________________
ફાલતું વિચારો ઘેરી વળે તો “હું નિર્વિચારી છું', એમ બોલવાથી એ બધા ઊડી જાય.
નવરાશમાં પોતાના આત્માના ગુણોની ભજના કરવાથી પુગલની હકૂમતમાંથી છૂટી જવાય, પોતાના સ્વક્ષેત્રમાં આવી જાવ, આને જ સિદ્ધ સ્તુતિ કહી છે.
“ટંકોત્કીર્ણ છું' એવું સો-સો વખત બોલવું જોઈએ. ટંકોત્કીર્ણ શું સુચવે છે કે મારે આ પદુગલ સાથે લેવાદેવા જ નહોતી પહેલેથી. એટલે આ “ટંકોત્કીર્ણ છું બોલીએ તો પુદ્ગલેય સમજી જાય કે આમણે આપણી જોડે વ્યવહાર તોડી નાખ્યો. કહ્યા પ્રમાણે કરે તો ફળ મળે એવું આ સાયન્સ છે.
અકસ્માતથી કે કંઈ વાગવાથી શરીરનો આકાર બદલાઈ ગયો. તો હું નિર્નામી છું એ બોલવાથી “પોતે જુદો ને આ દેહ જુદો' એવું અનુભવમાં આવી જાય. પોતે અસરમુક્ત થઈ જાય.
આ જ્ઞાન કોઈ વ્યવહારની ઉપેક્ષા કરતું નથી. એ અજ્ઞાન સામે પણ સંપૂર્ણ રક્ષણ આપે. એને કાળ-કર્મ-માયા અડે નહીં.
દાદાશ્રી પોતે સંપૂર્ણ અનુભવ દશામાં રહે છે, એવું દરેક મહાત્માઓએ અનુભવ દશામાં પહોંચવાનું છે.
અનંત અવતાર પુદ્ગલના ગુણો ગાયા, હવે આત્માના ગુણો ગાવા આખો દહાડો, તો કલ્યાણ થઈ જાય !
ચરણવિધિમાં જ્ઞાનવાક્યો આવે છે, “હું છું', તે બધા શુદ્ધાત્માના મૂળ ગુણો બોલવાથી આનંદ થાય એ જ સિદ્ધ સ્તુતિ અને આનંદ થાય એ જ આત્મા.
આત્મા અગોચર છે, એટલે એના ગુણો થકી જ આત્માની ભજના થાય.
આત્માના ગુણધર્મો બોલેને, એને અહીં દુનિયામાં સિદ્ધ સ્તુતિ કહી. એ બોલે ત્યારે અનંત સુખ થાય નહીં. આવું બોલે તો ઊંચામાં ઊંચો શુદ્ધ ઉપયોગ કહેવાય, કષાયો હોય તોય એ નાસી જાય.
70