતા, શૌચ, એ બધા ઉત્પન્ન થાય લક્ષણો. આવા લક્ષણો હોય તેને આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય.
એટલે લક્ષણો તો પરિણામિક છે. એટલે એનામાં સહજ ક્ષમા, સહજ મૃદુતા, સહજ ઋજુતા, સત્ય, સહજ શૌચ હોય.
પ્રશ્નકર્તા : એટલે કે આ સહજ ક્ષમા, એ તો બધા પેલા ગુણો થયાને? આત્મા પ્રાપ્ત થયો હોય તેને આવા ગુણો પ્રગટે એવું થયું કે પછી આવા લક્ષણો હોય ?
દાદાશ્રી : આવા લક્ષણો હોય, નહીં તો લક્ષણ ના હોય એવા.
પ્રશ્નકર્તા : એ પ્રકૃતિમાં જ થાયને, દાદા ? આ દસ ગુણો તો પ્રાકૃત વિભાગમાં પ્રગટ થાયને, પરિણામે ?
દાદાશ્રી : ના, પ્રકૃતિના શાના ? આ ગુણો, નથી પ્રકૃતિના, નથી આત્માના. વ્યતિરેક ગુણો છે આ બધા. * દસ લક્ષણો ઃ ક્ષમા, માર્દવ (અભિમાનનો અભાવ, નમ્રતા), આર્જવ (સરળતા, માયાકપટ રહિત થવું), શૌચ (લોભથી વિરામ પામવું, નિર્લોભતા, પવિત્રતા), સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન (મમતાનો અભાવ), બ્રહ્મચર્ય.