________________
જે સંયોગી થયો એ તો વિયોગી થઈ જ જાય. આત્મા એ તો સ્વાભાવિક-નિત્ય છે.
સંયોગથી ભેગી થયેલી વસ્તુ, એ જ્યારે વિયોગ થાય ત્યારે છૂટી પડી જાય, નાશ થઈ જાય. આત્મા નિત્ય છે, એને કોઈએ બનાવવો પડ્યો નથી.
આત્મા દ્રવ્ય કરીને નિત્ય છે, ગુણથી નિત્ય છે, પણ પર્યાય એના અનિત્ય હોય. ગુણો જ્યારે કાર્યકારી થાય ત્યારે પર્યાય કહેવાય.
મૂળ આત્માની સ્થિતિ નિત્ય છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. એનો કોઈ પણ જાતનો ધ્યેય નહીં એવો શુદ્ધાત્મા છે. નિત્ય એટલે સનાતન, શાશ્વત, પરમેનન્ટ.
આ ટેમ્પરરી છે” કહેનારો ટેમ્પરરી ના હોય, પરમેનન્ટ જ હોય. પોતે કાયમનો છે માટે “આ તકલાદી છે” એવું બોલી શકે.
જ્યાં સુધી દેહાધ્યાસ છે, દેહ વિનાશી છે એને “હું છું” માને છે, ત્યાં સુધી પોતે વિનાશી થવું પડે છે. “હું શુદ્ધાત્મા છું, અવિનાશી છું, નિત્ય છું એ ભાન થયું તો પછી અવિનાશી. પછી ભય ખલાસ થઈ જાય.
દાદાશ્રી કહે છે, “નિત્ય છું' એવો અનુભવ તો કેટલાય કાળથી અમને છે. “દેહ જ હું નથી, નામેય હું નથી” એવું અમને લાગે છે. ખરેખર તો નિત્ય એ તો નાની બાબત છે, પોતે એવી જગ્યાએ છે કે જે આત્મા જગતે ક્યારેય જાણ્યો નથી, એવા નિરાલંબ આત્મામાં પહોંચ્યા છે. નિરાલંબને મારો-ગાળો ભાંડો તોય કશું થાય નહીં.
પુનર્જન્મ એ આત્માનું નિત્યપણું સૂચવે છે.
નિત્ય સ્વરૂપ એટલે મરવાનો ભય જેને ક્ષણવારેય લાગતો નથી. આ દેહ હમણે લઈ લે તોય પોતાને વાંધો નથી. આ દેહમાં પોતે રહેતા જ નથી.
[૧૪] આત્મા થર્મોમિટર જેવો દરેકની મહીં આત્મા થર્મોમિટર જેવો છે. પથારીમાં સૂતા સૂતા ખબર પડે કે આ તાવ વધ્યો, ઓછો થયો, ઊતરી ગયો. તે આત્મા બધી જાતની ખબર આપે.
60