________________
આપણે સિદ્ધ થવું છે, માટે સિદ્ધ સ્તુતિ રોજ કરવી જ જોઈએ. આપણે પ્રજ્ઞાએ કરીને બોલાવવાની, (હું) ચંદુ છે એ બોલશે. ચંદુ (હું)ને કહીએ, ‘તમે બોલો ને અમારા જેવા થાવ. પછી તમેય છૂટા ને અમેય છૂટા.’
દાદાશ્રી આપણને બોલાવે ને આપણે બોલીએ, એવું આપણે બોલાવીએ (પ્રજ્ઞામાં બેસીને) અને ચંદુ (હું) બોલે, તો એ પોતે પણ આત્મા રૂપ થતો જાય.
‘હું અનંત જ્ઞાનવાળો છું' એ બધા વાક્યો પચ્ચીસ વખત અને બીજા બધા વાક્યો પાંચ વખત એમ કરીને એક ગુંઠાણું પૂરું કરીએ. કોઈ પચ્ચીસને બદલે સો વખત બોલે તોય ચાલે. પહેલા ‘હું ચંદુલાલ તથા ચંદુલાલના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હું અનંત જ્ઞાનવાળો છું...’ એમ બધા વાક્યો બોલાવવાના. તમે જોનારા અને આ ચંદુલાલ બોલનારા. એ પછી સિદ્ધ સ્તુતિનું ફળ તરત મળે જ, પોતાને આત્મારૂપ બનાવે.
આવી સિદ્ધ સ્તુતિની રમણતામાં બધાય અંતરાય તૂટી જાય. આત્મા સિદ્ધ જ છે. એની સિદ્ધ સ્તુતિ જો બોલીએ તો પોતે ભગવાન જ થઈ જાય.
ચરણિવિધમાં ‘હું... કરું છું, મને... શક્તિ આપો', એ સિવાયના જે બધા વાક્યો છે, એ બધી સિદ્ધ સ્તુતિ જ છે, એ બોલવી.
આ નિશ્ચય-વ્યવહાર ચરણવિધિ, એ વ્યવહાર સિદ્ધની સ્તવના છે. આપણને સિદ્ધ સ્થિતિમાં લઈ જનારો વ્યવહાર છે આ. એટલે આ ખાસ કરવા જેવી વસ્તુ છે. એ આજ્ઞાપૂર્વકનું છે.
ચરણિવિધ કરતી વખતે છૂટાપણું લાગે. માંદગીમાંય એ છૂટો રહે. ‘હું જુદો છું’ એ અનુભવમાં આવે.
દાદાશ્રીને ચરણે એમની સ્થૂળ હયાતીમાં બધા મહાત્માઓ વિધિ કરતા, ત્યારે દાદાશ્રી કહે છે, “રિલેટિવલી બધા જુદા, પણ રિયલી બધા સરખા. અમારે તો શુદ્ધાત્મા જોડે જ વ્યવહાર.'
71