________________
(૧) આત્માના ગુણો અને સ્વભાવ
દાદાશ્રી : ગુણો બધા જુદા જુદા બોલાય, ભેગા નહીં. ભેગા કરીએ એટલે સ્વભાવ કહેવાય. ગુણો બે થયા હોય ને એક ત્રીજો ના પણ થયો હોય, ત્યાં સુધી સ્વભાવ કહેવાય નહીં. સ્વભાવ ક્યારે કહેવાય? પૂર્ણ દશાએ. સ્વભાવ એટલે ફુલ દશા. એટલે બધા ગુણો ભરાઈ જાય ત્યારે એ
સ્વભાવ કહેવાય, પણ છતાં ગુણનું નામ દેવું હોય તો નામ દેવાય. છૂટા કહેવા હોય તો ગુણ કહેવાય અને જથ્થાબંધ કહેવું હોય તો સ્વભાવ કહેવાય.
પ્રશ્નકર્તા: એક ગુણ, ધારો કે “અનંત જ્ઞાન”, એનામાં પૂરો આવી ગયો, તો બધા આવી જ જાયને, દાદા ?
દાદાશ્રી : ના, બધા જ આવી જવા જોઈએ. એક-બે ગુણો હોયને જ્યાં સુધી, ત્યાં સુધી સ્વભાવમાં ના કહેવાય એ.
તેરશ હોય ત્યાં સુધી ગુણ કહેવાય, ચૌદશ હોય ત્યાં સુધી ગુણ કહેવાય અને પૂનમ હોય ત્યારે ગુણ ના કહેવાય, સ્વભાવ કહેવાય. ચૌદશને દહાડે સ્વભાવ ના કહેવાય. પૂનમને દહાડે સ્વભાવ કહેવાય કે ચંદ્ર એના સ્વભાવમાં આવી ગયો. પછી ચૌદશ છે, તેરસ છે એવું તેવું ના બોલીએ તો ચાલે અને જો બોલીએ તો ચાલેય નહીં. લોકો એ એક્સેપ્ટ ના કરેને ! (કારણ કે) એ સ્વભાવ કહેવાય.
બધી ફાઈલોના નિકાલ થયે, થશે પૂનમ પ્રશ્નકર્તા: આપણા થોડા ગુણો બાકી જ કહેવાય ને? હજુ પૂર્ણ ગુણ થયા ના કહેવાય ને ?
દાદાશ્રી : તો તો પછી પૂનમ થઈ જાય ! એટલે ફાઈલો શી રીતે નિકાલ કરો ? પૂનમ થાય એટલે ફાઈલનો નિકાલ ના થાય. પડી રહે ફાઈલો, પછી કોને ખાતે જમે કરવી ? માટે કહે, ફાઈલોનો નિકાલ થયા પછી એની મેળે પૂનમ થાય કુદરતની રીતે. તમે જો પૂનમ પહેલા કરવા જશો તો ઉપાધિમાં સપડાશો.
પ્રશ્નકર્તા પણ પછી શું વાંધો દાદા, પૂનમ થઈ ગયા પછી ? ફાઈલોને જે થવાનું હોય એ થાય.