________________
પોતાને ખબર પડે. પણ મને દુઃખે છે, એવું માને એ રોંગ બિલીફ છે અને વધઘટ થાય છે એ પુદ્ગલને થાય છે, આત્મા તો એનો જાણકાર જ છે. જો પોતે આત્મારૂપ રહે તો કશું અડે નહીં. બાકી આત્મા થર્મોમિટર હોય, પોતે થર્મોમિટર થઈ ગયો, પછી શું રહ્યું ? પછી બધી હકીકત જાણે.
અંતરાત્માએ ‘પોતે શુદ્ધાત્મા છું' એવો અધ્યાસ કરવાનો અને ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનો.
[૧૫] તિર્વિકારી-અનાસક્ત
[૧૫.૧] વિકારી-નિર્વિકારી આત્માનો મૂળ ગુણ નિર્વિકારી છે પણ પોતે ચિંતવે કે હું વિકારી છું, તો વિકારી થઈ જાય. મૂળ ગુણ જાય નહીં, ચિંતવેલો ગુણ તે નાશ પામે.
આમ સંજોગ બાઝે તો વિકારી થાય ને આ બાજુના સંજોગ બાઝ તો નિર્વિકારીયે થાય.
અહંકાર છે તો વિકારી થાય ને પાછો નિર્વિકારીયે થાય. હું ક્યાં વર્તે છે, એ પ્રમાણે વિકારી-નિર્વિકારીપણું થાય. બાકી મુળ આત્મા તો નિર્વિકારી-અનાસક્ત-અકામી જ છે.
આત્માની હાજરીમાં અહંકાર વિકારી કરી નાખે છે. એ પરમાણુઓનું વિકારી સ્વરૂપ છે, એને પુદ્ગલ કહેવાય.
વિકારનો આધ્યાત્મિક અર્થ વિશેષભાવ, વિભાવ. પાણી એની મેળે નીચે જાય એ નિર્વિકાર, સ્વભાવ કહેવાય, પણ એક ફૂટ ઊંચે ચઢાવવું એ વિકાર થયો, એ વિભાવ કહેવાય.
સંસારમાં શુભને નિર્વિકાર કહે ને અશુભને વિકાર કહે. જો મોક્ષે જવું હોય તો શુભાશુભ બન્નેય વિકાર છે.
સંસાર એટલે પાંચ ઈન્દ્રિયોના વિષયનો વિકાર અને મોક્ષ એટલે નિર્વિકાર. વિકારથી નિર્વિકારદશા માટે આત્મજ્ઞાન જરૂરી છે.
62