________________
દાદાના અંગુઠે ચરણવિધિ કરતી વખતે મહાત્માઓ હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' બોલે અને ત્યારે દાદાશ્રી શુદ્ધાત્માના ગુણોની પ્રતિષ્ઠા બધામાં કરે, વિધિમાં શક્તિઓ પૂરે.
મહાત્માઓ “હું શુદ્ધાત્મા છું' બોલે ત્યારે દાદાશ્રી, “તમે અનંત જ્ઞાનવાળા છો” એવી શક્તિઓ પુરે. એટલે જેમ પ્રતિષ્ઠા થતી જાય, એમ પોતાને આત્મશક્તિ ઉત્પન્ન થાય.
મંદિરમાં મૂર્તિમાં પ્રતિષ્ઠા થાય, ત્યારે આ સાચા આત્મામાં પ્રતિષ્ઠા થાય.
મૂળ આત્મા, એની જે ધાતુ છે આ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ એવી આપણી ધાતુ થઈ જાય, તે ધાતુ મિલાપ થયો કહેવાય. આત્માના ગુણો આપણે બોલીએ તો ધાતુ મિલાપ થાય. એટલે એના સ્વભાવે સ્વભાવરૂપ થઈ જવું છે. ભગવાન જે ધાતુ છે, તે ધાતુ રૂપ પોતે થઈ જાય, જે સનાતન છે, મોક્ષસ્વરૂપ છે.
- દીપકના જય સચ્ચિદાનંદ
72