________________
જેમ થર્મોમિટર કેટલી ડિગ્રીએ તાવ ચઢ્યો તે દેખાડે, પણ થર્મોમિટરને કોઈ દિવસ તાવ ના ચઢે. થર્મોમિટરના માલિક, ડૉક્ટરને તાવ ચઢી જાય કોઈ વખત.
અભણ સ્ત્રી પણ સમજે કે આ પોતાની ભૂલ થઈ, એ એની પાસે આત્મા છે તેથી.
અવળે રસ્તે ચાલ્યું તે બધું તરત ખબર પડે, મહીં થર્મોમિટર જેવો આત્મા છે તેથી.
મહીં નિષ્પક્ષપાતીપણે તપાસે તો બધી ખબર પડે કે પોતે ક્યાં જન્મ લેવાનો, પણ પક્ષપાત છે એટલે ખબર નથી પડતી. જેમ સંડાસ જવાનું હોય તો મહીં તરત ખબર પડે. પણ પક્ષપાત એટલે શું કે કોઈ વેપારી આવ્યો તો એની વાતમાં ઈન્ટરેસ્ટ પડે તો પછી મહીં થર્મોમિટર સંડાસ જવાનું દેખાડવાનું બંધ કરી દે.
અંધારામાં શિખંડ મોઢામાં મૂકે તો બધું વર્ણન કરી આપે કે મહીં દહીં ખાટું છે, ઈલાયચી છે, ચારોળી છે, દ્રાક્ષ છે. કારણ કે પોતાની મહીં આત્મા હાજર છે, તેથી તેના પ્રકાશમાં બધી ખબર પડે.
પોતાની ભૂલો કેમ દેખાતી નથી ? એ માટે આત્મજ્ઞાન થવું જોઈએ. અજ્ઞાનતામાં જે ક્રિયા કરતો હોય, તેમાં અને ક્યારેય પોતાની ભૂલ દેખાય નહીં. જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય તો એ આત્મા થર્મોમિટર સમાન છે કે જે પોતાની ભૂલ દેખાડે.
જ્ઞાન પછી અંદરનું થર્મોમિટર બધી ભૂલો બતાવે તે પ્રજ્ઞાશક્તિ.
દાઢ દુ:ખતી હોય તો ખરેખર પોતે જાણકાર છે કે ઓછી દુઃખે છે, વધારે દુઃખે છે, હવે સારું છે. પણ કહે કે મને દુઃખી, તો પછી વેદના ભોગવે, નહીં તો પોતે જાણનાર છે, જ્ઞાયક છે.
અક્રમ વિજ્ઞાન શું કહે છે કે વેદનારો ચંદુ જુદો અને જાણનારો પોતે
જુદો.
દાઝયો, વેદના વધઘટ થાય, દુઃખ વધ્યું, દુઃખ ઘટ્યું બધું તરત
61