________________
સંસારમાં રહેવા છતાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થાય એ મોટો આત્મ અનુભવ.
મહાત્માઓને આત્માનો અનુભવ રહે છે એ જ મૂળ આત્મા છે. પણ એ અનુભવ મૂળ જગ્યાએ ભેગો થતો થતો જે મૂળ આત્મા છે, તે રૂપે પોતે થઈ જાય ત્યાં સુધી અનુભવ અને અનુભવી બે જુદા હોય. પછી આગળ ઉપર એકાકાર થઈ જાય.
આત્માનું જ્ઞાન સંપૂર્ણ કહેવાય અને અનુભવ અંશે અંશે વધતો જાય. અંશજ્ઞાનને અનુભવ કહેવાય ને સર્વાશજ્ઞાનને જ્ઞાન કહેવાય.
જ્ઞાનવિધિ પછી આત્મ અનુભવ મહાત્માઓને થાય જ છે. જાગૃતિથી આત્માના બીજા અનુભવ વધતા જાય.
પોતાના દોષ દેખાય એ જ આત્મા.
મૂળ આત્મા એ અનુભવગમ્ય છે. આ પુદ્ગલ પૂતળું પોતાનાથી જુદું છે. પુગલના મન-વચન-કાયા જોડે પોતાને લેવાદેવા જ નથી. પોતે તેનાથી તદન જુદો જ છે. આ જ્ઞાન પછી પોતાનો આત્મા જોવામાંજાણવામાં આવ્યો છે. જોવું એટલે ભાન થવું ને જાણવું એટલે અનુભવ થવો. હવે પૂરેપૂરો અનુભવમાં આવી જાય એટલે કામ થઈ ગયું.
આત્મા બુદ્ધિથી સમજાય એવો નથી, અનુભવગમ્ય છે. એના અનંત ગુણો છે.
અનંત ભેદે (રીતે) આત્મા છે. જેટલા ભેદે અહીં જ્ઞાની પુરુષ પાસેથી જાણ્યો તેટલા ભેદથી પોતાનો ઉકેલ આવ્યો પણ બીજા અનંત ભેદે હજુ જાણવાનો બાકી છે. જેટલું જાણે એટલી સરળતા થશે.
આ જ્ઞાન પછી પોતે પરદેશને પરદેશ અને સ્વદેશને સ્વદેશ જાણી ગયો. હવે પરદેશમાં નિર્જરા થયા કરે નિરંતર, તેમ તેમ સ્વદેશ મુક્ત થતો જાય.
[૧૮] સિદ્ધ સ્તુતિ આપણને કર્મો ખપાવ્યા વગર આ જ્ઞાન મળ્યું છે. તે ક્યારેક ભરેલા માલના ફોર્સને કારણે જાગૃતિની લિંક તૂટી જાય, ત્યારે દાદાશ્રી ઉપાય બતાડ
67