________________
બૉમ્બ પડવા માંડ્યા, તો મહીં મન ફફડી જાય. તે ઘડીએ કહેવું, ચંદુભાઈ, આયુષ્ય જેને હોય તેને મરવાનું. મારે આયુષ્ય ના હોય. હું તો અમર છું.” બૉમ્બ પડવા માંડ્યા હોય ત્યારે હું તો અમર છું', એવી જાગૃતિ રહી તો મરવાનો ભય ના રહે. પોતાનું અમરપદ જાણી લીધું તો કલ્યાણ થઈ ગયું.
[૧૩.૩] તિત્ય આત્મા એનું નામ કહેવાય કે જેની ઉત્પત્તિ ના હોય, જે વિનાશ ના થાય. એ પરમેનન્ટ વસ્તુ છે, અવિનાશી છે, નિત્ય છે.
નિત્ય વસ્તુ કોને કહેવાય ? જે બીજી વસ્તુઓની બનાવટથી ના હોય, સ્વાભાવિક હોય.
આત્મા અને બીજા પાંચ તત્ત્વો નિત્ય છે. એકબીજાને હેલ્પ કે નુકસાન નથી કરતા, બધા ભેગા રહે છે છતાં એકબીજામાં ભળતા નથી, સ્વભાવે ચોખ્ખા જ છે. ફક્ત સામસામે તત્ત્વો પરિવર્તન થવાથી અવસ્થાઓ બદલાય છે. લોક અવસ્થાને જુએ છે ને અવસ્થાને નિત્ય માની લે છે, તેને લઈને દુઃખી થાય છે.
જોનારો પોતે અવિનાશી છે, નિત્ય છે, તેથી જ અનિત્યને જોઈ શકે છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં લખ્યું કે
જે જે સંયોગ દેખીએ, તે તે અનુભવ દશ્ય;
ઉપજે નહીં સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. આ જેટલા દેખાય છે, આ કાકા છે, મામા છે, બાઈ છે, કૂતરું છે, એ બધા સંયોગો અનુભવમાં આવે છે, પણ જ્યાં સુધી સંયોગો છે, ત્યાં સુધી આત્મા પ્રત્યક્ષ નહીં થાય. દાદાશ્રી કહે છે, અમને એ (બહિર્ભાવ રૂપી) સંયોગ હોતા નથી. એટલે અમને આત્મા નિત્ય પ્રત્યક્ષ હોય.
ઉપજે નહીં સંયોગથી એટલે આ કઢી થઈ, તે છાશ, મરચું, મીઠું, મસાલા બધા સંયોગોનું ભેગું સ્વરૂપ કહેવાય, જ્યારે આત્મા એવી રીતે સંયોગથી ભેગો કરેલો નથી. એ કાયમી વસ્તુ છે.
59