________________
છે કે હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું એવા આત્મગુણોની આરાધના કરતા મહીં સ્થિરતા આવી જાય. આ લિંક પૌદ્ગલિક છે. લિંક તૂટી ગઈ, શરૂ થઈ, એને જાણનાર જ્ઞાતા પોતે શુદ્ધાત્મા છે.
પોતે શુદ્ધાત્મા થયો, તો મમત્વ પોતાના ગુણો ઉપર લે કે અનંત જ્ઞાન-અનંત દર્શન એ બધા મારા ગુણો છે.
હવે જેમ જેમ આત્મગુણોની ભજના થતી જાય તેમ તેમ તે ગુણો વ્યક્ત થઈ પ્રગટ થતા જાય.
આત્મા રત્નચિંતામણિ જેવો છે. જેવું ચિંતવે તેવો પોતે થઈ જાય. અનંત દુઃખનું ધામ છું' બોલે તો દુઃખી થઈ જાય, જો “અનંત સુખનું ધામ બોલે તો તેવો થઈ જાય. “અનંત જ્ઞાનવાળો છું બોલે, તે જ્ઞાન પ્રકાશમાન થઈ જાય.
આત્મગુણોની ભજના છે તે શરૂઆતમાં જરૂરી છે. તેનાથી આ “હું શુદ્ધાત્મા જ છું” એ દઢતા થતી જાય.
કોઈ કહેશે, “તમને મારીને કકડા કરી નાખીશ', તો ત્યાં જાગૃતિ આવે કે “હું તો અવ્યાબાધ સ્વરૂપ છું', તો ભય ના રહે. એટલે પહેલેથી ગુણોનો અભ્યાસ કરી રાખવાનો.
કોઈ અપમાન કરે તો જાગૃતિ ગોઠવે કે “હું અમૂર્ત છું, જે દેખાય તેનું અપમાન કરે, મારું નહીં.” તો પછી દુઃખ ના રહે.
પોતે જ પરમાત્મા છે. પોતાનામાં અનંત જ્ઞાન-દર્શન-સુખ-શક્તિ છે, છતાં ન વાપરે તો કોનો દોષ? કઈ રીતે પોતાના અનંત ગુણો પ્રગટ કરવા, આવરણો ખસેડવા તેની રીત દાદાશ્રી બતાવે છે. (સમજણ આપે છે.)
હું અનંત જ્ઞાનવાળો છું” એ બધા વાક્યો/ગુણો સમકિત થયા પછીના વિકલ્પો છે. જે નિર્વિકલ્પ કરાવનારા છે, હિતકારી છે.
કોઈ વખત ગડમથલ થાય, ગૂંગળામણ થાય, મૂંઝવણ થાય, સૂઝ ના પડે તો હું અનંત દર્શનવાળો છું પચ્ચીસ-પચાસ વખત બોલો તો આવરણ ખસીને સૂઝ પડી જાય.
68