________________
છ અવિનાશી દ્રવ્યો અજન્મા છે આ દુનિયામાં. પાંચ ઈન્દ્રિયથી જેટલું અનુભવાય છે એ બધું જન્મેલું છે.
કૃષ્ણ ભગવાનનો દેહ અજન્મા ના હોય, પણ અંદર આત્મા અજન્મા હોય. એ પોતે આત્મસ્વરૂપ થઈ ગયેલા, તેથી અજન્મા કહેવાય.
- એક સ્થાનમાં બન્ને હોવા છતાં આપણે પોતે અવિનાશી અને ચંદુભાઈ વિનાશી. દરેક બીજમાં, બીજની અંદર જ વિનાશીયે હોય ને અવિનાશીયે હોય. બીજની બહાર જે અવિનાશી હોય, તે આખા બ્રહ્માંડથી નિવૃત્ત થઈ સિદ્ધદશામાં હોય.
અનંત અવતારથી દેહનો જન્મ થાય, મૃત્યુ થાય પણ આત્મા એકનો એક જ રહે. એનો જન્મ થયો કહેવાય નહીં. એ પોતે અજન્મા સ્વભાવનો છે.
આત્મા તો મૂળ શુદ્ધ જ છે. એને જન્મ-અજન્મ કશું નથી. આ જે માને છે કે હું જન્મ્યો, તે મરે ને પુનર્જન્મ લે.
મૂળ તત્ત્વ અજર હોય, અવસ્થાઓ જર હોય.
જ્ઞાની મળે, એમની પાસે જ્ઞાન પામે તો અજન્મા સ્વભાવ પ્રગટ થાય. પછી અમરપદ પ્રાપ્ત થાય.
[૧૩.૨] અમર આપણું પોતાનું સ્વરૂપ આત્મા છે, જે અજર-અમર-અખંડપરમાનંદી-અવિનાશી છે.
દેહ-મન-બુદ્ધિ-અહંકાર અને આ દેહાધ્યાસ બધું પ્રાણના આધારે જીવે. આત્માનો સ્વભાવ જ અમર છે.
જો પોતે મરવાનો છે, તો એ રિલેટિવમાં છે અને પોતાને ખાતરી થઈ કે દેહ મરવાનો છે પણ હું અમર છું', તો પોતે રિયલમાં છે. “આત્મા છું' એવું ભાન રહે તો એ અમર જ છે.
દેહ કોઈનો અમર થાય નહીં. દેહમાં પોતે અમરપદના ભાનવાળો થાય. આત્મા અમર છે.
58