________________
દાદાશ્રી કહે છે, અમે જે આત્મા જોયો છે, એ અજાયબ આત્મા છે. તેથી બે કલાકમાં દૃષ્ટિ બદલાય છે. કશી મહેનત વગર કેવું અદ્ભુત ફળ ઉત્પન્ન થાય છે ! તેથી કામ કાઢી લો, કહે છે.
[૧૭.૨] અનુભવગમ્ય આત્મા જાણવા જેવો છે, મહાત્માઓએ જાણ્યો તેવો છે. તેથી વધારે આ ‘દાદા' જેવા છે તેવો આત્મા છે. આ દાદા મૂર્તિમાન મોક્ષ છે, તેવો આત્મા છે.
બાકી આત્મા સ્વ-પર પ્રકાશક છે, અરૂપી છે, નિરાકારી છે, અનુપમ છે, અવર્ણનીય છે, અવક્તવ્ય છે, અવાચ્ય છે, અનુભગમ્ય છે.
- જ્ઞાની પુરુષ “આત્મા કેવો છે” એ જાણી ચૂક્યા હોય, તેથી દૃષ્ટાંત આપી વાણીથી સમજાવી શકે, છતાં આત્મા વાણીમાં ઊતરે એવો જ નથી. એક જ્ઞાની પુરુષ પાસે જ છે, જે વ્યક્ત થયો તે આત્મા. જેમને સ્પષ્ટવેદન થયું હોય, તેવા જ્ઞાની પુરુષ જ બીજાને સમજાવી શકે. બીજા કોઈનું ગજું જ નહીં કે “આત્મા કેવો છે' એ કહી શકે.
આ જ્ઞાન લીધા પછી દાદાને, દાદાએ આપેલ જ્ઞાનને, આજ્ઞાને સિન્સિઅપ રહે અને પાંચ આજ્ઞા પાળે તો આત્માના પ્રકાશનો અનુભવ રોજેરોજ થાય.
પોતે પોતાનાથી જુદી વસ્તુ હોય તો જોઈ શકે, પોતે પોતાને શી રીતે જોઈ શકે ? આત્મા અનુભવગમ્ય છે. એનું પદ જ જ્ઞાતા-દ્રષ્ટા છે. આ (પુગલ) બધું જોયા-જાણ્યા કરવું એનું નામ જ અનુભવ. ધીમે ધીમે આ અનુભવ આગળ વધીને ખુલ્લો અનુભવ, પ્રગટ અનુભવ, અપરોક્ષ અનુભવ થાય એમ આગળ વધતો જાય.
સ્વરૂપના ભાન સિવાય જે જે જાણે એ અજ્ઞાન છે.
આ જ્ઞાન પછી “હું શુદ્ધાત્મા છું' એ પ્રતિતી-લક્ષ-અનુભવ નિરંતર રહ્યા જ કરે. હવે એ અનુભવ વધતા જશે, તેમ આત્મા પ્રગટ થયો કહેવાય. જેટલું અનુભવ પ્રમાણ તેટલો આત્મા પ્રગટ થયો.
આત્માનો અનુભવ એટલે નિરંતર પરમાનંદ સ્થિતિ.
66